• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

avshan nodh

બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ ઉપાધ્યાયનું અવસાન

રાજકોટ: ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ સ્વ. ઉર્મીલાબેન ઇન્દુકુમાર ઉપાધ્યાયના પુત્ર તથા ગોપાલભાઇ, જયેશભાઇ, સમીરભાઇના ભાઇ તથા તૃપ્તિબેનના પતિ અને શ્યામાના પિતા તથા કૃતિકાબેન તથા રેખાબેનના જેઠ અને કૃપાલીબેન, મનન, વિવેક, ઘનશ્યામના મોટા પપ્પાજી અને જલ્પાબેન હસમુખકુમાર દવેના ભાઇ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ, સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી, એડવોકેટ જીજ્ઞેશભાઇ ઇન્દુકુમાર ઉપાધ્યાય (ઉ.53)નું અવસાન થયું છે. પ્રાર્થના સભા તથા પીયર પક્ષનું બેસણું તા.4ને ગુરૂવારે સાંજે 4 થી 6 રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ હોલ, યાજ્ઞિક  રોડ, રાજકોટ ખાતે છે.

 

ચક્ષુદાન

રાજકોટ: બચુભાઇ સવાભાઇ વાઘેલિયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચણુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 733મું ચક્ષુદાન થયું છે. આ ઓગસ્ટ 2025માં નવમું ચક્ષુદાન થયું છે. આ ચક્ષુદાન મનિષભાઇ બદ્રકિયાના સહયોગથી થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મેહતા: મો. 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ ઘનશ્યામભાઈ લાલજીભાઈ મહેતાના પત્ની પુષ્પાબેન (ઉ.વ.67) તે હર્ષના માતા તથા લલિતભાઈ નંદલાલભાઈ મહેતા (સુરત), અતુલભાઈ જટાશંકર મહેતા (બાબરા)ના કાકીનું તા.31ના અવસાન થયું છે. બેસણુ તા.4ને ગુરૂવારે સાંજે 4 થી 6 બાજ ખેડાવાળ બ્રાહ્મણ બોર્ડીંગ, અમરેલી ખાતે છે.

રાજકોટ: ગીરધરલાલ લક્ષ્મીચંદ રાજપરા (જી.એલ.રાજપરા) રીટાયર્ડ ડી.એફ.ઓ. તે સ્વ.જીવણભાઈ, સ્વ.વ્રજલાલભાઈ, સ્વ.મગનભાઈ, સ્વ. મનસુખલાલના નાનાભાઈ તથા સ્વ.ખુશાલચંદ્રના મોટાભાઈ તેમજ ડો.અરુણભાઈ, વિનીતભાઈ, મયંકભાઈના પિતાનું તા.31ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.4ને ગુરુવારે સાંજે 4 થી 6 હોટલ ક્વોલિટી ઈન પેટ્રીયા સ્યૂટ્સ, એરપોર્ટ રોડ, રાજકોટ છે.

રાજકોટ: નીરુબેન કામદાર (ઉ.વ.70) તે સાવરકુંડલા નિવાસી હાલ રાજકોટ જીતેન્દ્રભાઈ પ્રાણલાલ કામદારના પત્ની, સ્વ.ધીરજલાલ અમરચંદ પંચમિયા (જેતપુર)ના પુત્રી, ચિરાગભાઈ, બ્રિજેશભાઈ અને ચાંદનીબેનના માતા તથા યશ્વીના દાદીનું તા.1ને સોમવારે અવસાન થયું છે. બેસણુ તા.4ને ગુરુવારે સવારે 10 વાગ્યે વીતરાગ નેમિનાથ ઉપાશ્રય, ગાંધીગ્રામ ખાતે છે.

મોરબી: મોરબી નિવાસી અશ્વિનભાઈ કાંતિલાલ મહેતાના પત્ની અનિલાબેન (ઉ.વ.6પ) તે અરવિંદભાઈ વનેચંદભાઈ દોશી, શરદભાઈ તથા સુધીરભાઈના બહેન અને એકતાબેન, ઋષભભાઈ તથા મુમુક્ષ વિધિબેનના માતુશ્રીનું તા.ર9ના અવસાન થયું છે.

પોરબંદર: ડો.જમનાદાસ અમરશીભાઈ ઠકરાર (ઉ.94) તે લીલાવંતીબેનના પતિ તથા પરિમલભાઈ (ભલાભાઈ), કિરણબેન વિપિનચંદ્ર કક્કડ, પ્રફુલાબેન વૃંદાવન શિંગાળા, મીનાબેન હિતેશભાઈ મગદાણીના પિતા તથા જયશ્રીબેનના સસરા અને રિશીના દાદાનું તા.1નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.3ને બુધવારે 4.1પ થી 4.4પ લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ, પોરબંદર ખાતે છે.

જામનગર: રોહિતભાઈ (નાનુભાઈ) મહેતા (બાંધણીઘરવાળા) (ઉ.વ.7પ) તે સ્વ.ઉજમશી હકિમચંદ મહેતાના પુત્ર, નિલમબેનના પતિ, સિદ્ધાર્થ, જલ્પાના પિતા, સાચી, ક્રિષાના દાદા, અરહમના નાના, લક્ષ્મીચંદ પાનાચંદ મહેતાના જમાઈ, સ્વ.હીરાલાલ, સ્વ.પ્રભુભાઈ, સ્વ.નવલભાઈ, સ્વ.હસમુખભાઈ, સ્વ.પ્રવીણભાઈ, સ્વ.મંજુલાબેન, સ્વ.રંજનબેનના ભાઈનું તા.1ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.3ના સવારે 9.30 કલાકે, પેલેસ જૈન ઉપાશ્રય, ડીકેવી કોલેજ પાછળ, વીરલબાગ પાસે, જામનગર

ખાતે છે.

શિવપુર: નટવરલાલ પ્રભુદાસ બુદ્ધદેવ તે સુરેશભાઈ તથા રસિકલાલના ભાઈ, મનિષભાઈ તથા જીજ્ઞેશભાઈના કાકાનું તા.31ના અવસાન થયુ છે. બેસણુ તા.પને શુક્રવારે

સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન ગામ શિવપુર તા.મોરબી ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક