• ગુરુવાર, 19 જૂન, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: ઔદિચ્ય સહત્ર ઝાલાવાડ બ્રાહ્મણ ભાવિન (ઉ.વ.32)તે પ્રકાશભાઇ રમણીકલાલ મહેતાના પુત્ર, સ્વ.કિરણભાઇ, રાજેશભાઇ, અતુલભાઇના ભત્રીજા, અંકિત અનિલભાઇ મહેતા તથા પ્રતિક રાજેશભાઇ મહેતાના (પિતરાઇ) ભાઇ અને સ્વ. નલિનભાઇ, સ્વ.રાજાભાઇ, જીતેન્દ્રભાઇ, પ્રફૂલભાઇ, મહેન્દ્રભાઇ નવિનચંદ્ર પંડયાના ભાણેજનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4-30 થી 6 પુરૂષેશ્વર મહાદેવ મંદિર, પુરૂષાર્થ સોસાયટી, ડીમાર્ટ પાછળ, હરીધવા મેઇન રોડ, રાજકોટ સ્વર્ગસ્થનું ચક્ષુઓનું ચક્ષુદાન કરાયું છે.

ટંકારા: સ્વ.લલિતાબેન કુંડાલીયા (ઉ.74) તે વસંતભાઈ ટપુભાઈ કુંડાલીયાના પત્ની, નિલેશભાઈ, જયેશભાઈનાં માતુશ્રીનું તા.9નાં અવસાન થયું છે. બેસણુ તા.1રનાં સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને પટેલનગર સોસાયટીમાં પિયરપક્ષનું બેસણુ સાથે રાખેલ છે.

જામનગર: વડનગરા નાગર  બ્રાહ્મણ મોરેશચંદ્ર વેણીલાલ પંડયા (ઉ.વ.94) (નિવૃત્ત રેલ્વે કર્મચારી) તે મંદાબેનના પતિ, ચેતનાબેન મોહજીતભાઈ ત્રિવેદી, રાજેશભાઈના પિતા, નિમિષાબેનના સસરા, મોક્ષાબેન આશિષભાઈ માંકડ (પીજીવીસીએલ)ના દાદાનું તા.9નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1રનાં સાંજે 6 થી 6.30 ભાઈઓ તથા બહેનો માટે વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામના મંદિર સામે, ભાનુશાળી વાડ, હવાઈ ચોક, જામનગર છે.

રાજકોટ: ધૈર્યબાળા જીતેન્દ્રભાઈ ત્રિવેદી (ઉ.87) તે સ્વ.જીતેન્દ્રભાઈ મગનલાલ ત્રિવેદીના પત્ની, દિલીપભાઈ કાન્તીભાઈ વ્યાસ (એડવોકેટ-ભાવનગર)ના બહેન, ધર્મેશભાઈ જીતેન્દ્રભાઈ ત્રિવેદી, સોનલ પીટર થોમસ (લંડન નિવાસી), કેશા સંજયભાઈ મેહતા (લંડન નિવાસી)ના માતુશ્રીનું તા.9નાં અવસાન થયું છે. ટેલીફોનિક બેસણુ તા.1રનાં સાંજે 4 થી 6 મો.નં.98252 56606 પર રાખેલ છે.

રાજકોટ: ટંકારાવાળા હાલ રાજકોટ ગુર્જર સુતાર બેચરભાઈ વાઘજીભાઈ ભાલારા (ઉ.90) તે કિશોરભાઈ, રંજનબેન કિરીટકુમાર ભાડેશીયા, અનિલભાઈ, પરેશભાઈના પિતા, સ્વ.કાશીબેન રણછોડભાઈ જોલાપરા, ગોપાલભાઈ તથા મંજુલાબેન કાંતિલાલ કરગથરાના ભાઈ, નેહા, રવીના, એશા તથા વિશ્વના દાદા, સ્વ.દેવરાજભાઈ ખીમજીભાઈ વડગામાના જમાઈ, સ્વ.રમણીકભાઈ, નટુભાઈ વડગામાનાં બનેવીનું તા.9નાં અવસાન થયું છે. બેસણુ 1રનાં સોમવારે સાંજે 4.30 થી 6 રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક