• ગુરુવાર, 19 જૂન, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: સ્વ.વ્રજલાલ માધવજી રાઠોડના પુત્ર કિશોરભાઈ રાઠોડ (પેનવાળા)(ઉ.73) તે બટુકભાઈ, નાનુભાઈ, સ્વ.પ્રદીપભાઈ, ગુલાબબેનના ભાઈ, શીતલબેન, ડિમ્પલબેન, નિશાબેનના પિતાશ્રી, ધર્મેન્દ્રભાઈ, મેહુલભાઈ, વિજયભાઈના સસરાનું તા.11ના અવસાન થયું છે. તેમની ઈચ્છા અનુસાર ચક્ષુદાન કરાયું છે. બેસણું તા.12ના સાંજે 4 થી 6, સોમનાથ મહાદેવ મંદિર, ન્યુ રામેશ્વર શેરી નં.6, વિરાટ નગર મેઈન રોડ,

 રાજકોટ છે.

ચક્ષુદાન

રાજકોટ: મધુબેન ગુણવંતરાય ગોસલીયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 691મું ચક્ષુદાન થયેલ છે.

વેરાવળ: હરજીવનદાસ મોહનલાલ તન્ના (ઉ.87) તે સ્વ. હરિદાસ મોહનલાલ તન્નાના નાના ભાઇ, સ્વ. ઉમેદલાલ મોહનલાલ તન્નાના મોટાભાઇ, લલીતભાઇ, ભરતભાઇ, હર્ષાબેન દેવાણી તાલાળાના પિતાશ્રી, પિયુષ, રાહુલ, આકાશ, રિયા તથા જીગરના દાદા, જાદવજી પરસોત્તમદાસ ઠકરાર (ગોરખમઢી વાળા)ના જમાઇનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું તા.12ના સાંજે 4-30 થી 5-30 શાંતિનાથ જૈન દેરાસર બિલેશ્વર મંદિરની સામે, વેરાવળ છે.

સાવરકુંડલા: ઇન્દુબેન જેઠાભાઇ નાગ્રેચા (ઉ.82)નું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4-30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન મહુવા રોડ, સાવરકુંડલા ખાતે પિયર પક્ષની સાદડી સાથે છે.

સાવરકુંડલા: બાધાભાઇ કાનજીભાઇ પીપળીયા (ઉ.71)  તે બાલાભાઇના પિતાશ્રીનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4 થી 6 દેવળા ગેઇટ બાર શેરી, ખાંટનું નાકુ શેરી નં.6, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: ભાનુમતીબેન પ્રવીણભાઇ થડેશ્વર (ઉ.80) તે શૈલેષભાઇ, નિલેશભાઇ, ગૌરાંગભાઇના માતાનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.12નાં સાંજે 4 થી 6 પરજીયા સોની વાડી, મણિભાઇ ચોક, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: કાંતિભાઇ મનજીભાઇ ટાંક (ઉ.43)નું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.12નાં 4 થી 6 હાથસણી રોડ, ખોડિયાર ચોક, શ્રીજીનગર શેરી નં.6, સાવરકુંડલા છે.

રાજકોટ: કુસુમબેન હસમુખલાલ ખારા (ઉ.85) તે હસમુખલાલ ખારાનાં પત્ની, સાધનાબેન, તુષારભાઇ અને તૃપ્તિબેનના  માતુશ્રી, જ્યોતિનભાઇ, હિતેષભાઇ અને મયુરીબેનનાં સાસુ, સ્વ. ગીરજાશંકર દોશી (ગોંડલ)ના બહેનનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.12નાં સવારે 10 કલાકે શ્રમજીવી સ્થા. જૈન ઉપાશ્રય, ઢેબર રોડ

ખાતે છે.

જામખંભાળિયા: પેથાભાઇ મુળુભાઇ પતાણી (ગઢવી) (પી.એમ. ગઢવી પૂર્વ ઉપપ્રમુખ ખંભાળિયા નગરપાલિકા)ના પુત્ર વિજયભાઇનું તા.9ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.12ના સાંજે 4 થી 6 જડેશ્વર રોડ પર આવેલ સોનલ મંદિરે છે.

રાજકોટ: સોરઠિયા રજપુત સમાજના સક્રિય કાર્યકર ગિરીશભાઇ મણીલાલ ચૌહાણ તે ભરતભાઇ મણીલાલ ચૌહાણના નાના ભાઇ, રાજેશ દેવજીભાઇ ઝાલાના બનેવી, રેણુકાબેનના પતિ, જય, રિધ્ધીના પિતાશ્રીનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.12નાં સાંજે 4-30 થી 5-30 ગીતા વિદ્યાલય મંદિર, જંકશન પ્લોટ, પોલીસ ચોકી પાસે, રાજકોટ છે.

રાજકોટ: હિનેષભાઇ રમેશભાઇ આડેસરા (ઉ.37) તે સ્વ. રમેશભાઇ અમૃતલાલ આડેસરા અને પારૂલબેન રમેશભાઇ આડેસરાના પુત્ર,  મયુરીબેનના પતિ, હેતાંશી, આરવના પિતાશ્રી, અલ્પેશભાઇ, મિતેશભાઇ (શ્રીકૃષ્ણ સિલ્વર આર્ટ), જીજ્ઞાબેન પ્રશાંતકુમાર ફીચડીયા, જલ્પાબેન મયુરકુમાર ફીચડીયાના નાના ભાઇ, રાજેન્દ્રભાઇ શશીકાંતભાઇ માંડલીયા (ખીલોસ)ના જમાઇનું તા.11ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.12ના સાંજે 4 થી 6 નૂતનગર કોમ્યુનિટી હોલ, કાલાવડ રોડ, રાજકોટ છે. લૌક્કિ વ્યવહાર બંધ રાખેલ છે.

 

આજે પ્રાર્થના સભા

જૂનાગઢ: જૂના જનસંઘી ભાજપના પાયાના પથ્થર અને ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન સૂર્યકાંત આચાર્ય (ઉ.93) તે ધ્રુવકુમારના માતુશ્રી, ભાવનાબેનના સાસુ, મેહુલકુમાર, નાલંદાબેન શિવરાજના દાદીમાં તથા મહેશભાઇ, કનુભાઇ આચાર્ય, સુરેશભાઇ અને સુધાબેનના કાકીનું તા.11ના અવસાન થયું છે. બેસણું -પ્રાર્થના સભા તા.12ના સાંજે 4 થી 6 ભૂતનાથ મહાદેવ મંદિર, સત્સંગ હોલ, જૂનાગઢ ખાતે રાખેલ છે,  લૌક્કિ પ્રથા બંધ છે.

ઇ-પેપરના નવા શુલ્ક