• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

avshan nodh

રાજકોટ: ચાતુર્વેદી મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ (મુળ કોટળા નાયાણી હાલ નાગપુર) સ્વ.લાભશંકર હરજીવનભાઈ પંડયાના પુત્ર જયેશભાઈ (ઉં.6પ) તે રસિકભાઈ, મહેશભાઈના ભાઈ, નરેન્દ્ર, દિવ્યા, દર્શનાનાં પિતાશ્રી, અમૃતલાલ ત્રિવેદી (જામનગર)ના જમાઈનું તા.1નાં અવસાન થયું છે. કુટુંબ, સ્વસુર પક્ષનું બેસણુ તા.4નાં 4 થી પ ચાતુર્વેદી મચ્છુકાઠીયા બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, મીલપરા, રાજકોટ છે.

જેતપુર: સ્વ.કલાભાઈ ગોબરભાઈ વડાલીયાના પુત્ર પ્રવિણભાઈ હાલ સુરત (ઉ.પ8) તે ભાવેશભાઈ (જેતપુર), રમેશભાઈ (સુરત), કંચનબેન હરીલાલ હિરપરા (જેતપુર), મુક્તાબેન ધીરુભાઈ ઠુંમર (સુરત)ના ભાઈ, ગૌરવ, બંસીબેન હાર્દિકકુમાર કલકાણી (સુરત)ના પિતા, કપીલભાઈ, ધવલ વડાલીયાના કાકાનું તા.રના અવસાન થયું છે. બેસણુ તા.4ના સાંજે 4 થી 6 ભાવેશભાઈ વડાલીયાના નિવાસસ્થાને તેજાકાળા પ્લોટ, શક્તિ મંડપ સર્વિસની બાજુમાં, નવી દેસાઈ વાડી, જેતપુર છે.

ભાટિયા: નંદાણા નિવાસી સ્વ.ખીમજીભાઈ મુળજીભાઈ સચદેવના પૌત્ર, અમૃતલાલ ખીમજીભાઈ સચદેવના પુત્ર નિલેશભાઈ તે અજય, ચાંદનીબેન પાર્થકુમાર કેશરીયા (જેતપુર)ના મોટાભાઈ, કુણાલ અને મિહિકાના પિતાશ્રી, પ્રફુલભાઈ, નવીનભાઈ તથા સ્વ.શશીકાંતભાઈના ભત્રીજા, ભરતભાઈ પોપટભાઈ કોટક (રાજકોટ)ના જમાઈનું તા.1ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.3ના સાંજે 4 થી 4.30 બહેનો તથા ભાઈઓની સાથે સસરા પક્ષની સાદડી સતવારા સમાજ વાડી, દ્વારકા ખંભાળિયા હાઈવે, નંદાણા છે.

પોરબંદર: રાજેશભાઈ મજીઠીયા (ઉ.પ8) તે પુરુષોત્તમભાઈ વિઠ્ઠલદાસ મજીઠીયાના પુત્ર, દિવ્યના પિતાશ્રી, મહેશભાઈ (નંદ ગોપાલ ટ્રેડિંગ), વિજયભાઈ (આશા મેડિકલ), સ્વ.નરેન્દ્રભાઈ, ગીતાબેન, દક્ષાબેન અને શીલાબેનના ભાઈ, જય મજીઠીયા (પીજીવીસીએલ), ઉત્સવ, અભીના કાકાનું તા.રના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, સસરા, મોસાળ પક્ષની સાદડી તા.3ના 4 થી પ દરમિયાન બિરલા હોલ ખાતે ભાઈ બહેનોની સંયુક્ત છે.

કોડીનાર: બીપીનકુમાર દુર્લભદાસ શાહ (નાગરિક બેંક નિવૃત્ત કર્મચારી) (ઉં.66) તે મીનાબેનના પતિ, કિન્નરીબેન, ઈશિતાબેનના પિતા, કેહુલભાઈ, પિનાલીબેનના કાકાનું તા.31ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા, બેસણુ તા.4નાં સાંજે 4 થી 6 વીસા સોરઠીયા વણિક વાડી, ઘી કાંટા રોડ, કોડીનાર છે.

ડોળાસા: ડોળાસાવાળા હાલ મુંબઈ ડોમ્બીવલી ગીરધરલાલ બાબુલાલ છગ (ઉ.8પ) તે ચેતનભાઈ, ધર્મેશભાઈ, દક્ષાબેન દુષ્યંતકુમાર સુબા (િગર ગઢડા), પ્રજ્ઞાબેન વિમલકુમાર કોટેચા (સાવરકુંડલા)ના પિતા, ગૌતમભાઈના દાદા, કાજરડીવાળા સ્વ.નટુભાઈ, સ્વ.ધીરુભાઈ, સ્વ.પ્રવિણભાઈ તથા હિતુભાઈ મજીઠિયાના બનેવીનું તા.1ના મુંબઈ ડોમ્બિવલી ખાતે અવસાન થયું છે. ટેલીફોનીક બેસણુ, પિયર પક્ષની સાદડી તા.4ના રાખેલ છે. મો.નં. 9372255969, 7567787389.

રાજકોટ: સ્વ.શારદાબેન શાંતિલાલ મારડીયા (ઉ.91) તે અરુણભાઈ, સ્વ.ભરતભાઈ, નરેન્દ્રભાઈ, નૈમિષભાઈ મારડીયાના માતૃશ્રીનું તા.31ના અવસાન થયુ છે. બેસણુ તા.પનાં સાંજે 4 થી 6 સેફરોન એવન્યુ, એ-403, યાગરાજનગર-1, હોલી રિડીમર સ્કુલની સામે, અયોધ્યા ચોક, 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.

કેશોદ: નરેન્દ્રભાઈ વૃજલાલ મહેતા (નલાભાઈ) (ઉ.69) તે સ્વ.નયનાબેનના પતિ, જશુબેન ભાનુશંકર વ્યાસ (લાડુડી)વાળાના ભાઈ, કમલેશભાઈ (સુરત), જયેશભાઈ મહેતા (જામનગર), હર્ષભાઈ લાલો મહેતા (કેશોદ), ઉર્વશીબેન સતીષભાઈ વ્યાસ (મુંબઈ), જયશ્રીબેન જુબીન કુમાર દવે (મુંબઈ)ના પિતા, સ્વ.વસંતલાલ (કેશોદ), સ્વ.પ્રેમશંકર (કેશોદ), મગનલાલ (ઉપલેટા) તથા જયસુખલાલ (સોમનાથ)ના નાનાભાઈનું તા.31ના અવસાન થયુ છે. બેસણુ તા.4ના બપોરે 3 થી પ ઔદિચ્ય બ્રાહ્મણ બોડીંગ, માંગરોળ રોડ, કેશોદ છે.

રાજકોટ: ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિના પદ્માબેન (ઉ.76)તે હસમુખભાઇ વિરજીભાઇ ચૌહાણના પત્ની, કલ્પેશભાઇ, સ્વાતિબેનના માતુશ્રી, સ્વ. પ્રવિણચંદ્ર, કિરીટભાઇ, સ્વ. દિપકભાઇ લખુભાઇ દુદકિયા, તરૂલબેનના બહેનનું તા.30નાં અવસાન થયું છે. બેસણું તા.4નાં સવારે 9 થી 10 ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિ, સહયોગ, ‘ધર્મજીવનદાસ રોડ, ઢેબર રોડ, રાજકોટ (બંને પક્ષનું બેસણું સાથે) છે.

દ્વારકા: સ્વ. દ્વારકાદાસ ગોકલદાસ બારાઇના પુત્ર દિલીપભાઇ તે સ્વ. મોહનભાઇ, સ્વ. મનસુખભાઇ, ધીરજબેન હરિભાઇ જટણીયા, લીલાવંતીબેન કનૈયાલાલ કારીયા, ચંપાબેન અમૃતલાલ જટણીયા, મધુબેન પરસોતમભાઇ રાયચુરાના ભાઇ, કિશોરભાઇ, જગદીશભાઇ, હિતેશભાઇના કાકા, હર્ષના અદા, શ્વેતાબેન અમિતકુમાર સામાણીના પિતાશ્રી, સ્વ. કરશનદાસ ઓધવજી પાઉ (ખંભાળિયા)ના જમાઇનું તા.2ના અવસાન થયું છે. બેસણું, મોસાળ પક્ષની સાદડી તા.4ના સાંજે 4 થી 4-30 સુધી ગોકુલનગર, દ્વારકા છે.

રાજકોટ: મોઢ વણિક મૂળ કલકત્તા નિવાસી હાલ  રાજકોટ કનુભાઇ કસ્તુરચંદ શાહ તે મયુર શાહ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, વોર્ડ નંબર-2) કિન્નરીબેન અજયભાઇ શાહ, રૂપલબેન દીપેનભાઇ પરીખ, આરતીબેન સુદેવભાઇ ગાંધીના પિતાશ્રી, સ્વ. મુકુંદભાઇ કે. શાહ (એમ.કે. શાહ)ના નાનાભાઇ, અંજના મયુરભાઇ શાહના સસરા, સુરેન્દ્રનગર નિવાસી સ્વ. અમીચંદભાઇ પરીખના જમાઇ, કીર્તિભાઇ, બિપીનભાઇ પરીખના બનેવી, ચંદ્રિકાબેન શાહના પતિ, વત્સલ, પ્રીશાના દાદાનું તા.1ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયરપક્ષ, તા.4નાં સાંજે 4-30 થી 6 મોઢ વણિક વિદ્યાર્થી ભવન, 5- રજપુતપરા, રાજકોટ છે. લૌક્કિ વ્યવહાર બંધ છે.

માણાવદર: પૂજાબેન અશોકભાઇ ચોલેરા (ઉ.41) તે અશોકભાઇ પ્રવીણભાઇ ચોલેરા વેરાવળના પત્ની, ભરતભાઇના ભાભી, નિખીલ, ક્રિસના માતુશ્રી, સ્વ. લલિતભાઇ, નરશીભાઇ રૂપારેલીયા (માણાવદર)ના પુત્રી, ભાવેશભાઇ, સોનલબેન ભાવેશકુમાર સાંગાણી વેરાવળના બહેનનું તા.30ના અવસાન થયું છે. પિયરપક્ષની સાદડી તા.4ના સાંજે 4 થી 5 તેમના નિવાસસ્થાને માણાવદર છે.

જૂનાગઢ: ઉર્મિલાબેન તે વસંતભાઇ (જીકાભાઇ) રામજીભાઇ ચંદારાણાના પત્ની, ભરતભાઇના ભાભી, પિયુષભાઇ, વિભાબેન કપીલભાઇ  અભાણી, શ્વેતાબેન વિપુલભાઇ દેવાણીના માતુશ્રી, ભગત બટેટાવાળા (માણાવદર)ના બહેનનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું તા.4ના સાંજે 4 થી 6 દરમિયાન શ્રી રામજી મંદિર, મધુરમ બસ સ્ટોપવાળી ગલી, મધુરમ, ટીંબાવાડી છે.

રાજકોટ: કારડીયા રાજપુત વજુભાઇ વાળા (કર્ણાટકના માજી રાજ્યપાલ)ના પિતરાઇ ભાઇ, સ્વ. ભાવુભાઇ, સ્વ. ગાંડુભાઇ, બાબુભાઇના નાના ભાઇ, મનુભાઇ વાળાના પત્ની જ્યોતિબેન વાળા તે નિલેશભાઇ, હિનેશભાઇના માતુશ્રી, આદિત્ય, હિતાર્થના દાદી, યોગેશભાઇ (મુન્નાભાઇ), હિતેષભાઇ (લાલો), ભવદીપભાઇ, ચેતનભાઇ, સંજયભાઇના કાકી, બીનાબેન નિલદીપ ભટ્ટી, જયશ્રીબેન (નુરી), મિતેષ વાઘેલાના માતુશ્રીનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું તા.4ના સાંજે 4 થી 6 સુંદરમ ગોલ્ડ, સી-વીંગ, ફર્સ્ટ ફલોર પાર્કિગ, માધાપર ચોકડીથી મોરબી ઓવરબ્રીજ પછી જમણી બાજુ, સુંદરમ સીટીની બાજુમાં, રાજકોટ છે.

જામનગર: સારસ્વતી બ્રાહ્મણ મુળ ગામ: ખંભાળિયા, હાલ જામનગર ચંદુલાલ ગીરજાશંકર સાતા (ઉ.75) તે સ્વ. કિશોરભાઇના નાના ભાઇ, પંકજબેનના પતિ, પુનિત, હિરેનના પિતાશ્રી, આર્યન, જીત, યુગ, ધારા, ધ્રુવીના દાદા, ભાવેશભાઇ અને અશોકભાઇના કાકા, સ્વ. રમણીકલાલ સાતાના જમાઇનું તા.2ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી ભાઇઓ, બહેનો માટે તા.4ના સાંજે 5 થી 5-30 પાબારી હોલ (સેલરમાં), તળાવની પાળ જામનગર છે.

જામનગર: વિજયકાન્ત મનસુખલાલ બદામીઆ તે કોકિલાબેનના પતિ, શ્યામ, મૃણાલ નિશાંત વૈદ્યના પિતાશ્રી, ડો. હરેન્દ્રભાઇ, સ્વ. રેણુકાબેન રસિકલાલ સારડા, નિતીનભાઇ તેમજ શૈલેષભાઇના મોટા ભાઇનું તા.2ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.4ના સાંજે 5-30 થી 6 હેમેશ્વર મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર ચોક, જામનગર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક