• શનિવાર, 14 માર્ચ, 2026

avshan nodh

ખંભાળિયાના  કુસ્તીબાજોને ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચાડનાર જયેષ્ઠારામ ગોંડલીયા ગુરુજીનું અવસાન

રમત પ્રેમીઓમાં શોક છવાયો

જામખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયામાંથી  કુસ્તીબાજોને જિલ્લા રાજ્ય, દેશ નહિ પણ  ઇન્ટરનેશનલ કક્ષા સુધી પહોંચાડનાર નગરપાલિકા ખંભાળિયાના પૂર્વ કુસ્તી કોચ જયેષ્ઠારામ ગોંડલીયા (ગુરુજી)નું આજે વહેલી સવારે ટૂંકી બીમારીમાં અવસાન થતાં રમત પ્રેમીઓમાં ભારે શોકની લાગણી છવાઇ છે. યુવાન અવસ્થાથી જ બજરંગબલીના રંગે રંગાયેલા જયેષ્ઠારામે પાલિકા બગીચામાં અખાડો કર્યો હતો. જ્યાં કુસ્તી તથા મલખમના દાવો જોવા લોકો ઉમટતા હતા તથા તેમના કુસ્તીબાજોએ સમગ્ર દેશમાં ડંકો વગાડયો હતો.

85 વર્ષની વય સુધી અડીખમ રહેનારા અને આજીવન બ્રહ્મચારી રહેનાર સ્વ. જયેષ્ઠારામ ગુરૂજીના માર્ગદર્શન હેઠળ કાંતિભાઇ એચ. નકુમે ઇન્ટરનેશનલ કક્ષાએ કેનેડામાં બ્રોન્ઝ મેડલ જીતીને ખંભાળિયાની કુસ્તીને વિશ્વ કક્ષાએ પહોંચાડી હતી.

પૂર્વ એજ્યુ. ઇન્સ્પેકટર ગોપાલભાઇ નકુમ, પ્રભુદાસભાઇ ઘુચલા, પૂર્વ પાલિકા પ્રમુખ કાંતિભાઇ ડી. નકુમ, દિલીપભાઇ ભટ્ટ, અનિલભાઇ ડોરૂ, મહેશભાઇ ડોરૂ, કરશનભાઇ શાખરા સહિત અનેક ખેલાડીઓ તેમના હાથ નીચે તૈયાર થયા હતા.

દ્વારકા, પિંડારા, ઓખામાં જ્યાં મલ્લકુસ્તીના મેળા યોજાતા હતા ત્યાં આપણા ખંભાળિયાના પહેલવાનો જઇને બધાને મહાત આપી આવતા હતા.

 

 

અમરેલી માહિતી કચેરીના માહિતી મદદનીશ જયભાઇ મિશ્રાના પિતાશ્રીનું અવસાન, આજે અંતિમયાત્રા નીકળશે

અમરેલી: અમરેલી જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ જયભાઇ મિશ્રાના પિતાજી જયેન્દ્રભાઇ બાલાપ્રસાદ મિશ્રાનું તા.6ના અવસાન થયું છે. સદ્ગતની અંતિમ યાત્રા તા.7ના તેમના નિવાસસ્થાન કોડીનાર મુકામેથી સવારે 8 કલાકથી નિકળશે.

 

 

ચક્ષુદાન

ધોરાજી: નરોત્તમભાઇ ભીમજીભાઇ ઠેસીયાનું અવસાન થતા પરિવારજનોએ સ્વ.નાં ચક્ષુદાન કરવા માટે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે હોસ્પિટલના અધિક્ષક ડોકટર જયેશ વેસેટીયન અને મેડિકલ ટીમના નીતીન ચુડાસમા વગેરે સેવાઓ બજાવી હતી. આ તકે મહેશભાઇ ઠેસીયા એડવોકેટ, જયસુખભાઇ ઠેસીયા, ચંદુલાલ ઠેસીયા, પ્રભુદાસ ઠેસીયા, ધર્મેન્દ્ર ઠેસીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ: ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના મૂળ રાજકોટ જેન્તીભાઇ ભગવાનજીભાઇ કાચા (જેન્તીભાઇ ગોલાવાળા) તે અશ્વિનભાઇ, સંજયભાઇ, જ્યોતિબેન, દક્ષાબેનના પિતાશ્રી, મોહિતભાઇ, દિવ્યેશ, અવની, બંસીના દાદાનું તા.5નાં અવસાન થયું છે. બેસણું તા.8ને સાંજે 4 થી 6 સોમવારે સહકારેશ્વર મંદિર, સહકાર મેઇન રોડ, રાજકોટ છે.

રાજકોટ: પ્રભુદાસભાઇ ભગવાનજીભાઇ હિંડોચા (ઉ.84) તે મુલચંદભાઇ, અમીચંદભાઇ, બાબુભાઇના ભાઇ, અતુલભાઇ, રાકેશભાઇ, કિરણબેનના પિતાશ્રી, સ્વ. રતિલાલ ખેરાજભાઇ સોનછાત્રા (અલિયાબાડા વાળા)ના  જમાઇ, સાગર, રાજ, ફેનીલ અને પાયલના દાદાનું તા.5ના અવસાન થયું છે. બેસણું, સસરા પક્ષની સાદડી તા.8નાં સાંજે 4 થી 6 પારસ હોલ, પારસ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ છે.

ઉપલેટા: જમનાબેન બચુભાઇ ગરધરીયા તે ગિરધરભાઇ, બાબુભાઇ તથા દિનેશભાઇના માતુશ્રી, અનિલભાઇના દાદીનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.8ના 8 થી 11 ઝાલાવાડીયા સમાજ ત્રંાબડીયા ચોક, ઉપલેટા ખાતે, તા.8ના બપોરે 3 થી 5 કડવા પટેલ સમાજ લુણાગરા,

જેતપુર છે.

બગસરા: કિશોરભાઇ જયસુખભાઇ ભીમજીયાણીના પત્ની મીનાબેન (ઉ.45)તે સંજયભાઇ, જયસુખભાઇ ભીમજીયાણીના ભાભીનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું/બેસણું તા.8ના બપોરે 4 થી 6 લોહાણા મહાજન વાડી અમરેલી રોડ બગસરા, પિયર પક્ષની સાદડી સાથે છે.

જામનગર: ભારતીબેન સુરેશચંદ્ર ધ્રુવ (ઉ.75) તે સ્વ. સુરેશચંદ્ર વેણીલાલ ધ્રુવના પત્ની, નિમેષભાઇ (ચંદન ઇન્સ્ટિટયૂટ), રિતેષ ધ્રુવ (પીજીવીસીએલ), પ્રિતિબેનના માતુશ્રી, ખ્યાતી, શિતલના સાસુ, ધારા, દેવ, ચૈતન્યના દાદીનું તા.5ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.8ના સાંજે 5 થી 6 સુરજબાગ, દશા સોરઠીયા વણિક સમાજની વાડી, ખંભાળિયાના નાકા બહાર, કનખરા સમાજની સામે, જામનગર છે.

માળિયા હાટીના: રાજગોર બ્રાહ્મણ શ્રીમતી જશુબેન દવે (ઉ.84) તે નાથાભાઇ શામજીભાઇ દવે (જાનડી વાળાનાં)ના પત્ની તેમજ અશોકભાઇ, સુરેશભાઇ દવે (બોટલીંગ વાળા)ના માતુશ્રી, રાહુલભાઇ, કાનાભાઇ, ધ્રુવભાઇના દાદીનું તા.6નાં અવસાન થયું છે. બેસણું તેમના નિવાસસ્થાન કબીરનગર, કૈલાસ પેટ્રોલ પંપ પાછળ, માળિયાહાટીના છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ ચિતલ હાલ અમરેલી સ્વ. કિશોરભાઇ ત્રિભુવનદાસ દવેના પત્ની, હર્ષાબેન (ઉ.65)તે ધ્રુવ (રિંકુ) (જેટકો)ના માતુશ્રી, અદિતિ ધ્રુવ દવેના સાસુ, હિતાર્થના દાદીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 4 થી 6 ખેડાવાળ બ્રાહ્મણ બોર્ડિગ અમરેલી છે.

જામનગર: જામનગર નિવાસી મૂળ જોડિયાના સ્વ. ગિરધરલાલ શિંગાળાના પુત્ર વસંતભાઇ (રિટાયર્ડ મામલતદાર) તે મેહુલભાઇ, જીગ્નેશભાઇ, રેશ્માબેન સાયાણીના પિતાશ્રીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.8નાં સાંજે 4 થી 4-30 દરમિયાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં છે.

જસદણ:સ્વ. શિવશંકરભાઇ ભગવાનજીભાઇ મહેતાના પત્ની સવિતાબેન (ઉ.82) તે હરેશભાઇ અને બિપીનભાઇ અને સંજયભાઇ અને અજયભાઇ (મહેતા મંડપ -જસદણ)ના માતુશ્રી, રિદ્ધિબેન કેયુરકુમાર પંડયા (રાજકોટ), બિનીતાબેન હાર્દિકકુમાર દવે (રાજકોટ) તેમજ વિવેકભાઇ અને પ્રણવભાઇ અને પ્રદ્યુમનના દાદીનું તા.3ના અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક