રાજુલા:
હુસેનભાઈ બચુભાઈ કલાણિયાના પત્ની મ.રાજુબેન હુસેનભાઈ કલાણિયા (ઉં.70) તે મ.ભીખાભાઈ
તથા રહીમભાઈના ભાઈના પત્ની, ઈરફાનભાઈ તથા સલીમભાઈના વાલિદા, અલ્લારખાભાઈ ઉમરભાઈ સૈયદ
(જેસર)ના દીકરી, હારૂનભાઈ ભીખાભાઈ તથા રજાકભાઈના કાકી, ગફારભાઈ કાસમભાઈ વકાત (જેસર),
નિઝામભાઈ કાળવાતર (સુંદરણ)ના સાસુનું તા.ર7ના અવસાન થયું છે. કુરાનખાની તા.ર9ના અસરબાદ
ભાઈઓ માટે મદીના મસ્જિદ, બાબરિયાધાર તેમજ બહેનો માટે નિવાસ સ્થાને પ વાગ્યે છે.
રાજકોટ:
લાલપુર નિવાસી ગીરીનારાયણ બ્રાહ્મણ એડવોકેટ શ્રી જગદીશચંદ્ર ગિરધરલાલ પુરોહિત (ઉં.89)
(પૂર્વ જિલ્લા સરકારી વકીલ) તા.ર6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર9ના સવારે 10થી
11 જૈન સમાજ વાડી, એસબીઆઈ બેંક સામે, લાલપુર છે. જામનગર મુકામે પ્રાર્થનાસભા પાબારી
હોલ ખાતે તા.ર9ના સાંજે 4થી 4.30 રાખેલ છે.
મોરબી:
ગોસાઈ લહેરગીરી મનગીરી (ઉ.6ર) તે વિજયગીરી (શક્તિ પુજન આચાર્ય)ના પિતાનું તા.ર7ના અવસાન
થયું છે. બેસણુ તા.ર9નાં સાંજે 4થી 6 તેમના નિવાસ સ્થાન હરીઓમ પાર્ક ગામ ઘૂંટું ખાતે
છે.
સાવરકુંડલા:
પ્રવિણાબેન દિલીપભાઈ ડોડિયા (ઉં.49) તે દિલીપભાઈ પ્રાગજીભાઈ ડોડીયાના પત્નીનું તા.ર4ના
અવસાન થયું છે. બેસણું તા.ર8ના સાંજે 4થી 6 ચંદુભાઈ ડોડિયાના નિવાસી સ્થાન શ્રમજીવી
નગર રેલવે ફાટકની પાછળ, રામાપીરનાં મંદિરની આગળ સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
જેન્તીભાઈ મીઠાભાઈ ઉનાવા (ઉં.68) તે હસુભાઈ સ્વ.ડૉ.જસભાઈ, નિકુલભાઈના પિતાશ્રીનું તા.ર6નાં
અવસાન થયું છે. બેસણું તા.ર8ના સાંજે 4થી 7 તેમના નિવાસ સ્થાને શ્રદ્ધા સોસાયટી, જેસર
રોડ, સાવરકુંડલા છે.
રાજકોટ:
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રાજકોટ નિવાસી હર્ષદભાઈ શિવપ્રસાદ રાવલ (ઉં.79) તે મેઘાબેન,
નૈમિષભાઈ રાવલના પિતાશ્રી, સ્વ.પ્રફુલભાઈ, કિશોરભાઈ, સ્વ.મહેશભાઈ, દિપકભાઈના ભાઈ, ચંદ્રેશભાઈના
સસરાનું તા.ર6ના અવસાન થયું છે. બેસણું તા.ર8ના સાંજે પથી 6 ગંગેશ્વર મહાદેવ મંદિર,
ગાંધીગ્રામ, રાજકોટ છે.
ચલાલા:
દેવળા (તા.ધારી) નિવાસી નરેન્દ્રભાઈ લાભુભાઈ રૂપારેલીયા તે ઉદયભાઈના પિતાશ્રી, વિનુભાઈ,
નવલભાઈ, હરેશભાઈ, ભાનુબહેન જયંતિલાલ ખીમાણી અને જ્યોતીબહેન હિતેશ કુમાર કારિયાના ભાઈનું
તા.ર7ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી સાથે તા.ર9ના સાંજે 4થી 6 રૂપારેલીયા પરિવારની
વાડી, દેવળા છે.
જૂનાગઢ:
વિજયભાઈ રતિભાઈ રાણીંગા (ઉ.56) તે અશ્વિનભાઈ અને દક્ષાબેનના લઘુબંધુ, સમય અને માનસીના
પિતા તથા સુરત નિવાસી પ્રવિણભાઈ નરોત્તમભાઈ કણજારાના જમાઈનું તા.26ના અવસાન થયું છે.
પોરબંદર:
ચુનીલાલ (સુનિલભાઈ) ભુપતલાલ સામાણી (ઉ.64)(મુળ અમીપુરવાળા) તેઓ પ્રણવ અને સન્ની (મહાદેવ
મોબાઈલ)ના પિતાશ્રીનું તા.25ના અવસાન થયું છે.
રાજકોટ:
ચંપકસિંહ સુરૂભા જાડેજા (ઉ.59) ગામ ખાંભા તે પ્રેમદીપસિંહના પિતાનું તા.26ના અવસાન
થયું છે. બેસણું તા.28ના સાંજે 4 થી 6, રામ મંદિર, પી.ડી.માલવિયા કોલેજ પાસે, ગોંડલ
રોડ, રાજકોટ છે.
રાજકોટ:
ગુર્જર ક્ષત્રિય કડિયા મુળ ગામ જાયવા હાલ રાજકોટ રહેવાસી ચેતનભાઈ હસમુખભાઈ ચોટલીયાના
પત્ની તૃપ્તિબેન (ઉ.45) તે મનન, હર્ષ, હરીના માતૃશ્રીનું તા.26ના અવસાન થયું છે. બેસણું
તા.28ના સાંજે 5 થી 7, રેલનગર, સાધુવાસવાણી કુંજ રોડ, જાનકી વાટીકા બીજા ગેટની સામે,
બાલાજી બંગ્લોઝ-4 છે.
કુકસવાડા:
ખોરાસા ગિરના નાનાલાલ અમરશી સોઢા (ઉ.92) તે નરોત્તમભાઈ, દિપકભાઈ, હરેશભાઈ તથા ચંદુભાઈના
પિતાશ્રી, શારદાબેન, સીતુબેનના ભાઈ, નિશા, નેહા, પૂજા, સંજુ, કૌશિકના દાદા, નાથાલાલ
સુંદરજી તન્ના (વેરાવળ)ના જમાઈ, સ્વ.વૃજલાલ નાથાલાલ અને સ્વ.રસીક નાથાલાલના બનેવીનું
તા.26ના અવસાન થયું છે. ઉઠમણું, સાદડી તા.28ના સાંજે 4 થી 6, પ્રજાપતિ સમાજ, ખોરાસા
(ગિર) ખાતે છે.
આમરણ:
મુળ આમરણ નિવાસી હાલ ચેમ્બુર (મુંબઈ) ગુર્જર સુથાર કસ્તુરબેન કુબેરભાઈ વિસાવાડિયા (ઉ.98)
તે લીલાધરભાઈ, હસમુખભાઈ, નીમુબેન (પુણે)ના માતુશ્રી, સ્વ.માધવજીભાઈ, ગણેશભાઈ, વનીતાબેનના
ભાભી, સ્મીતાબેન, હેતલબેન, મનીષાબેન, ભાવિકાબેન, વિશાલ, અંકિતાના દાદીમા, અંબાલાવાળા
સ્વ.ભવાનભાઈ લવજીભાઈ સુરેલીયાના પુત્રીનું તા.27ના મુંબઈ મુકામે અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.29ના સાંજે 4 થી 5-30, શ્રી ગુર્જર સુથાર વિશ્વકર્મા બાગ, 36/37 બજાજ રોડ, વિલેપાર્લા
(વેસ્ટ) મુંબઈ છે.
ચક્ષુદાન
રાજકોટ:
રસિકભાઈ વલ્લભભાઈ અનડકટનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 661મું ચક્ષુદાન થયેલ છે.
રાજકોટ:
મુળ જામનગરના હાલ રાજકોટ પ્રવિણાબેન બિપીનભાઈ હાથી, તે ગીતા બંકિમ ધોળકિયા, ઉમા સુનીલ
વોરા, ગાયત્રી રાજેશ દેસાઈ, રેખા હિરેન ઓઝાના માતૃશ્રીનું તા.26ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.29ના સાંજે 5 થી 6, હાટકેશ્વર મહાદેવ મંદિર, જામનગર ખાતે છે. સદગતના ચક્ષુઓનું ચક્ષુદાન
કરેલ છે.
રાજકોટ:
મેંદરડા નિવાસી હાલ રાજકોટ સ્વ.નગીનકુમાર નાથાલાલ બદાણીના પુત્ર કલ્પેશભાઈ (પિન્ટુભાઈ)(ઉ.46)
તે મુંબઈ ટ્રેડિંગ કંપનીવાળા યોગેશભાઈ (લાલાભાઈ)ના ભાઈ અને પ્રકાશચંદ્ર અમૃતલાલ સંઘવી
(જુનાગઢવાળા)ના જમાઈ, તૃપ્તિબેનના પતિ, વીરના પિતાશ્રી, સારિકાબેન બદાણી, ફાલ્ગુનીબેન
જસ્મીનભાઈ અજમેરાના બનેવી, દર્શન, હર્ષના કાકાનું તા.27ના અવસાન થયું છે. સ્વર્ગસ્થના
ચક્ષુઓનું દાન કરાયું છે.