• રવિવાર, 13 જુલાઈ, 2025

avshan nodh

રાજકોટ: દશા સોરઠિયા વણિક મોટા દડવા નિવાસી હાલ રાજકોટ પ્રાણજીવ નરશીદાસ જનાણી (ઉં.91) તે પીયૂષભાઇ, કેતનભાઇ, હર્ષા મુકેશભાઇ, નીવા રાજેશભાઇના પિતાશ્રી ગીરધરભાઇના મોટાભાઇ, દીપ, વિશ્વા, જીલ, તનીષના દાદી, સ્વ. લાભુબેન, સ્વ. ભાગુબેન, ભાનુબેન, ચંદ્રિકાબેનના ભાઇનું ત.25ના અવસાન થયું છે. બેસણું: તા.28ના સાંજે 4થી 6 માલવીયા વાડી વિભાગ નં.1, ગોંડલ રોડ, રાજકોટ છે.

સાવરકુંડલા: ચંદ્રેશભાળ કાળુભાઈ ચલ્લા (ઉં.30) તે કાળુભાઈ કાથડભાઈ ચલ્લાના દીકરાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 4થી 6, નેસડી રોડ, ખોડિયારનગર, શેરી નં.2, પાણીના ટાંકા પાછળ, સાવરકુંડલા છે.

ધોરાજી: ધોરાજી નગરપાલિકા માજી ચીફ ઓફિસર એન.પી.પટેલના પત્ની નંદુબેન (ઉં.87) તે ધો.ન.પા.ના નિવૃત્ત કર્મચારી રમણીકભાઈ તથા પુનિત પ્રોવિઝનવાળા કિશોરભાઈના માતુશ્રી, ભૂમિકભાઈના દાદીનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના બપોરે 4થી 6, રાધેશ્યામ, નવા બસ સ્ટેન્ડ, મંડાણની સામે, ધોરાજી છે.

વલભીપુર: વેલજીભાઈ માધવજીભાઈ ગુજરાતી (ઉં.81) તે સ્વ.રણછોડભાઈ, સ્વ.દેવજીભાઈના નાનાભાઈ, વિઠ્ઠલભાઈ ગુજરાતી (એલ.આઈ.સી), ગોવિંદભાઈ, રામજીભાઈના મોટાભાઈ, ભગવાનભાઈના ભત્રીજા, હર્ષદભાઈ, ભાવેશભાઈ, રમાબેન મુકેશકુમાર ડાભી (રામપરા), ગીતાબેન વિપુલકુમાર કાસોદરિયા (ગોરાસુ)ના પિતાશ્રી, કુશ, પાર્થ, ઋત્વી, જાનવીના દાદાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના સવારે 8થી સાંજે 5 સુધી ભગવાનભાઈ પી.ગુજરાતીના નિવાસ સ્થાન, મોટી પટેલ શેરી, મસ્જીદ વાળો ખાંચો, વલભીપુર છે.

રાજુલા: ડુંગર નિવાસી સ્વ.જયંતીલાલ પ્રાગજીભાઈ મહેતાના પુત્ર મંગળદાસ જયંતીલાલ મહેતા (ઉં.90) તે જ્યોતિબેનના પતિ, મનીષ, વિપુલ, ભાવનાના પિતાશ્રી, ધર્મેશના દાદા, કમલેશકુમાર, રૂપલના સસરા, સ્વ.શાંતિલાલ પ્રાગજી મહેતા, સ્વ.ભુપતરાય પ્રાગજી મહેતાના ભત્રીજા, સ્વ.પ્રતાપભાઈ, સ્વ.જસંવતભાઈ, સ્વ.કાન્તિભાઈ, સ્વ.પ્રવિણભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ, કળાબેન નવીનચંદ્ર મહેતા, સ્વ.મંજુબેન હર્ષદભાઈ મહેતા, જયાબેન રમણીકલાલ મહેતાના ભાઈ, મહુવા નિવાસી સ્વ.જેઠાલાલ વનમાળીદાસ મહેતાના જમાઈ, સુરેશભાઈ, ભુપતભાઈ, ભરતભાઈના બનેવીનું તા.26ના અવસાન થયું છે. બેસણું ડુંગર મુકામે તેમના નિવાસ સ્થાને તા.29ને રવિવારે બપોરે 4થી 6 છે.

ચલાલા: ચંદુભાઈ વનમાળીભાઈ ઉનડકટના પત્ની પુષ્પાબેન (ઉં.73) તે પરેશભાઈ (રાજકોટ), રાજનભાઈ, ક્રિષ્ના રાજા (જુનાગઢ)ના માતુશ્રીનું તા.27ના અવસાન થયું છે. ઉઠમણું તા.28ના બપોરે 4થી 6, લોહાણા મહાજન વાડી, ચલાલા છે. પિયર પક્ષની સાદડી સાથે છે. રાજકોટ: ગુર્જર સુથાર મૂળ ગામ: વાઘગઢ, હાલ રાજકોટ પ્રવીણાબેન રામચંદ્રભાઇ સંચાણિયા (ઉં.74) તે રામચંદ્રભાઇ ડાયાભાઇ સંચાણિયાના (બીઓઆઇ નિવૃત)ના પત્ની, ધર્મેશભાઇ (રાધે કેડ કેમ), પ્રીતિબેન હિતેશકુમાર ભાડેશિયાના માતુશ્રી, દિપ્તીબેનના સાસુ, અલય, માનસના દાદી, સ્વ. અમૃતલાલ તથા પ્રફુલ્લભાઇ ઘોરેચા, સ્વ. પ્રભાબેન મોહનલાલ વડગામા, સ્વ. સવિતાબેન ખોડીદાસ જોલાપરાના બેન, સ્વ. વિનોદભાઇ તથા રમણીકભાઇના ભાભી, હસમુખભાઇના કાકીનું તા.27ના અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણું સાથે બેસણું તા.30ના 4થી 5-30 રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, ગોંડલ રોડ, રાજકોટ છે. મો.નં. 94282 33198/98980 28899.

ઇ-પેપરના નવા શુલ્ક