ભારતની આર્થિક અને વ્યૂહાત્મક શક્તિમાં દેશના નાગરિકોની રાષ્ટ્રભક્તિ હંમેશાં ચાવીરૂપ રહી છે. પાકિસ્તાનના આતંકવાદની સામે ભારતે છેડેલાં ઓપરેશન સિંદૂરની ટીકા કરનાર તુર્કી અને અજરબૈજાનની સામે ભારતીયોનો ગુસ્સો ભભૂકી ઊઠયો છે. પાકિસ્તાનને સમર્થન આપી ચૂકેલા આ બન્ને દેશોને પાઠ ભણાવવા ભારતભરમાં દેખાવો થઈ રહ્યા છે અને તેમનો વેપારી બહિષ્કાર કરવાની હાકલ થઈ રહી છે. હાલત એવી છે કે, ભારતીય વેપારીઓએ તુર્કીના સફરજન અને આરસ જેવી વસ્તુઓની આયાત બંધ કરવાના નિર્ણય લઈ લીધા છે, તો ભારતીય પ્રવાસીઓ અને ટ્રાવેલ એજન્સીઓએ આ તુર્કી અને અજરબૈજાનના પ્રવાસ રદ કરવા શરૂ કરી દીધા છે, તો ઓલ ઈન્ડિયા સિને વર્ક્સ એસોસીએશને પણ આ બન્ને દેશોની સાથે સંકળાયેલી કોઈપણ જાતની ફિલ્મ સંબંધી પ્રવૃત્તિમાં ભાગ ન લેવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય
છે કે, તુર્કી અને અજરબૈજાન બન્ને ભારત સાથેના વેપારથી સારી એવી આવક કરે છે, પણ આતંકના
મામલે પાકિસ્તાનને સમર્થન આપવામાં જરા પણ છોછ અનુભવતા નથી. આ બન્ને દેશેના દ્વિપક્ષીય વેપારના આંકડા નોંધપાત્ર
રહ્યા છે. ગયા વર્ષે એપ્રિલ મહિનાથી આ વર્ષે ફેબ્રુઆરી વચ્ચે ભારતે તુર્કી પાસેથી
2.84 અબજ ડેલરની આયાત કરી હતી. ભારત તુર્કી પાસેથી અલગ પ્રકારના આરસ, તાજા સરફજન, સોનું,
શાકભાજી, સિમેન્ટ અને લાઈમસ્ટોન ઉપરાંત ખનિજ તેલ, લોખંડ, સ્ટીલ, રસાયણ અને મોતીની આયાત
કરે છે. ભારત તેની કુલ્લ આયાતનો 0.પ ટકા હિસ્સો તુર્કી પાસેથી મગાવે છે. ભારત અજરબૈજાન
પાસેથી પશુઓનો ચારો, ચામડું, જૈવિક રસાયણ અને તેલની આયાત કરે છે. આ આયાત બંધ થાય તો
સ્વાભાવિક રીતે બન્નેનાં અર્થતંત્ર પર અવળી અસર પડી શકે છે. ખાસ તો તુર્કીમાં ભારતીય પ્રવાસીઓની સતત વધી રહેલી
સંખ્યાથી ત્યાંના પ્રવાસન ઉદ્યોગને મોટો ફાયદો થઈ રહ્યો છે. અંદાજે 24 લાખ ભારતીય પ્રવાસીઓ
વર્ષે તુર્કી જતા હોય છે. આ ઉપરાંત ભારતીય
ફિલ્મ ઉદ્યોગ શૂટિંગ માટે તુર્કીના લોકેશનને ભારે પસંદ કરે છે. આનાથી ત્યાંનાં અર્થતંત્રને મોટો ફાયદો થઈ રહ્યો
છે.
ભારત
સરકારે સત્તાવાર રીતે આ બન્ને દેશો સાથે કોઈ પ્રતિબંધ જાહેર કર્યા નથી. માત્ર વિમાનમથકોએ
સેવા આપતી તુર્કીની સેલેબી કંપનીની સામે કાર્યવાહી કરાઈ છે, પરંતુ રોષે ભારાયેલા ભારતીયો
તુર્કી અને અજરબૈજાનની સામે મોરચો ખોલવાના ઈરાદાને વધુ મકક્મતા સાથે અમલી બનાવે તો
પણ બન્ને દેશોને આર્થિક રીતે મોટો ફટકો પડી શકે તેમ છે. પ્રવાસીઓ જવાનું બંધ કરે અને
વેપારી ગૃહો આયાત રોકી દે તો પાકિસ્તાન સમર્થક આ દેશોને વાસ્તવિકતાનું ભાન થઈ શકે તેમ
છે. તુર્કી અને અજરબૈજાન બન્નેએ યાદ રાખવું જોઈએ કે, ચીન જેવી આર્થિક મહાસત્તા પણ ભારતના
રોષને લીધે વેપારી તકલીફમાં આવી ગઈ હતી તો પછી તેમની તો કોઈ વિસાત જણાતી જ નથી. આવનારો
સમય આ બન્ને ગુસ્તાખોને ઘૂંટણિયે પાડીને દુનિયાને સ્પષ્ટ સંદેશો આપવાનો બની રહેશે કે
ભારત અને ભારતીયો હવે નબળા નથી.
ભારતીયો
આમ તો દરેક ઋતુમાં વિશ્વ સ્તરે વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લે છે. ઘર આંગણાના હિલ
સ્ટેશનોથી લઇને મોહનગરી દુબઇ કે દરિયા કિનારાના બાલીના પેકેજીસ લોકો લે છે. જેમની પ્રવાસ
રૂચિ ઐતિહાસિક, પૌરાણિક સ્થળોની છે, સાહિત્યિક રીતે સમૃધ્ધ સ્થળો જોવાનો શોખ છે તેઓ
પોતાની રીતે અન્ય જગ્યા પસંદ કરે છે.
તુર્કીના
ઇસ્તાંબુલ કે અન્ય શહેરો હવે ઇસ્લામિક કટ્ટરવાદના કેન્દ્રો બન્યાં છે પરંતુ પ્રવાસીઓનું
તેના માટે આકર્ષણ યથાવત્ છે. પરંતુ દેશભક્તિની
વાત આવે ત્યારે આકર્ષણ ગૌણ બની જાય. તુર્કીએ કે અન્ય કોઇ પ્રાંત દેશે પોતાનું સૌંદર્ય
ખરા અર્થમાં જાળવી રાખવું હોય તો માનવતા વિરોધી તત્વોને પોષવા જોઇએ નહીં.