જગતના જમાદાર ગણાતા અને વિશ્વમાં યુદ્ધ બંધ કરાવવાના પ્રયાસ અને નોબેલ શાંતિ પુરસ્કારના દાવેદાર પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકામાં શાંતિ અને સલામતી નથી. ટ્રમ્પના ખાસ
વિશ્વાસુ
ગણાતા યુવા નેતા ચાર્લી કર્કની હત્યા ધોળેદહાડે - યુનિવર્સિટીની ભરી સભામાં ગોળી મારીને
કરવામાં આવી તે અમેરિકી શાસન અને ગુપ્તચર એજન્સીઓ સામે પડકાર છે. અમેરિકામાં પ્રમુખ
જ્હોન એફ કૅનેડીની હત્યા પછી અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ ‘ગન કલ્ચર’ મુજબ બેફામ બંદૂક
ગોળીબારથી કાળો કેર વરતાવ્યો છે. કેટલાય નિર્દોષ - કિશોર વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા
પણ શાસકોનાં રૂંવાડાં ફરક્યાં નથી. ગન - બંદૂકની લાઇસન્સ પૉલિસીની ચર્ચા થાય છે પણ
પરિણામ શૂન્ય. કારણ કે, અમેરિકનો માને છે કે બળિયાના બે ભાગ જ! હવે ડોનાલ્ડ ટ્રમ્પની
સરકાર અને પરિવાર જ નહીં - સમસ્ત અમેરિકા ધ્રુજી ઊઠયું છે. હત્યારાને પકડવા માટે એક
લાખ ડૉલરનું ઈનામ જાહેર થયું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મૃતક ચાલી કર્કને મરણોત્તર
સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરી છે: પણ સાચું સન્માન તો ગન-કલ્ચરના અંત - ફેરવેલ
ટુ આર્મ્સથી જ થઈ શકે. જોકે ચાર્લી તો ગન રાખવાના અધિકારના પ્રખર હિમાયતી હતા. ઈશ્વરે
આપણને આપેલા અન્ય અધિકારોની રક્ષા માટે ગન - અધિકાર જરૂરી છે - કમભાગ્યે ભલે થોડા ઘણા
જીવ જતા હોય - એમણે ભરી સભામાં આવો જવાબ આપ્યો ત્યારે એમને કલ્પના નહીં હોય કે ગન કલ્ચર
એક વધુ જીવ - લેનાર છે!
હત્યારાને
પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે પણ તેની ઓળખ અને ભાળ મળે તે પહેલાં જ ટ્રમ્પે કહ્યું
છે કે આ કામ ‘રેડીકલ લેફટ’ (આપણે નક્સલવાદી કહીએ છીએ)નું છે - જોકે, સમૃદ્ધ અમેરિકામાં
‘પ્રખર ડાબેરીઓ’ છૂટથી હરીફરીને હત્યા કરી શકે છે અને એફબીઆઈને ગંધ પણ આવતી નથી?
ચાર્લી
કોઈ રાજકીય સીડી ચડીને ટ્રમ્પ સુધી પહોંચ્યા ન હતા પણ અમેરિકાને ફરીથી મહાન બનાવવાના
અભિયાનમાં અગ્રણી હતા અને 31 વર્ષની વયે યુવા અમેરિકાના હીરો હતા. ટ્રમ્પના મહત્ત્વના
ફન્ડ કલેક્ટર હતા. દેશની 3500 કૉલેજોની મુલાકાત લઈને વિદ્યાર્થીઓમાં ગ્રેટ અમેરિકાને
જાગૃત કરવાનો એમનો પ્લાન હતો.
ટ્રમ્પના
ભારત-વિરોધી સલાહકારોમાં ચાર્લી મહત્ત્વના હતા. ટેરિફ વૉરમાં ભારત સરકાર સોશિયલ મીડિયાને
નાણાં આપીને પ્રચાર કરાવે છે તે ‘કચરો’ બંધ થવો જોઈએ એવી એમની ભલામણ હતી. ભારતને ટેરિફમાં
છૂટછાટ અપાય તો ભારતીય વ્યવસાયીઓનો ધસારો થશે તેનો એચવન-બી વિઝા માર્ગ બંધ થવો જોઈએ.
અમેરિકાએ આઉટસોર્સિંગ ભારતની કંપનીઓથી કરવાને બદલે અમેરિકન કંપનીઓ આપણા યુવાનોને કામ
આપે...
તાજેતરમાં
ટ્રમ્પની સાન ઠેકાણે આવી હોય એમ લાગે છે અને ફરીથી ભારતની મૈત્રીને બિરદાવી રહ્યા છે
ત્યારે ચાર્લીની ખોટ એમને જરૂર સાલશે.