• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

avsan nondh

જૈન ધર્મના પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજનું નિધન : આજે અંતિમયાત્રા

ભાવનગર, તા.ર3: તપાગચ્છાધિરાજ આચાર્ય વિજયરામચંદ્ર સુરીશ્વરજી મહારાજનાં વિશાળ સાધુ-સાધ્વી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ આજે સાંજે સ્વસ્થતા અને સમાધિપૂર્વક મુંબઈ મુલુંડમાં સ્વર્ગવાસી બનતાં જૈન સમાજમાં શોક છવાયો છે.

તેઓ સૌરાષ્ટ્રનાં ગાધકડાના વતની હતા. માત્ર 8 વર્ષની વયે એમના પિતાશ્રીએ એમને જૈન સાધુતાની દીક્ષા અપાવી હતી. ત્યાર બાદ પિતા-માતાએ પણ દીક્ષા લીધી હતી. આચાર્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ આ.શ્રી. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની કૃપા મેળવી હતી. આજથી 14 વર્ષ પૂર્વે પાલીતાણામાં જ સમસ્ત સમુદાયે અમેને ગચ્છાધિપતિપદે આરૂઢ કર્યા હતા. એમના શાસનકાળમાં આશરે 1300માંથી સાધુ-સાધ્વી સમુદાયે ર000નો આંક પાર કર્યો અને 400 વર્ષ બાદ તપાગચ્છમાં નવો વિક્રમ સ્થપાયો હતો. તા.ર4નાં મુલુંડ-મુંબઈ ખાતે એમના પુણ્યદેહની અંતિમયાત્રા નીકળશે. ભારત અને વિદેશોમાંથી જૈન સંઘો અને મહાનુભાવોના શોક-સંદેશાઓ આવી રહ્યા છે.

 

વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઈ મોદીના પુત્ર નિલેશભાઈનું અવસાન : કાલે બેસણું

વાંકાનેર: મૂળ દેવભૂમિ લાંબાગામ નિવાસી હાલ વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઈ આણંદજીભાઈ મોદીના પુત્ર નિલેશભાઈ (ઉં.52)નું રાજકોટ ખાતે અવસાન થતાં વાંકાનેર લોહાણા સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. સ્વ.િનલેશભાઈ ખૂબ માયાળુ સ્વભાવના હતા. તેઓ પોતાની પાછળ પત્ની શોભનાબેન, પુત્ર યશ, પુત્રી ધ્રુવિ તથા ભાઈ કલ્પેશભાઈ, લાલાભાઈને વિલાપ કરતા છોડી ગયા છે. બેસણું તા.24ના સાંજે 4થી 5-30, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાટિયા સોસાયટી, વાંકાનેર છે. મો.નં.97732 50064.

 

 

 

ચક્ષુદાન

રાજકોટ: યશદીપ મહેશભાઈ પારેખનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 619મું ચક્ષુદાન થયેલ છે.

રાજકોટ : કૃષ્ણકુમાર અમૃતલાલ ગણાત્રા (ઉં.76) તે સ્વ.અમૃતલાલ દેવચંદભાઈ ગણાત્રા, મોરબીવાળાના પુત્ર, પલકબેન (પુષ્પાબેન)ના પતિ, શિવમભાઈના પિતાશ્રી, ટંકારવાળા સ્વ.િવઠ્ઠલદાસ બી.જોબનપુત્રાના જમાઈનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું (બન્ને પક્ષનું) તા.25ના સાંજે 5 વાગ્યે, “લોટસ રેસિડેન્સી”, આગમન હોસ્પિટલની સામે, ન્યૂ એરા સ્કૂલની બાજુમાં, લીંબુડીવાડી, રૈયા રોડ પાસે, રાજકોટ છે. લૌકિક પ્રથા બંધ છે.

રાજકોટ: કાનજીભાઈ પોપટભાઈ સેંજરીયા (ઉ.80) તે અરવિંદભાઈ તથા અશ્વિનભાઈના પિતાશ્રી, સ્મિત અને કુનાલના દાદાનું તા.ર3ના અવસાન થયું છે. બેસણુ તા.રપનાં સવારે 8.30 થી 10.30 એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનિટી હોલ, એસ્ટ્રોન સોસાયટી, રાજકોટ છે.

માણાવદર: સ્વ.િત્રભોવનદાસ જેરામદાસ સુખાનંદીના પુત્ર હિતેશભાઈ (ઉ.પ1) તે મુકેશભાઈના નાનાભાઈ, દેવ, ક્રિષ્નાના પિતાશ્રીનું તા.ર3ના અવસાન થયું છે. બેસણુ શનિવારે તા.રપનાં સવારે 8 થી પ તેમના નિવાસ સ્થાને શેરી નં.પ, દિવાનપરા, માણાવદર છે.

