• શનિવાર, 26 એપ્રિલ, 2025

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: પ્રવીણચંદ્ર ગોકળદાસ રાઠોડનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 658 મું ચક્ષુદાન થયેલ છે.

પોરબંદર: કાશીબેન ભગવાનજીભાઇ મદલાણી (ઉં.86)તે જ્યોતિબેન રાજાણી, રેખાબેન પાંઉ અને સુરેશભાઇ ભગવાનજીભાઇ મદલાણીનાં માતુશ્રી, કોમલ લાખાણીના નાનીમાનું અવસાન થતા તીરૂપતી ચેરીટેબલ ટ્રસ્ટના જોઇન્ટ સેક્રેટરી શ્રી સંદીપભાઇ કિશોરભાઇ માંડવિયા અને મદલાણી પરિવારે તરત જ ડો. નીતિન પોપટ અને આનંદભાઇ રાજાણીને ચક્ષુદાન માટે બોલાવી સ્વ. કાશીબેનનાં અમૂલ્ય ચક્ષુનું દાન આપી પૂણ્યનું કાર્ય કર્યુ હતું. ચક્ષુદાન માટે સર્જન પરિવાર નીતિન પોપટ- મો. (9426241001/ 93280 66868)નો સંપર્ક સાધવા જણાવ્યું છે.

 

 

રાજકોટ: ગુર્જર સુતાર લીલાવંતીબેન નાનાલાલ વડગામા (ઉ.80) તે નાનાલાલ વાલજીભાઈ વડગામાના પત્ની, મયુરભાઈ, કિશોરભાઈ, રેખાબેન અનિલકુમાર વઘાડીયા, ઉષાબેન નરેન્દ્રકુમાર ગોરેચા (જામનગર)ના માતુશ્રી, સાગરભાઈ, મોહિતભાઈના દાદીમા, સ્વ.વસંતબેન મનસુખલાલ વડગામા (અમદાવાદ), મંજુલાબેન દામજીભાઈ દુદકિયા (રાજકોટ), સ્વ.શાંતિલાલ વશરામભાઈ અંબાસણા (અમદાવાદ)ના બહેન, સ્વ.વશરામભાઈ ડાયાભાઈ અંબાસણા (જામનગર)ના દીકરીનું તા.ર3ના અવસાન થયું છે. બેસણુ તા.ર7નાં સાંજે પ-00 થી 6-00 રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ છે.

રાજકોટ: દશા મોઢ માંડલિયા વણિક અનસુયાબેન ચંદુલાલ પટેલ (ઉ.78)નું તા.ર4ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.રપને સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાન ‘િગરિરાજ’, કોટેચાનગર-8, આશુતોષ હોસ્પિટલ સામેની શેરી, અમીન માર્ગ, રાજકોટથી નિકળશે.

વેરાવળ: જયાબેન રમણીકલાલ ગદા (ઉ.9ર) તે સ્વ.જેરામ વાલજીભાઈ ગદાના પુત્રવધુ, નારણદાસ જેરામભાઈ ગદાના ભાભી, નરેન્દ્રભાઈ (પીપલ્સ બેંકવાળા), મહેન્દ્રભાઈ, ભરતભાઈ, અશોકભાઈ (િકસ્મત સ્ટોર), રીટાબેન જીતેન્દ્રભાઈ રૂઘાણીના માતુશ્રી, સ્વ.ભીમજીભાઈ ડાયાભાઈ ભીમજીયાણી (અમરેલી)ના દીકરીનું અવસાન થયું છે. ઉઠમણુ તા.ર7નાં સાંજે 4 વાગ્યે, બીલેશ્વર મંદિર, ડાભોર રોડ, વેરાવળ છે.

રાજકોટ: દામનગર નિવાસી હાલ રાજકોટ સ્વ.જીતેન્દ્રભાઈ ચંદુલાલ અજમેરા તે શિલાબેનના પતિ, સ્વ.જીમીશભાઈ તથા રિદ્ધિબેનના પિતાશ્રી, સ્વ.ધનુભાઈ, સ્વ.નવીનભાઈ, સ્વ.જયેશભાઈ તથા કોકીલાબેન, ભારતીબેનના ભાઈ, તન્વીબેન, પારસભાઈ શાહના સસરા, જશ અને ભવ્યના દાદા, હરિશભાઈ (અમદાવાદ), જયકાંતભાઈ (બેંગલોર) તેમજ રીટાબેનના બનેવીનું તા.ર4નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.ર7ના સવારે 10 થી 10.30 શેઠ ઉપાશ્રય, જૈન સંઘ, પ્રસંગ હોલની પાછળ, ચિત્રલેખા એપાર્ટમેન્ટની બાજુમાં, 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: વસંતરાય બાલાશંકર જાની (બેંક ઓફ બરોડાવાળા) તે ચંદાબેન જાનીના પતિ, પ્રભાબેન ભૂપતરાય જોષી, જનકબેન દિનેશ દવેના ભાઈ, અર્ચના વિપુલ જોષી, ધારા કેતન વ્યાસ, વૈશાલી આશિષ ત્રિવેદીના પિતાનું તા.ર3ના અવસાન થયું છે. બેસણુ તા.ર7ના સાંજે 4.30 થી 6.30 જાગનાથ મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

જામનગર: મીઠાપુર નિવાસી હેમચંદ માણેકચંદ મહેતાના પુત્ર હેમેન્દ્રભાઈ (મહેતા બ્રધર્સ)ના પત્ની, કિર્તીદાબેન (ઉ.6ર) તે વિમલ, કૃતિના માતુશ્રી, વિધિ, ઋષભ સુતરીયાના સાસુ, સ્વ.શશીકાંતભાઈ, પ્રફૂલભાઈ, પ્રકાશભાઈના નાનાભાઈના પત્ની, સ્વ.નવલચંદભાઈ ભગવાનજી વોરાના દિકરીનું તા.ર4નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.રપનાં સવારે 10.30 કલાકે અમૃવાડી, નાગનાથ ગેટ, જામનગર છે.

રાજકોટ: અજીતસિંહ માધવસિંહ રાઠોડ (ઉં.60)નું તા.ર3નાં અવસાન થયું છે. બેસણુ તા.ર7નાં સાંજે 4 થી 6 અલકેશ્વર મહાદેવ મંદિર, અલકાપુરી સોસાયટી 1, રૈયા રોડ, રાજકોટ છે.

ભુજ-કચ્છ: રજનીકાંત પ્રતાપરાય ઓઝા (ઉં.76) તે બિન્દ્રાના પિતા, નિમેષ રજનીકાંત ત્રિવેદીના સસરા, જશ, જાહ્નવીના નાના, સ્વ.ભરતકુમાર, સ્વ.િનરંજનભાઈ, સ્વ.િકરીટભાઈના ભાઈનું તા.23ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક