ટેક્નૉલૉજીના ઈતિહાસમાં કેટલીક ક્ષણો એવી હોય છે જે માનવ સભ્યતાની દિશા બદલી નાખે છે. એન્થ્રોપિકની ક્લોડ મિથોસ એઆઈ આવી જ એક બેધારી તલવાર સાબિત થઈ શકે તેમ છે. ભારત માટે આ માત્ર તક નથી, પણ આપણી ડિજિટલ સાર્વભૌમત્વની કસોટી પણ છે.
છેલ્લાં
કેટલાંક સપ્તાહથી વૈશ્વિક ટેક-જગતમાં એક જ નામની ગુંજ છે: ક્લોડ મિથોસ. એન્થ્રોપિક
કંપની દ્વારા વિકસાવાયેલા આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) મોડેલ વિશે એવા દાવા કરવામાં
આવ્યા છે કે તે સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં મનુષ્યોને પણ પાછળ છોડી દેવાની ક્ષમતા ધરાવે
છે. હૉલીવૂડની કોઈ સાયન્સ-ફિક્શન ફિલ્મ જેવી લાગતી આ વાત આજે વાસ્તવિકતા બનીને આપણી
સમક્ષ ઊભી છે. આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું મિથોસ માનવજાત માટે ‘તારણહાર’ સાબિત
થશે કે પછી તે એક એવો ‘ભસ્માસુર’ બનશે જે વૈશ્વિક ડિજિટલ સુરક્ષાને જ સ્વાહા કરી દેશે?
સરળ
શબ્દોમાં કહીએ તો, ક્લોડ મિથોસ એ એન્થ્રોપિકના અદ્યતન એઆઈ મોડેલ્સનો એક ભાગ છે, જે
ઓપનએઆઈના ચેટજીપીટી અને ગૂગલના જેમિનાઈને ટક્કર આપે છે. તેની સૌથી ભયાનક અને આશ્ચર્યજનક
ક્ષમતા એ છે કે તે દાયકાઓ જૂના સૉફ્ટવેર કોડમાં છુપાયેલી ખામીઓ (બગ્સ)ને સેકન્ડોમાં
શોધી કાઢે છે અને તેનો ગેરલાભ લેવાની રીતો પણ બતાવી શકે છે. જે કામ કરવામાં સાયબર નિષ્ણાતોને
અઠવાડિયાઓ લાગે, તે મિથોસ મશીન સ્પીડ પર કરી શકે છે. કંપનીએ પોતે સ્વીકાર્યું છે કે
આ મોડેલે અૉપરાટિંગ સિસ્ટમ્સ અને વેબ બ્રાઉઝર્સમાં હજારો ‘હાઈ-સિવિયરિટી’ નબળાઈઓ શોધી
કાઢી છે.
મિથોસની
આ શક્તિને કારણે જ અમેરિકાનું વ્હાઇટ હાઉસ, બૅન્ક અૉફ ઇંગ્લૅન્ડ અને આઇએમએફ જેવી સંસ્થાઓ
સ્તબ્ધ છે. કૅનેડાના નાણાપ્રધાને તો તેને ‘અનનોન અનનોન રિસ્ક’ એટલે કે અગમ્ય, અકલ્પ્ય
જોખમ ગણાવ્યું છે. જો આ ટેક્નૉલૉજી ખોટા હાથમાં જાય, તો બૅન્કિંગ વ્યવહાર, ઇલેક્ટ્રિક
ગ્રિડ અને હૉસ્પિટલ જેવી જટિલ સેવાઓ ઠપ્પ થઈ શકે છે.
ભારત
માટે આ જોખમ વધુ ગંભીર છે, કારણ કે આપણે વિશ્વના સૌથી મોટા ડિજિટલ અર્થતંત્રોમાંના
એક છીએ. આપણી યુપીઆઈ, આરટીજીએસ, એનઈએફટી અને ઈ-કુબેર જેવી સિસ્ટમ્સ દેશની અર્થવ્યવસ્થાની
કરોડરજ્જુ છે. જો મિથોસ જેવી ટેક્નૉલૉજી દ્વારા આ નેટવર્ક પર ‘િડજિટલ લૂંટ’ ચલાવવામાં
આવે, તો તે માત્ર આર્થિક જ નહીં, પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ મોટો ખતરો બની શકે છે.
જોકે,
અહીં ગભરાટ ફેલાવવાની જરૂર નથી, પણ સાવધ રહેવાની જરૂર છે. ભારત સરકારે આ દિશામાં અત્યંત
ગંભીરતા અને વ્યૂહાત્મક ઝડપ સાથે પગલાં ભરવાનું શરૂ કર્યું છે. નાણાપ્રધાન નિર્મલા
સીતારમણે સેબી અને તમામ બૅન્કોને અત્યંત સતર્ક રહેવાની સૂચના આપી છે. તેમણે સ્પષ્ટ
કર્યું છે કે સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં આપણે હુમલાખોરો કરતાં બે ડગલાં આગળ રહેવું
પડશે. એસબીઆઈના ચૅરમૅન સી.એસ. સેટ્ટીના નેતૃત્વમાં
એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે મિથોસ દ્વારા ઊભા થતાં જોખમોનું મૂલ્યાંકન
કરશે અને તેના નિવારણ માટે પગલાં સૂચવશે. કેન્દ્ર સરકારની ઈન્ડિયન કૉમ્પ્યુટર ઇમર્જન્સી
રિસ્પોન્સ ટીમ (CERT-In)એ પહેલેથી જ એડવાઈઝરી જાહેર
કરી છે. નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન અૉફ ઈન્ડિયા (એનપીસીઆઈ) પણ આ ટેક્નૉલૉજીનો ઉપયોગ
કરીને પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં કામ કરી રહ્યું છે.
કોગ્નિઝન્ટના
સીઈઓ રવિ કુમારના મતે, મિથોસ માત્ર જોખમ નથી, એક ‘મોટી તક’ પણ છે. જો આ એઆઈ ખામીઓ શોધી
શકે છે, તો તે જ સ્પીડે તે ખામીઓને સુધારી પણ શકે છે. એટલે કે, ‘એઆઈ વર્સીસ એઆઈ’ના
આ જંગમાં આપણે આપણી ડિજિટલ દીવાલોને વધુ મજબૂત બનાવી શકીએ છીએ. ભારતની આઈટી ક્ષમતા
વિશ્વવિખ્યાત છે અને આપણે આ પડકારને પણ અવસરમાં બદલી શકીએ તેમ છીએ.
ક્લોડ
મિથોસે સાબિત કર્યું છે કે એઆઈનું ભવિષ્ય જેટલું ઉજ્જવળ છે એટલું જ જટિલ પણ છે. ભારત
આ મામલે ન તો અતિ-ઉત્સાહી છે, ન તો ડરેલું. આપણો અભિગમ વાસ્તવિક અને રાષ્ટ્રીય હિતને
વરેલો છે. આપણે એન્થ્રોપિક જેવી કંપનીઓ સાથે પણ સંવાદ કરી રહ્યા છીએ અને આપણી આંતરિક
સિસ્ટમ્સને પણ ‘સ્ટ્રેસ-ટેસ્ટ’ કરી રહ્યા છીએ.
ભારત
જે રીતે ડિજિટલ ક્રાંતિમાં અગ્રેસર રહ્યું છે, તે જોતાં ખાતરી રાખી શકાય કે આપણે એઆઈના
આ તોફાની સમુદ્રમાં પણ આપણું વહાણ સલામત રીતે હંકારી જઈશું. આ તારણહાર કે ભસ્માસુરનો
જંગ નથી, પણ આપણી તક્નિકી શ્રેષ્ઠતા સાબિત કરવાની એક નવી રણભૂમિ છે. ભારત સજ્જ છે,
ભારત સાવધ છે અને સૌથી અગત્યનું, ભારત આત્મવિશ્વાસથી લડવા તૈયાર છે.