વેરાવળ: શૈલેષભાઈ રમણલાલ વોરા તે વોરા જૈનદાસ રામચંદ ચા વાળાના પુત્ર, હર્ષાબેનના પતિ, કશ્યપના પિતાશ્રીનું તા.ર3નાં અવસાન થયું છે. સાદડી તા.ર4ને સાંજે 4 થી પ અવસર વાડી, ચાર ચોક ખાતે છે.

રાજકોટ: દશા મોઢ માંડલીયા નિવૃત્ત જજ ધીરજલાલ હંસરાજભાઈ મુછાળા (ઉ.8પ) તે સ્વ.ભરતભાઈ મુછાળા અને દિલીપભાઈ મુછાળા (ધારી)ના મોટાભાઈ, અશ્વિનભાઈ પટેલ, કિરિટભાઈ પટેલના મામા, મહુવાવાળા નયનભાઈ નાણાવટીના બનેવીનું તા.ર3નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણુ તા.રપનાં સાંજે 4 થી 7 શનિવારે મો.નં.78786 31055.

પોરબંદર: પુષ્પાબેન હંસરાજભાઈ સવજાણી (ઉ.9ર) તે દિનેશભાઈ, સંજયભાઈ, ભરતભાઈ, અલ્કાબેન અતુલભાઈ વડેરાના માતુશ્રી, જામસખપુરવાળા સ્વ.પ્રેમજીભાઈ કરશનભાઈ રાયચુરાના પુત્રીનું તા.ર3નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર4નાં 3.30 થી 4 લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે. પીયરપક્ષની સાદડી પણ સાથે છે.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી વડિયા નિવાસી હાલ રાજકોટ પ્રતિમાબેન વિનોદરાય જોષી તે વિનોદરાય રામશંકર જોષીના પત્ની, મેહુલભાઈ, મયંકભાઈ, નિશાબેન વાસુદેવભાઈ ઠાકરનાં માતુશ્રીનું તા.ર3ના અવસાન થયું છે. બેસણુ તા.રપનાં સાંજે 4 થી 6 ૐ એપાર્ટમેન્ટ, વાણીયાવાડી મેઈન રોડ, મારકણા હોસ્પિટલની બાજુમાં, રોશની માર્કેટની સામે, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

રાજકોટ: લુહાર લલીતાબેન (ઉ.88) તે સ્વ.નાથાલાલ મગનલાલ કારેલીયાના પત્ની, દિનેશભાઈ, જીતેન્દ્રભાઈ, જયેશભાઈ, અજયભાઈ અને દક્ષાબેન અજયકુમાર સિદ્ધપુરાનાં માતુશ્રી, નીરવભાઈ, પ્રતિકભાઈ, ગૌરવભાઈ અને દર્શિલભાઈનાં દાદીનું તા.ર3નાં અવસાન થયું છે. બેસણુ તા.ર4નાં સાંજે 4 થી 6 ગંગેશ્વર મહાદેવ મંદિર, ટાગોર નગર મેઈન રોડ, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ સામે, રાજકોટ છે.

પોરબંદર: સારસ્વત બ્રાહ્મણ ચંપાગૌરી દિલસુખરાય કનૈયા (ઉ.8ર) તે સ્વ.અનિલભાઈ, ધર્મેન્દ્રભાઈ, હિતેશભાઈ, દીપેનભાઈ, ભાવિનભાઈ અને જાગૃતિબેન રમાકાંત જોષી (સામનાણી-ઓખા)ના માતુશ્રીનું તા.રરનાં અવસાન થયું છે. ઉઠમણુ તા.ર4નાં 4.1પ થી 4.4પ લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોનું સંયુક્ત છે.

કાલાવડ શીતલા: મચ્છુ કાઠિયા સઈ સુથાર નાથાભાઈ હીરજીભાઈ સોલંકી (ઉ.8પ) તે રાજેશભાઈ, ધર્મેશભાઈ, મહેશભાઈ, ક્રિષ્નાબેન અશોકકુમાર પરમારનાં પિતા, જયપાલ, મેહુલ, ધારાબેન પુનિતકુમાર ચાવડાના દાદા, સ્વ.રમેશભાઈ, સ્વ.લલિતભાઈ, ભુપતભાઈના મોટાભાઈનું અવસાન થયું છે. ઉઠમણુ તા.ર4નાં સાંજે 4 થી પ સસરા પક્ષની સાદડી સાથે કલ્યાણેશ્વરપરા, કાલાવડ, શીતલા ખાતે છે.

ઉપલેટા: સ્વ.ઈન્દુબેન જયંતીભાઈ ફંગળા (ઉ.84) તે અશોકભાઈના માતુશ્રી, જય, ચીરાગ અને યશના દાદીનું તા.ર3નાં અવસાન થયું છે. બેસણુ તા.ર4નાં બપોરે 4 થી 6 દ્વારકાધીશ સોસાયટી, નિલકંઠ મહાદેવ મંદિરે છે.

રાજકોટ: ઔદિચ્ય સહત્ર ચિભડિયા બ્રહ્મસમાજનાં મુળ ચિભડાના હાલ રાજકોટ મંજુલાબેન રમેશચંદ્ર ત્રિવેદી (ઉ.7પ) તે સ્વ.રમેશચંદ્ર જગન્નાથભાઈ ત્રિવેદી (પીએસઆઈ)ના પત્ની તથા સ્વ.કાન્તીલાલના નાનાભાઈના પત્ની, સ્વ.હરેશભાઈના ભાભી, અભયભાઈ, હેતલબેન દીપકકુમાર જોષી (િવસાવદર), સોનલબેન મનિષકુમાર ભટ્ટ (ભચાઉ), હીનાબેન મહેશકુમાર જોષી (રાજકોટ), કાજલબેન મિહિરકુમાર ભટ્ટ (અમદાવાદ)ના માતુશ્રી તથા ઉર્જાના દાદી, સ્વ.કરસનભાઈ કાનજીભાઈ જાની (ગીગાસણ)ના દીકરી, સ્વ.રામશંકરભાઈ, વજેશંકરભાઈ, ફુલશંકરભાઈના બહેનનું તા.રરના અવસાન થયું છે. બેસણુ તા.રપનાં સાંજે 4 થી 6 હેતલ, સ્વામિનારાયણ ચોક, માલવીયા કોલેજ પાછળ, રાજકોટ છે.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ, મૂળ વતન રાણપુર (ચુડા), હાલ જૂનાગઢ કિરીટભાઈ જશુભાઈ દવે તે રશ્મિબેનના પતિ, ભારતભાઈ, ચૈતાલીબેન, વિજેતાબેનના પિતાશ્રી, અશ્વિનભાઈનાં લઘુબંધુ, નીતિનભાઈના જયેષ્ઠ બંધુ, પિયુષભાઈ, રાજેશભાઈ દલપતરાય દવેના જયેષ્ઠ બંધુ, શૈલેષભાઈ જાની, પિયુષભાઈ પબાની, શ્રેયાબેન ભારતભાઈના સસરાનું તા.ર1નાં જૂનાગઢ ખાતે અવસાન થયું છે.

રાજકોટ: સ્વ.મનજીભાઈ ભગવાનજીભાઈ ડાભીના પુત્ર મહેશભાઈ (ઉ.પ7) તે સ્વ.િકશોરભાઈ, અશોકભાઈ, ગીતાબેન પ્રવિણભાઈ કંડોલીયા (સુરેન્દ્રનગર), શારદાબેન ભનુભાઈ મકવાણા (બેંગલોર)ના ભાઈ, હિરેન, વિશ્વાના પિતાશ્રી, ભલાભાઈ શામજીભાઈ શરમાળી (ગોંડલ)ના જમાઈનું તા.રરનાં અવસાન થયું છે. બેસણુ તા.ર4નાં સાંજે 4 થી પ.30 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે. મો.નં.91046 49064, 98984 26505.

રાજકોટ: જ્યોત્સનાબેન મનહરલાલ ડોલાસીયા (ઉ.7પ) તે ભરતકુમાર ડોલાસીયાનાં માતુશ્રી, સુષ્માબેનના સાસુ, ચિ.ડૉ.વાસવી, નિસર્ગના દાદીનું તા.ર3નાં અવસાન થયું છે. બેસણુ, પિયરપક્ષની સાદડી તા.રપનાં સાંજે 4 થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, જીવનગર, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્યોત્સનાબેન દિનકરરાય દવે તે સ્વ.િદનકરરાય હરીશંકર દવેના પત્ની, જયકિશન ડી. દવેના માતુશ્રીનું તા.ર3નાં અવસાન થયું છે. બેસણુ તા.રપનાં સાંજે 4 થી પ.30 ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે. મો.નં. 94262 16348, 93766 08978.

 

રાજકોટ: ઔદિચ્ય સહત્ર ચીભડિયા બ્રહ્મસમાજના મૂળ વિસાવદર હાલ રાજકોટ અનિરુદ્ધભાઈ ભટ્ટ (ઉ.81) તે સ્વ.વ્રજલાલભાઈ દેવશંકરભાઈ ભટ્ટના પુત્ર, મનહરભાઈ, સ્વ.જયેષ્ઠભાઈના નાનાભાઈ, સ્વ.ધનસુખભાઈ, ઓમપ્રકાશભાઈના મોટાભાઈ, જયશ્રીબેન ભાવેશભાઈ મહેતા, પ્રદિપભાઈના પિતાનું તા.રરનાં અવસાન થયું છે. બેસણુ તા.ર4નાં સાંજે 3 થી પ.30 રૈયા રોડ, ચંદ્રમૌલેશ્વર મંદિર, જાની વાડી પાસે, ચંદન પાર્ક મેઈન રોડ, રાજકોટ છે.

રાજકોટ: સતીષભાઈ નાનાલાલ શાહ (એસબીઆઈ) (ઉં.77) તે સ્વ.શશિભાઈનાં નાના ભાઈ, સ્વ.િદનેશભાઈ (બીઓબી)નાં મોટાભાઈ, પ્રતિક, ઋષિતાનાં પિતાશ્રીનું તા.ર3નાં અવસાન થયું છે. બેસણુ, પ્રાર્થનાસભા તા.ર4નાં સવારે 10 થી પારસધામ દેરાસર કાલાવડ રોડ ખાતે છે.

ગઢડા (સ્વામીના): સ્વ.શાંતિલાલ જગજીવનદાસ જોષીનાં પુત્ર દિપકભાઈ (હાલ રાજકોટ) તે રેણુકાબેનના પતિ, બ્રિજેશ (કાનો), વિશાલ (ગોટો), રચનાબેન અમિતકુમાર પંડયા (ઢસા)ના પિતાશ્રી, મોટા સુરકા નિવાસી સ્વ.પંડયા ડાહ્લાલાલ ગીરજાશંકરના જમાઈ, સ્વ.પંડયા હસમુખભાઈ, પ્રફુલભાઈ, ભરતભાઈના બનેવી, સ્વ.રજનીકાંત, સ્વ.પ્રકાશભાઈ, કિશોરભાઈ, ધનીબેન નટવરલાલ દવે (જૂનાગઢ), નિર્મળાબેન ભુપતરાય રાવલ (ગઢડા), ઈલાબેન અનંતરાય ત્રિવેદી (રામપરા બરવાળા)ના ભાઈ, કિશન, ઋષિ, સીમા આદિત્ય કુમાર જોષી (િશહોર), પૂજાબેન તેજસકુમાર પંડયા (રાજકોટ), અનમોલબેનના દાદાનું તા.ર3નાં અવસાન થયું છે. બેસણુ તા.રપનાં બપોરના 3 થી 6 તેમના નિવાસ સ્થાને રાજકોટ પિયર પક્ષની સાદડી સાથે શ્રદ્ધા સોસાયટી, શેરી નં.4, બાપા સીતારામ ચોક, શ્યામ હોલ પાસે, નહેરુનગર 80 ફૂટ રોડ, રાજકોટ છે.

ગોંડલ: દિવાળીબેન સવજીભાઈ ગલોરીયા (ઉ.8પ) તે અશોકભાઈ, ગીરધરભાઈનાં માતુશ્રી, હાર્દિકભાઈનાં દાદીનું તા.ર3નાં અવસાન થયું છે. બેસણુ તા.રપનાં સાંજે 4 થી 6 ઉદ્યોગનગર હોલ, ઉદ્યોગનગર, ગેંડલ છે.

બોટાદ: તણસા હાલ બોટાદ ગૌસ્વામી પુષ્કરગિરી ધનગિરીનાં મોટા દિકરા રાકેશગિરી (ઉ.48), કલ્પેશગિરીનાં મોટાભાઈ, વલભીપુર નિવાસી સ્વ.નટવરપરી અમૃતપરીનાં જમાઈ, દેવેનગિરિ તથા સિદસર નિવાસી મિતલબેન પ્રશાંતગિરિનાં પિતાશ્રી, ચેતનાબહેન મેહુલપરી (રાજકોટ)ના ભાઈ, સ્વ.કૈલાસગિરી, સ્વ. અનોપગિરિ, ઓમકારગિરિ (તણસા-વાવડી)નાં ભત્રીજા, ભીખુગિરિ કંસગિરિ (દુધાળા)નાં ભત્રીજાનું તા.ર3નાં અવસાન થયું છે. બેસણુ તા.રપનાં સવારે 9 થી સાંજના પ સુધી બોટાદ તેમના નિવાસ સ્થાને છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025