જામનગર:
કીર્તિકુમાર ભગવાનજીભાઇ વોરા (ઉં.78) તે સ્વ. ભગવાનજીભાઇના પુત્ર, સ્વ. વિનોદરાયના
નાના ભાઇ, સુરેખાબેનના પતિ, દીપાલીબેન અને વિશાલના પિતાશ્રી, ઉમંગકુમારના સસરા, જીત,
ક્રિનાના નાના, મેનાબેન, નિર્મળાબેન, મંજુલાબેન, સ્વ. ઇન્દુબેનના નાનાભાઇ, ફોફરિયા
હરસુખલાલ મુલચંદના જમાઇનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું તા.24ના સવારે 8-45 વાગ્યે
મોટા ઉપાશ્રય ચાંદી બજાર જામનગર છે. લૌકિક વ્યવહાર બંધ છે.
રાજકોટ:
સ્વ.દુર્લભજીભાઈ જેરામભાઈ પાટડિયાના પત્ની અરુણાબેન (ઉં.79) તે જ્યોતિબેન, અનીલભાઈ,
પ્રવિણાબેન, મીતાબેન, વંદનાબેન, વિશાલભાઈનાં માતુશ્રી, નિશીત, આદીત્ય, રીતેશ, ભાવિન,
મોહીનીના દાદી, સોની ચમનલાલ ચતુરદાસ આદેસરા (અમદાવાદ)નાં દીકરીનું તા.ર1ના અવસાન થયું
છે. તા.રપના બપોરે 4થી 6 સત્સંગ હોલ, જાગનાથ મંદિર, યાજ્ઞિક રોડ રાજકોટ છે.
જૂનાગઢ:
મૂળ જૂનાગઢ હાલ રાજકોટ રહેતા ભાલચંદ્રભાઈ હરેન્દ્રરાય વૈદ્ય (ઉં.90) (પંજાબ નેશનલ બેંક)
તે સ્વ.બાળાબેનના પુત્ર, હંસાબેનના પતિ, આરતીના પિતા, સ્વ.અનસુયાબેન અરવિંદરાય પોટા
તથા હર્ષકાંતભાઈ (સેન્ટ્રલ બેંક) અને બીપીનભાઈ (પંજાબ નેશનલ બેંક)ના ભાઈનું તા.ર0ના
અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર4ના સાંજે 4.30થી પ.30 સોમનાથ મહાદેવ મંદિર, 1-સમર્પણ
સોસાયટી, ન્યુ એરા સ્કૂલ પાસે, રૈયા રોડ, રાજકોટ છે.
રાજકોટ:
ગુર્જર ક્ષત્રિય કડિયા મૂળ મેઘપર નિવાસી હાલ રાજકોટ ચંદુભાઈ રામજીભાઈ ટાંક (ઉં.6પ)
તે શૈલેષભાઈના ભાઈ, હેમાંશુભાઈ, ગૌરવભાઈના પિતાશ્રીનું તા.રરના અવસાન થયું છે. બેસણુ
તા.રપના સાંજે 4થી 6 ન્યુ ગોપવંદના સોસાયટી-ર, શ્યામ હોલ સામે, રાજકોટ છે.
રાજકોટ:
કમીગઢ તા.જિ.અમરેલી નિવાસી સંદીપભાઈ કિકાણી (ઉં.4ર) તે સ્વ.દલપતભાઈ ઘુસાભાઈ કિકાણીના
પુત્ર, સ્વ.કિશોરભાઈનાં ભત્રીજા, અમિતાબેનના પતિ, મીરભાઈ, સાક્ષીબેનના પિતાશ્રી, આશિતભાઈ
(નવસારી), અભિષેકભાઈ (કેનેડા)ના ભાઈનું તા.ર3ના અવસાન થયું છે. બેસણુ તા.રપના સવારે
8થી પ કમીગઢ, તા.જિ.અમરેલી છે.
રાજકોટ:
સોની જયંતીલાલ રાણપરા (ઉં.76) તે સ્વ.સોની માવજીભાઈ હરજીવનદાસ રાણપરા ટંકારા વાળાના
પુત્ર, ચંદ્રેશ, હીનાના પિતાશ્રી, અમદાવાદ નિવાસી સોની કાંતિલાલ નાથાલાલ માંડલિયાના
જમાઈનું તા.રરના અવસાન થયું છે. બેસણું તા.રપના સવારે 10.30થી 1ર રામનાથપરા વાઘેશ્વરી
વાડી નં.3 ખાતે છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ગાંધીનગર:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ હર્ષાબેન નૈષધભાઈ દવે (ઉં.પ8) તે નૈષધભાઈ નલિનકાન્ત
દવેના પત્ની, હર્ષ દવેના માતુશ્રી તથા સ્વ.હર્ષદાબેન યશવંતભાઈ પાઠક (સુઘડ), રેખાબેન
કિરીટભાઈ દવે (બોપલ), મહેશભાઈ અને યોગેશભાઈ દવે (રાજકોટ)ના ભાભી તથા સ્વ.શાત્રી નિર્ભયભાઈ
ઓધવજીભાઈ મહેતા (બાબરા)ના દીકરીનું તા.ર3ના અવસાન થયું છે. તા.રપને સોમવારે સાંજે
4થી 6 કોમન પ્લોટ, કીર્તિ ધામ સોસાયટી, મુ.વાવોલ ગાંધીનગર ખાતે રાખેલ છે. મો.નં.
9574317939, 9723125710.
રાજકોટ:
ઔ.સ.ઝાલાવાડી બ્રાહ્મણ હડિયાણા ચોવીસી મૂળ ટંકારા હાલ રાજકોટ કિરીટભાઈ ચંદુલાલ ઠાકર
(ઉં.80) તે સ્વ.દેવશંકરભાઈ, સ્વ.કાંતિભાઈ, સ્વ.અનંતભાઈ, વસંતભાઈ (સ્ટુડિયો રત્નદીપ),
રમેશભાઈ, દિવ્યાબેન રાવલ, ભદ્રાબેનનાં ભાઈનું તા.ર1ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું
તા.રપના 4થી પ તુલશેશ્વર મહાદેવ મંદિર, 1પ0 ફૂટ રીંગ રોડ, રાધે હોટલવાળી શેરી, રૈયા
ટેલિફોન એક્ષચેંજની બાજુમાં, તુલશીપાર્ક શેરી નં.1 રાજકોટ છે.