અભિનેતા
સૈફ અલી ખાન પર હુમલો કરનારા આરોપી મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહેઝાદ ઉર્ફે વિજય દાસ (30)ની
ધરપકડ કરવામાં પોલીસને આખરે સફળતા મળી છે. આરોપી બાંગ્લાદેશી નાગરિક હોવાથી તે દેશમાં
ઘૂસ્યો હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપીએ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી
હુમલો કર્યો હતો. કેટલાકને મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા ભાંગી પડેલી જણાઈ હતી. કેટલાકે
આ કૃત્યને સાંપ્રદાયિક સૌહાર્દ બગાડના પ્રયાસરૂપ ગણાવ્યું હતું. એકંદરે આ કૃત્ય મુસલમાનને
નિશાન બનાવવા હિન્દુ દ્વારા કરવામાં આવ્યું હોવાનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું.
કૉંગ્રેસ, તૃણમૂલ કૉંગ્રેસ સહિત ‘ઈન્ડિયા’ ગઠબંધનના જે પક્ષોએ આ ઘટનાને સાંપ્રદાયિક
રંગ આપવાનો પ્રયાસ કર્યો છે હુમલાની ઘટનાથી વધુ ગંભીર બાબત રાજકીય પક્ષો દ્વારા થયેલો
કુપ્રચાર છે.
વર્ષો
પહેલાં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાના પ્રયાસ વખતે પોલીસ
સાથેની અથડામણમાં ઍન્કાઉન્ટરમાં ઠાર થયેલી ઈશરત જહાં મુસ્લિમ હતી અને તેને લઈ વિપક્ષે
જે હોબાળો મચાવ્યો હતો તે અત્યારે તાજો થયો છે. આ વખતે પણ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા
રોહિત પવારે સૈફ અલી ખાનના કેસને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કર્યો છે.
તુષ્ટિકરણની
હદ તો કૉંગ્રેસના નેતા સી. સુબ્રમણ્યમે કરી હતી. ટ્રેનમાં થયેલા બૉમ્બ ધડાકા વેળા એમણે
ભગવા આતંકવાદે ભારતમાં જન્મ લઈ લીધાનું જણાવ્યું હતું.
સૈફ અલી ખાન પ્રકરણનો આરોપી બાંગ્લાદેશી મુસલમાન
છે એ બહાર આવ્યા પછી હવે વિપક્ષોનાં મોઢાં સિવાઇ ગયાં છે. બાન્દ્રા વિસ્તારમાં પહેલાં
અભિનેતા સલમાન ખાનના ઘર પર હુમલો, વિધાનસભ્ય બાબા સિદ્દીકીની હત્યા અને સૈફ અલી ખાન
પર હુમલો એમ ત્રણેય પ્રકરણ મુસલમાનોથી સંબંધિત છે. આવું મુસ્લિમો માટે જ કેમ બને છે
તેને વિપક્ષોએ સંશોધનનો વિષય બનાવવો જોઈએ. હિન્દુ મૂળમાં સહિષ્ણુ છે અને કોઈના પર આક્રમણ
કરવાની તેની વૃત્તિ નથી, તેથી તેમણે પણ જાગૃત રહેવાની આવશ્યક્તા છે. વિપક્ષોના હુમલાનો
કે આવતીકાલે કોઈ સંકટ આવે તો તેનો પ્રતિકાર કરવાની ક્ષમતા રાખવી જોઈએ.
ભારતમાં
મુસલમાન કલાકારોને જેટલું માન-સન્માન મળે છે તેટલું કોઈ ઈસ્લામિક રાષ્ટ્રમાં પણ મળતું
નથી. અરે અહિંયા તો પાકિસ્તાનના કલાકારો સ્વ.મહેંદી હસન, ગુલામ અલી અને અદનાન સામીને
પણ આપણા શ્રોતા-દર્શકોએ આવકાર્યા છે. મહંમદ રફી હોય કે પછી નૌશાદ અને એવા તો અનેક લોકોને
ભારતે પ્રેમ અને પુરસ્કાર આપ્યા છે. આ સ્થિતિમાં સૈફના ઘરમાં થયેલા હુમલાને આવો કોમવાદી
રંગ આપવાની ચેષ્ટા કરનારને એ પણ યાદ આવ્યું નહીં હોય કે તેમના પિતા નવાબ મનસુરઅલીને
જ ક્રિકેટર તરીકે ભારતે સન્માન આપ્યું હતું !!