રાજકોટ:
વિજયભાઈ કારીઆ તે હરીલાલ ભવાનભાઈ કારીઆના પુત્ર, લીના એન.કોટેચા (આચાર્ય રમેશભાઈ એમ.છાયા
કન્યા વિદ્યાલય, રાજકોટ)ના ભાઈ, શ્રેયના મામાનું તા.8ના અવસાન થયું છે. અંતિમયાત્રા
તા.10ને રવિવારે તેમના નિવાસ સ્થાન, રવિપાર્ક, બ્લોક નં.102, શેરી નં.8, કાલાવડ રોડ
ખાતેથી સવારે 11 કલાકે નીકળશે. ટેલીફોનીક બેસણું તા.11ના સાંજે 4 થી 6, મો.નં.94291
57977, 94295 63912 પર રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
તાલાલા:
બોરવાવ ગિરના રામગિરિ મંછાગિરિ અપારનાથી (ઉ.વ.74) તે હિતેશગિરિ, અલ્પેશગિરિ, અતુલગિરિના
પિતાશ્રીનું તા.5ના અવસાન થયું છે.
રાજકોટ:
ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ પરિવારના હાલ રાજકોટ સ્વ.લક્ષ્મીશંકર રણછોડજી ત્રિવેદીના પુત્ર
ગીરજાશંકર (ઉ.87) તે અનસુયાબેનના પતિ, સંદીપભાઈ, હંસાબેન હરેન્દ્રકુમાર જોષી (ત્રાકુડા),
સંગીતાબેન જયંતકુમાર જોષી (લુણાગરા), મીનાબેન મુકેશકુમાર વ્યાસ (મંડલીકપુર)ના પિતાશ્રી,
શાંતિલાલ હરિલાલ આચાર્ય (બેલા રંગપર)ના જમાઈ, રાજવીરના દાદાનું તા.7ના અવસાન થયું છે.
બંન્ને પક્ષનું ઉઠમણું-બેસણું તા.11ના બપોરે 3 થી 5, રામેશ્વર હોલ, ઓમકારેશ્વર મહાદેવ
મંદિર પાસે, ચંદન પાર્ક, રૈયા રોડ, રાજકોટ છે.
રાજકોટ:
ચતુર્વેદી મચ્છુકઠીયા મોઢ બ્રાહ્મણ શિરીષકુમાર દુર્ગાપ્રસાદ જાનીના પત્ની જ્યોત્સનાબેન
(ઉ.57) તે હેમેન્દ્રભાઈ, જ્યોતિબેન, જાગૃતિબેનના માતુશ્રી, ગુણવંતીબેન નર્મદાશંકર જાનીના
પુત્રી, હર્ષિદાબેન, શોભનાબેન, વર્ષાબેન, હરેશભાઈના બહેનનું તા.8ના અવસાન થયું છે.
બેસણું તા.11ના સાંજે 5 થી 6, પોપટપરા મેઈન રોડ, દયાસાગર હનુમાન, રામજી હનુમાન મંદિરે
છે.
તાલાલા:
લુશાળા ગિરના જયાબેન અમરગર અપારનાથી (ઉ.109) તે જમનગીરી, દિલુગીરી, ચંદુગીરી તથા જયસુખગીરી,
સ્વ.અતુલગીરી તથા સ્વ.મધુબેન, હર્ષાબેનના માતુશ્રી, મુકેશગિરિના દાદાનું તા.8ના અવસાન
થયું છે.
રાજકોટ:
સુશીલાબેન પુરુષોત્તમભાઈ તેરૈયા (મુ.કનેસરા)(ઉં.86) તે ઉર્મિલાબેન નરેશભાઈ પુરોહીતના
માતુશ્રી, સ્વ.જનાર્દનભાઈ ગોરધનભાઈ તેરૈયા તથા નિરૂપમભાઈના ભાભીનું તા.7ના અવસાન થયું
છે. બેસણું તા.11ના સાંજે 4થી 6, શ્રીરામ આર્કેડ એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, સરિતા
પાર્ક, શેરી નં.5, પાટીદાર ચોક નજીક, કેશવી સુપર માર્કેટની સામે, સાધુવાસવાણી રોડ,
રાજકોટ છે.
પોરબંદર:
મુળ માંગરોળ હાલ પોરબંદર જયેન્દ્રભાઈ પ્રવીણભાઈ શેઠ (ઉં.77) તે અજીતાબેનના પતિ, હિતેનભાઈ,
ભદ્રેશભાઈ, મંજરીબેન અને કોમલબેનના પિતાશ્રી, લક્ષ્ય અને શિવાંગીના દાદા, સ્વ.િકરીટભાઈ,
સ્વ.રજનીબેન, કલ્પનાબેનના ભાઈ અને સ્વ.નવીનચંદ્ર પરમાણંદ શેઠના જમાઈનું તા.7ના અવસાન
થયું છે. પ્રાર્થનાસભા તા.11ના 3-30થી 4-30, વાણિયાવાડમાં આવેલ હીરાભુવન વીશા શ્રીમાળી
વણિક જ્ઞાતિની વંડીમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે.