• મંગળવાર, 12 મે, 2026

અવસાન નોંધ

બોલબાલા ટ્રસ્ટ- રાજકોટના સેવાકર્મી, સેવાના- સારથી

સ્વ. જીજ્ઞેશભાઇ ઉપાધ્યાયની આજે પ્રાર્થના સભા, બેસણું

રાજકોટ : રાજકોટની સેવા સંસ્થા બોલબાલા ટ્રસ્ટના સેવાના સારથી સેવાકર્મી જીજ્ઞેશભાઇ ઉપાધ્યાયનું 54 વર્ષની વયે અવસાન થતાં સૌરાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તારમાં શોક છવાયો છે. તેમની અંતિમયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા હતા. શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેઓએ માત્ર રૂ.100/-થી બોલબાલા ટ્રસ્ટની સાદગીભરી શરૂઆત કરતાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાએ નામના મેળવી હતી. તેમના માર્ગદર્શનમાં છેલ્લા 35 વર્ષથી ટ્રસ્ટ દ્વારા હજારો જરૂરિયાતમંદો માટે ભોજન, તબીબી સહાય, શિક્ષણ, જીવન સહાય પૂરી પડાઇ રહી છે. સદ્ગતની પ્રાર્થના સભા, બેસણું તા.4ને ગુરુવારે સાંજે 4થી 6 રાષ્ટ્રીય શાળા, મધ્યસ્થ હોલ, યાજ્ઞિક  રોડ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

 

મોરબી : આરાસુરી લોક ભવાઇના

કલાકાર ભાનુશંકર વ્યાસનું અવસાન

મોરબી: આરાસુરી લોક ભવાઇ- નાના રામપરના કલાકાર ભાનુશંકર મોતીલાલ વ્યાસનું તા.1ના અવસાન થયું છે. તેઓ સ્વ. બાબુલાલ મોતીલાલ તથા સુખદેવ મોતીલાલના નાના ભાઇ, લોક ભવાઇ કલાના ભીષ્મ તરીકેની ઓળખ હતી. જે વિખ્યાત પામતા પોતાના ગામ, પરિવાર અને સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ મોરબીનું ગૌરવ વધાર્યું હતું. તેઓના મુખ્ય પાત્રો, સત્યવાદી રાજા હરિશચંદ્ર, વીર માંગડાવાળો, સમ્રાટ હર્ષ, ચાંપરાજ હાડો, અધુરા મિલન, જય ચિત્તોડ, આલણ દેવરો, સંગીત લીલાવંતી, રામદેવ પીરના અદ્ભૂત અભિનય દ્વારા હાલાર કાલાવડ વિસ્તાર, બરડા પંથક, અમરેલી જિલ્લામાં આજે પણ ભાનુદાદાના ચાહકોના દિલ જીતી લીધા હતા.

 

ચક્ષુદાન

રાજકોટ: નાગરાજભાઇ કચરાભાઇ વાઢિયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન થયેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 734 ચક્ષુદાન થયેલ છે.

ભીમદેવળ (ગિર): રામપરા (ગિર) નિવાસી ચંપાબેન તુલસીદાસ ટીલાવત (ઉ.93) તે સ્વ.નગીનભાઈ, સ્વ.મહેશભાઈ તથા દિલીપભાઈના માતૃશ્રીનું તા.1નાં અવસાન થયુ છે. બેસણુ તા.4ના રાખેલ છે.

સાવરકુંડલા: દિનેશભાઈ ડાયાભાઈ નાકરાણી (ઉ.પ7) તે હિમતભાઈ, ભોળાભાઈ, ચતુરભાઈના ભાઈ, મનીષભાઈના પિતાશ્રીનું તા.1/9ના અવસાન થયુ છે. બેસણુ તા.4ના સવારે 8 થી 4 પટેલ જ્ઞાતિ વાડી, શિવાજીનગર, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: સુરેશભાઈ ભીખાભાઈ ટાંક (ઉ.49) તે વિનુભાઈ ટાંકના ભાઈ, વિશ્વાસભાઈ ટાંકના પિતાશ્રીનું તા.31ના અવસાન થયુ છે. બેસણુ તા.4ના 4 થી 6 ખોડીયારનગર પાણીની ટાંકી પાછળ, નેસડી રોડ,

સાવરકુંડલા છે.

જસદણ: ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ હર્ષદરાય કાંતિલાલ ભટ્ટ મુ.(ભાડલા) હાલ જસદણ યજ્ઞેશભાઈ, ભાર્ગવભાઈના પિતાશ્રી, હસમુખભાઈ (ભટ્ટદાદા), અરવિંદભાઈ (ભાડલા), સ્વ.મનહરભાઈ, ભરતભાઈ, સ્વ.હીરાબેન, વિનોદભાઈ જાની (આટકોટ), અનુસૂયાબેન પ્રકાશભાઈ ભટ્ટ (જસદણ), ચંપાબેન સિદ્ધાર્થકુમાર શુકલ (અમદાવાદ), ભારતીબેન અનિલકુમાર ભટ્ટ (રાજકોટ)ના ભાઈનું તા.રના અવસાન થયું છે. બેસણુ તા.4ના બપોરે 3 થી પ ગાયત્રી મંદિર, જસદણ રાખેલ છે.

ધોરાજી: સોની જશવંતીબેન નંદલાલભાઈ ઝિઝુવાડિયા (ઉ.80) તે દિનેશભાઈ, ઉદયભાઈ, અશ્વિનભાઈ, નયનાબેન લલિતકુમાર ગેરિયા (સોમનાથ), દક્ષાબેન ચંદ્રેશકુમાર આખેણીયા (ઈન્દોર)ના માતુશ્રી, સુમિત, સંદીપના દાદીનું તા.3ના અવસાન થયું છે. બેસણુ તા.4ના સાંજે 4 થી 6 મિતુલ એપાર્ટમેન્ટ, મહાકાળી લોજ પાસે, સ્ટેશન રોડ, ધોરાજી છે.

ગોંડલ: સ્વ.સૂર્યકાંતભાઈ વૈકુંઠરાય બુચના પુત્ર વિજયભાઈ (ઉ.63) (નિવૃત્ત એસ.બી.આઈ.) તે વિભાબેનના પતિ, સ્વ.મુકેશભાઈ, સ્વ.સંજયભાઈના નાનાભાઈ, ભરતભાઈ (નિવૃત્ત રેલવે)ના મોટાભાઈ, આનંદ, અમી, નિશાંત, મનન તથા નુપુરના કાકા, નિશિત માંકડ, સર્વજ્ઞ પોટાના કાકા તથા સ્વ.કિશોરભાઈ ધોળકિયા (ભાવનગર)ના જમાઈ, સ્વ.સુનિલભાઈ ધોળકિયા તથા કલ્પેશભાઈ ધોળકિયા (ભાવનગર)ના બનેવીનું તા.રના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.4નાં સાંજે પ થી 6 હેમવાડી, 17 સ્ટેશન પ્લોટ, ગોંડલ છે.

જામનગર: ભગવાનજીભાઈ હરિદાસ ગઢિયા (ઉ.99) તે મનસુખભાઈ, રસીકભાઈ, કિરીટભાઈ તથા નિર્મળાબેન ગણાત્રા, ઉષાબેન સરૈયા, જયશ્રીબેન રાજાણી અને મધુબેન દત્તાણીના પિતાશ્રી, ધર્મેશ, દર્શીત, રાહુલ અને આવિષ્કારના દાદાનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણુ તા.4ના સાંજે પ થી પ.30 પાબારી હોલ ખાતે છે.

વિરડી (માળિયા હાટીના): સ્વ.કેશવજીભાઈ ભીમજીભાઈ કાનાબારના પુત્ર ડો.રમણીકભાઈ કાનાબાર (ઉ.78) તે નટુભાઈ કાનાબારના ભાઈ, સંજયભાઈ, હિતેશભાઈ, સુભાષભાઈના પિતાશ્રી, જેન્તીલાલ પરમાણદાસ બુદ્ધદેવ (રાજકોટ)ના જમાઈ તથા મિહિરના દાદાનું તા.રના અવસાન થયુ છે. ઉઠમણુ તા.4ના ગુરુવારે સાંજે 3 થી પ વિરડી ખાતે બાલવી માતાજી મંદિરના હોલમાં નીચે રાખેલ છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય ચમનલાલ રણછોડદાસ આશરાના પુત્ર કિશોરભાઈના પત્ની, વિજયાબેન (ઉ.70) તે સ્વ.માણેકભાઈ, સ્વ. વસંતભાઈના નાનાભાઈના પત્ની, મહેન્દ્રભાઈ, માલતીબેન દિનેશચંદ્ર બોસમીયા (કલકત્તા)ના ભાભી, રવિ, વૈશાલીના માતૃશ્રી, મીનાબેન ચેતનકુમાર પડીયા (અમરેલી), ભાવેશ, શૈલેષ, ભાવના, મીતાના કાકી અને મુલચંદ ડાયાલાલ પડીયા (જેતપુર)ના દિકરીનું તા.રના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.4ના સાંજે પ થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ,

રાજકોટ છે.

માળીયા હાટીના: દુધાળા ગિરના ગોવિંદભાઈ નગાભાઈ રાઠોડ (ઉ.6ર) તે જયેશભાઈ રાઠોડના પિતાશ્રીનું તા.31ના રોજ અવસાન થયુ છે. બેસણુ દુધાળા કોળી સમાજે રાખેલ છે.

જામનગર: ખીજડીયા નિવાસી હાલ જામનગર રતીલાલ સંઘરાજ પટેલના પુત્ર કમલેશભાઈ (ઉ.67) નું તા.ર/9ના અવસાન થયું છે. ઉઠમણુ તા.4/9નાં સવારે 8.30 કલાકે તેજ પ્રકાશ ઉપાશ્રય, ધન્વંતરિ ગ્રાઉન્ડ સામે, પી.એન.માર્ગ, જામનગર છે.

વેરાવળ: મંગળાબેન દેવચંદભાઈ ઠકરાર (ઉ.90) તે દેવચંદભાઈ તુલસીદાસ ઠકરારના પત્ની, રમેશભાઈ ઠકરાર, દિનેશભાઈ ઠકરાર (મેંદાવાળા) હરિશભાઈ ઠકરાર, સ્વ.વિજયભાઈ ઠકરાર તેમજ શારદાબેન નરેન્દ્રકુમાર પાઉ, હર્ષાબેન અજય કુમાર કોટેચા (પોરબંદર), જોસનાબેન વિમલકુમાર આહીયા (જૂનાગઢ)ના માતુશ્રી, રતનશી વલ્લભદાસ રાયચુરાના દિકરી (ભિલાડ)નું તા.1ના અવસાન થયું છે. ઉઠમણુ, પિયર પક્ષની સાદડી તા.4ના બપોરે 4 થી પ સુધી બ્રહ્મકુંડ મહાદેવ મંદિર, પાટણ દરવાજા રોડ, વેરાવળ છે.

રાજકોટ: અરુણભાઈ દુર્લભજીભાઈ વ્યાસ (ઉ.67) તે રઘુરાજભાઈ, શીતલબેન, વૈશાલીબેનના પિતાશ્રી, અશ્વિનભાઈ, અરવિંદભાઈ તથા દિનેશભાઈના ભાઈનું તા.રનાં અવસાન થયું છે. બેસણુ તા.4નાં સાંજે 4 થી 6 રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક રોડ, રૈયા રોડ પતાસા હોટેલની સામેનો રોડ રાજકોટ છે.

રાજકોટ: મેંદરડા નિવાસી બિન્દુબેન બદાણી (ઉ.67) તે શરદભાઈ ખેતસીભાઈ બદાણીનાં પત્ની, ભાવિકભાઈ, જીનેશભાઈના માતૃશ્રી, ઉત્તમચંદ કપુરચંદ દેસાઈના દિકરીનું તા.3/9ના અવસાન થયુ છે. તેમની સ્મશાનયાત્રા તા.4ના સવારે 9 કલાકે તેમના નિવાસ સ્થાનેથી ‘સવન સેફાયર’, તિરૂપતીનગર શેરી નં.4, જનની હોસ્પિટલ સામે, હનુમાનમઢી પાસે, રાજકોટથી નિકળશે.

ગોંડલ: યોગેશભાઈ ઢોલરીયા તે સ્વ.મોહનભાઈ શંભુભાઈ ઢોલરીયાના પુત્ર, પરેશભાઈ (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ગોંડલનગર કાર્યવાહ)ના નાનાભાઈ, તન્મય, હસ્તીના પિતાશ્રીનું તા.ર/9ના અવસાન થયું છે. બેસણુ તા.4નાં સાંજે 4 થી 6 રાધેશ્યામ વાડી કોલેજ ચોક પાસે, ગેંડલ છે.

રાજકોટ: નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજના મુળ ચાંદલી હાલ લોધીકા વૃજલાલ મકનજીભાઈ પંડયા (ઉ.90) તે સ્વ.ધીરજબેનના પતિ, સ્વ.દયાબેન પાઠકના મોટાભાઈ, સ્વ.છેલશંકરભાઈ, સ્વ.ચંદ્રકાન્ત મકનજીભાઈ પંડયાના મોટાભાઈ, હરેશભાઈ, પ્રકાશભાઈ, મધુબેન જગદીશકુમાર જોષી, ભારતીબેન જનકકુમાર ભટ્ટના પિતાશ્રી, જીજ્ઞેશ, હિરેનના દાદા, હડમતીયા નિવાસી ડાયાલાલ મોહનલાલ પાઠકના જમાઈ, રમેશભાઈ પાઠકના બનેવીનું તા.1ના અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ તા.4ના 4 થી 6 વિ.કા.મહેતા બ્રાહ્મણ બોર્ડીંગ, 9/ગોપાલનગર, ડો.રાજાણીના દવાખાના પાસે, રાજકોટ છે.

ભાટીયા: નરેશભાઈ અનિલભાઈ તકવાણી (ઉ.39) (હાલ મોઝામ્બિક) તે સ્વ.અનિલકુમાર મોહનલાલ તકવાણીના પુત્ર, નીરવભાઈ, ભાવિશાબેન જયેશભાઈ લાલચેતા, વૃંદાવન વિવેકભાઈ લાખાણીના ભાઈ, સ્વ.નરોત્તમભાઈ, ઘનશ્યામભાઈ (કાકુભાઈ), સ્વ.બાબુભાઈ તથા મનસુખભાઈ તકવાણી (તકવાણી ક્લોથ)ના ભત્રીજા, સ્વ.અશ્વિનભાઈ હેમરાજભાઈ છગ (જામખંભાળિયાવાળા)ના જમાઈનું તા.1ના મોઝામ્બિક ખાતે અવસાન થયુ છે. બેસણુ, મોસાળ પક્ષ, સસરા પક્ષની સાદડી તા.4નાં બપોરે 4 થી 4.30 ભાટિયા, લોહાણા સમાજ મહાજનવાડી ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

રાજકોટ: જામનગર હાલાર વિશાશ્રીમાળી જૈન પડધરી નિવાસી હાલ રાજકોટ સ્વ.ચીમનલાલ સ્વરાજ ગાર્ડીના પુત્ર રોહિતભાઈના પત્ની ઉષાબેન (ઉ.71) તે શિતલ ધીરજભાઈ શાહ, હર્ષના માતુશ્રી, મીનલબેનના સાસુ, દિવ્યમ, આરૂષના દાદી, યુયુત્સુના નાની, હરસુખલાલ જેઠાલાલ મહેતા (જામવંથલી)ના પુત્રીનું તા.3/9ના અવસાન થયું છે. ઉઠમણુ તા.4/9નાં સવારે 11 વાગ્યે વિમલનાથ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી વાસુપૂજ્ય જૈન દેરાસરની બાજુમાં, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

અમરેલી: મનસુખલાલ ભીખાલાલ નિર્મલ (ઉ.69) તે બળવંતભાઈ, કનાભાઈના ભાઈ, અતુલભાઈ, હાર્દિકભાઈ, કાજલબેનના પિતાનું તા.3ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.4ના સાંજે પ.30 થી 7 સુધી ગંગાબાઈ વાડી, જૈન દેરાસર પાસે અમરેલી છે.

રાજકોટ: ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રહ્મસમાજ રાજકોટ રંજનબેન રાજેશભાઈ જોષી (ઉ.પ9) મૂળ ગામ કરીયા હાલ રાજકોટ (નવાગામ) તે રાજેશભાઈ હરિભાઈ જોશીના પત્ની, સ્વ.ધાર્મિક, નિરાલીબેન હિરેનકુમાર જાની, સોનાલી ભાવિનકુમાર ઠાકરના માતુશ્રી, જીતેન્દ્રભાઈ, નિલેશભાઈ, સ્વ.નીતિનભાઈના ભાભી, ભાવિક, રાહુલ, દર્શિલના ભાભુ, સ્વ.લક્ષ્મીશંકર જેશંકર જોશી (સાવરકુંડલા)ના દીકરી, કેન્દ્રભાઈ જોશીના બહેનનું તા.રના અવસાન થયું છે. કુટુંબ, પિયર પક્ષનું બેસણુ તા.4/9ના સાંજે 4 થી 6 ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી કસ્તુરબા સ્કુલની બાજુમાં, 80 ફૂટ રોડ, રાજકોટ છે.

રાજકોટ: મૂળ રાજપરા (ગઢ) હાલ રાજકોટ હેમીબેન ગોકળભાઈ ઝાપડા (ઉ.9પ) તે સામતભાઈ (નિવૃત્ત એસ.ટી.ટી.સી.), કિશોરભાઈ (પોલીસ કર્મચારી)ના માતૃશ્રી, કાંતિભાઈ, રણજીતભાઈ, અજયભાઈ, મિતભાઈ, રિષીભાઈ, કહાનભાઈ, પ્રશિલભાઈના દાદીનું તા.રનાં અવસાન થયું છે. બેસણુ તા.4ના 3 થી 6 જડેશ્વર મહાદેવ મંદિર, વિનોદનગર, શેરી નં.3, કોઠારીયા રીંગ રોડ, ધરમનગર પાછળ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક