• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

avshan nodh

ચક્ષુદાન

તળાજા: તાલુકાના રાજપરા ગામમાં મૃત્યુ બાદ આંખનું ચક્ષુદાન કરવામાં આવેલ છે. વશરામભાઇ મોનાભાઇ (ઉં.80) નું અવસાન થતા નરશીભાઇ વશરામભાઇ ધામેલિયા આ પરિવાર દ્વારા બીજી વાર ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. તળાજા તાલુકાના કોઇપણ પરિવારના સભ્યનું અવસાન થાય ને ચક્ષુદાન કરવા ઇચ્છતા હોય તો ડો. મરડિયા, ડો. હરેશભાઇ વાઘેલા, પૂર્વ નગરસેવક અશોકભાઇ સગરનો સંપર્ક કરવાથી ઘરે આવીને ચક્ષુ લઇ દાન સ્વીકારી લેશે.

માધવપુર: રતિલાલ પરમાણંદભાઇ ઠકરાર (ઉં.93) સામરડા વાળા, મુ. માધવપુર રોડ તે અમૃતલાલ (અમુભાઇ), પ્રવીણભાઇ, તારાબેન જેઠાલાલ કોટેચાના પિતાશ્રી, ભગવાનજીભાઇ, ગોરધનભાઇ, મગનભાઇના ભાઇનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.6ના 4થી 5 કલાકે લોહાણા મહાજન વંડીએ રાખેલ છે.

મોરબી: ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ મુ. સારસાણા- થાન હાલ કુવાડવા રમેશભાઇ વાસુદેવભાઇ જોષી તે ભારતીબેનના પતિ, નિધિબેનના પિતા, જીતેન્દ્રભાઇ, હંસાબેન રાવલ, સુધાબેન રાવલના ભાઇ, હરીકૃષ્ણભાઇ ભટ્ટ, વિજયભાઇ ભટ્ટ, કિર્તીબેન આચાર્ય, ક્રિષ્નાબેન વ્યાસ તથા ગાયત્રીબેન જોષીના બનેવીનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 3થી 5 રણછોડરાયજી મંદિર, જુની પીપળી, તા.જી. મોરબી છે.

તાલાલા ગિર: સ્વ. વકમાતભાઇ જગમાલભાઇ કરંગીયાના પત્ની જીવીબેન (ઉ.89) તે હરદાસભાઇ (પ્રસાદ ડેરી- તાલાલા), દેવાયતભાઇ (કેશોદ)ના માતુશ્રી, મયુરભાઇ તથા ગોપાલભાઇ, પ્રતિકભાઇના દાદી, સુરેશભાઇના કાકીનું તા.5મીએ અવસાન થયું છે. બેસણું તા.8નાં સવારે 9 થી 12-30 આહીર સમાજ, રમળેચી રોડ પર તથા ગેલાણા મોગલ ધામ ખાતેનું બેસણું તા.8ને સોમવારે બપોરે 3 થી 6 સુધી રાખેલ છે.

રાજકોટ: સ્વ. મગનલાલ ધનજીભાઇ સોમૈયાના પુત્ર શિવલાલભાઇ (ઉ.82) તે સંજયભાઇ, કલ્પેશભાઇ, મીરાબેનના પિતાશ્રી, બકુલકુમાર ગણાત્રા, પ્રિતીબેનના સસરા, તુષાર અને સુમિતના દાદા, મનસુખલાલ, સ્વ. રમણીકલાલ, સુરેશભાઇના ભાઇનું તા.31ના અવસાન થયું છે. રાજકોટ: મધુસુદન રવજીભાઇ પારેખના પત્ની કુંદનબેન (ઉ.80) તે હિતેષભાઇ, દિપ્તીબેન દિવ્યેશભાઇ પારેખ, જ્યોતિબેન શૈલેષભાઇ ઝાટકીયા, બીનાબેન વિપુલભાઇ ગોસલિયા તથા રીનાબેન વિરલભાઇ મહેતાના માતુશ્રી, બાંટવા નિવાસી  સ્વ. જગજીવન વર્ધમાન શેઠના પુત્રીનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું તા.6ના સવારે 10 કલાકે ગીત  ગુર્જરી ઉપાશ્રય, એરપોર્ટ રોડ, રાજકોટ છે. મો.નં. 98243 29840.

મોટી પાનેલી: સ્વ. બિપીનચંદ્ર હિરાચંદ માખેચાના પત્ની ચંદ્રિકાબેન (ઉ.63) તે આયુષીબેન ખગ્રામ (ગોંડલ)ના માતુશ્રી, કૃણાલભાઇ જયંતીભાઇ ખગ્રામ (ગોંડલ)ના સાસુ, રમણીકલાલ નારણભાઇ સવજીયાણી (સણોસરા)ના દીકરી, જયેશભાઇ, પરેશભાઇના મોટાબેનનું તા.5ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી સાથે તા.6નાં સાંજે 4 થી 5 લોહાણા મહાજન વાડી, મોટી પાનેલી છે.

જામખંભાળિયા: સ્વ. ગોરધનદાસ ભગવાનજી સવજાણીના પુત્ર સુરેશચંદ્ર (ઉ.63) તે રમેશભાઇના નાના ભાઇ, નીખીલભાઇ, વિણાબેન ભરતકુમાર થોભાણી, ભાવનાબેન અનીલકુમાર લાખાણી, રીટાબેન જયેશકુમાર પાંઉના ભાઇ, હિતેશ, ફોરમબેન ભૌમિક ચોટાઇ  (જામખંભાળિયા), જીમીશા જયભાઇ પલાણ (સુરત), ધારા દર્શન તન્ના (સુરત)ના પિતાશ્રી, ભાણવડ નિવાસી સ્વ. વિઠ્ઠલદાસ ગોકલદાસ કાનાણીના જમાઇનું તા.5ના અવસાન થયું છે.

ગોંડલ: ગોંડલ નિવાસી હાલ રાજકોટ નિલમબેન વિલાસચંદ્ર શેઠ (ઉ.86) તે વર્ષાબેન, મયુરીબેન, અતુલભાઇ (નેમીનાથ-વિતરાગ સંઘના કારોબારી સભ્ય)ના માતુશ્રી, અંકિતના દાદીનું અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થના સભા 6ના સવારે 10-30 થી 11 કલાકે નેમીનાથ વિતરાગ ઉપાશ્રય ગાંધીગ્રામ રૈયા રોડ, રાજકોટ છે.

કોડીનાર: પરજીયા સોની સ્વ. નટવરલાલ જગજીવનભાઇ સાગરના પુત્ર વિશાલભાઇ  (શારદા જ્વેલર્સ) (ઉ.41) તે રાજેશભાઇ, નીતાબેનના નાનાભાઇ, રમેશભાઇ વસંતરાય સાગર (શ્રીનાથજી જ્વેલર્સ)ના કાકાના દીકરાનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.8નાં સાંજે 4 થી 6 સોની મહાજન વાડી ખાતે છે.

મોરબી: ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ મુળ સારસાણા (થાન) હાલ કુવાડવા નિવાસી રમેશભાઇ વાસુદેવભાઇ જોષી તે ભારતીબેનના પતિ, નિધિબેનના પિતાશ્રી, જીતેન્દ્રભાઇ, હંસાબેન રાવલ અને સુધાબેન રાવલના ભાઇ, હરીકૃષ્ણભાઇ ભટ્ટ, વિજયભાઇ ભટ્ટ, કિર્તિબેન આચાર્ય, ક્રિષ્નાબેન વ્યાસ તથા ગાયત્રીબેન જોષીના બનેવીનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 3 થી 5 રણછોડરાયજી મંદિર જુની પીપળી, તા.જી. મોરબી છે.

પોરબંદર: ગલાભાઇ (યોગેશભાઇ) ચનાભાઇ મોરી (એપેકસ કાઉન્સિલર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન રાજકોટ) (ઉ.40) તે ચનાભાઇ ગોગનભાઇ મોરીના પુત્ર, રેખાબેનના પતિ, યશ, સાક્ષી અને જીયાના પિતાશ્રી, દક્ષાબેન જયદીપભાઇ ચોપડા, દિવ્યાબેન અમરેશભાઇ (આતા), મુશાલના ભાઇનું તા.2ના અવસાન

થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક