• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: કાનાભાઈ લખમણભાઈ પંપાણિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 570મું ચક્ષુદાન છે. આ સપ્ટેમ્બર-24 મહિનામાં આઠમું ચક્ષુદાન થયેલ છે. આ ચક્ષુદાન વેરાવળના પ્રતિનિધિ પરબતભાઈ સોલંકીના (108)ના સહયોગથી થયેલ છે.

મેંદરડા: કરમશીભાઈ રત્નાભાઈ સીદપરા (હસમુખલાલ એન્ડ કું) (ઉ.7પ) તે સંજયભાઈના પિતાશ્રી, સ્વ.ચુનીભાઈ (બરવાળા), હરસુખભાઈ તથા ચંદુભાઈના કાકાનું તા.3નાં અવસાન થયું છે. બેસણુ તા.પનાં 3 થી 6 વિશ્વેશ્વર મહાદેવ મંદિર, સરકારી દવાખાના પાછળ મેંદરડા છે.

જૂનાગઢ: સ્વ.નાથાલાલ ભાણજીભાઈ મકવાણાના પત્ની જશવંતીબેન (ઉ.74) તે રૂપેશભાઈના માતુશ્રી, કિરણબેનના સાસુ, જીતુબેન અને ઉષાબેનના ભાભી, ખુશી અને દર્શનના દાદીનું તા.રનાં અવસાન થયું છે. બેસણુ તા.4ના સાંજે 4 થી 6 માઢસ્ટ્રીટ, ચિન્મય પ્લસ એપાર્ટમેન્ટ, જૂનાગઢ છે.

ધોરાજી: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ નયનાબેન મહેશભાઈ રાવલ (ઉ.6પ)તે મહેશભાઈ લાભશંકર રાવલના પત્ની, જયેશભાઈ, મિતુલબેન વ્યાસના માતુશ્રી, દક્ષના દાદીનું તા.3નાં અવસાન થયું છે. બેસણુ તા.પનાં સાંજે 4 થી 6 બ્રહ્મસમાજની વાડી, સ્ટેશન પ્લોટ ધોરાજી છે.

ચલાલા: હાલ ભાવનગર માલતીબેન ભીમજીયાણી (ઉ.76) તે છોટાલાલ જગજીવનદાસ ભીમજીયાણીના પત્ની, પંકજભાઈ, જયેશભાઈના માતુશ્રી, ખુશી, હર્ષ અને રીયાના દાદી, પ્રફુલચંદ્ર વનમાળીદાસ ઉનડકટ (ચલાલા)ના બહેનનું તા.1નાં અવસાન થયું છે. ટેલીફોનીક બેસણુ તા.4નાં 3 થી પ મો.નં. 94288 57357, 98791 24270, 81607 05627.

જામનગર: મચ્છુ કઠિયા સઈસુતાર જ્ઞાતિ (તળપદ) જામનગર નિવાસી સ્વ.હરિભાઈ રણછોડભાઈ ચાવડાના પુત્ર મુકેશભાઈ તે હિતેષ અને હાર્દિકના પિતા, સ્વ.રમેશભાઈના નાનાભાઈ, રસિકભાઈ, ઈશ્વરભાઈ, રાજુભાઈના ભાઈ, હંસાબેન (વાપીવાળા)ના ભાઈ, જાદવજીભાઈ બેચરભાઈ વાઘેલા (લતીપર)ના જમાઈનું તા.રનાં અવસાન થયું છે. ઉઠમણુ તા.4નાં સાંજે 4 થી 4.30 પાબારી હોલ (સેલરમાં) જામનગર છે.

જામનગર: સમસ્ત નથુ તુલસી ઔદિચ્ય ગોહિલવાડી જ્ઞાતિ બ્રહ્મ સમાજ જામનગર સ્વ.જાદવજીભાઈ નાનજીભાઈ વ્યાસ (ઈશ્વરીયા-વડપચાસરા)ના પુત્ર મુકુન્દરાય (ઉં.87) તે સ્વ.મંજુલાબેન મુકુન્દરાયના પતિ, ભાઈશંકરભાઈ, સ્વ.પ્રહલાદભાઈ, મહેન્દ્રભાઈ તથા દિનેશભાઈ, જયાબેન ધનસુખરાય પંડયા (પ્રાચી)ના મોટાભાઈ, અનિલભાઈ, પંકજભાઈ, અશોકભાઈ (રાજુભાઈ)ના પિતાશ્રી, સ્વ.મગનલાલ ખીમજીભાઈ જોશીના જમાઈનું તા.રના અવસાન થયું છે.

રાજકોટ: ચા.મ.મોઢ બ્રાહ્મણ મુ.નવા સાદુરકા હાલ રાજકોટ નિવાસી કુસુમબેન વી. દવે (ઉ.64) તે સ્વ.િવનોદભાઈ એ. દવેના પત્ની, મહેશભાઈ, મહેન્દ્રભાઈ ભાઈના પત્ની, દેવીપ્રસાદ જે. દવેના કાકી, જીજ્ઞેશભાઈ શાત્રી દિપેશભાઈ, વર્ષાબેનના માતુશ્રી, હસમુખભાઈ પી. ત્રિવેદી, દિનેશભાઈ (ઝીંઝુડા)ના બહેન, પ્રભાશંકર ત્રિવેદી (ઝીંઝુડા)ના પુત્રીનું તા.રના અવસાન થયું છે. શ્વસુર અને પિયરપક્ષનું ઉઠમણુ તા.4નાં સાંજે 4 થી 6 અત્રેશ્વર મહાદેવ મંદિર, જીલ્લા ગાર્ડન, કેનાલ રોડ, રાજકોટ છે. મો.નં.76000 00257, 99799 09164.

બગસરા: બગસરા નિવાસી હાલ ડોંબિવલી સ્વ.રવિશંકર કાળીદાસ પંડયાના પુત્ર ભરત (ઉં.64) તે ગીરીશભાઈ, મહેશભાઈ, નરેશભાઈ તથા રમાબેન, સંધ્યાબેન (અમરેલી)ના ભાઈનું તા.રનાં અવસાન થયું છે. સાદડી બગસરા મુકામે તા.પનાં સાંજે પ થી 6 ભાનુમતી ભાસ્કરરાય પંડયા અમરપરા ડૉ.રાઠોડ સાહેબની હોસ્પિટલ પાછળ છે.

પડઘરી: ફકરૂદીનભાઈ કમરૂદીનભાઈ (ગેંડલવાળા) તે મ.ફીદાહુસેન કમરૂદીન (ગોંડલ), બતુલબેન મોઈઝભાઈ (પુના)ના ભાઈ, કુતુબભાઈ, કનીજાબેન અલીહુસેન (બગસરા)ના પિતાશ્રી, નસીમબેન હીરાણી, સૈફુભાઈ બુરહાનભાઈના કાકાનું પડઘરી મુકામે અવસાન થયુ છે. જીયારતના સીપારા તા.4નાં બપોરે 1ર કલાકે કોટક શેરી, વ્હોરા મસ્જીદ પડધરી ખાતે છે.

વાંકાનેર: જોગજતી હનુમાન ગુફાના મહંતશ્રી પ્રભુદાસબાપુના માતુશ્રી રંભીબેન સામતભાઈ મુંધવાનું તા.1ના અવસાન થયું છે. બેસણુ તા.4નાં સાંજે 4 થી 6 જોગજતી હનુમાન ગુફા, રામટેકરી, વીશીપરા-દામલપર રોડ, વાંકાનેર છે.

વાંકાનેર: પરજીયા રાજગોર સમાજના પ્રમુખ ઠાકરશીભાઈ ભુરાભાઈ પંડયાના પત્ની કાશીબેન (ઉ.6ર)તે હરેશભાઈ, મહેશભાઈ (મયાભાઈ), જયેશભાઈ પંડયાના માતુશ્રી, સ્વ.રામજીભાઈ હાજાભાઈ મઢવીના દીકરીનું તા.રનાં અવસાન થયું છે. બેસણુ તા.પનાં સાંજે 4 થી 6 રાજગોર સમાજની વાડી, ભાટીયા સોસાયટી, વાંકાનેર છે.

રાજકોટ: જૂનાગઢ નિવાસી ચેતનભાઈ નરશીભાઈ ખારેચા (ઉ.પપ) તે સ્વ.જીતેન્દ્રભાઈ ખારેચાના મોટાભાઈ, વિરલ, નેહા, શ્રુતિના પિતા, પ્રવિણાબેન એમ.પંચાસરા (પોરબંદર), કિરણબેન સી. સોલંકી (મુંબઈ), ભાવનાબેન આર. બકરાણીયા (રાજકોટ), લતાબેન બી. પંચાસરા (તાલાળા)ના ભાઈ, કિશનભાઈ વડગામા, પ્રભુદાસભાઈ તથા જયેશભાઈ વડગામાના બનેવીનું તા.રનાં અવસાન થયું છે. બેસણુ તા.4નાં સાંજે 4 થી 6 ગુર્જર સુથાર વિશ્વકર્મા સમાજ જ્ઞાતિની વાડી, ગીરનાર દરવાજા, જૂનાગઢ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક