• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

avshan nodh

જ્યોતિ સી.એન.સી. પરિવારના ઘનશ્યામસિંહ જાડેજા, ‘સ્વામી યોગ ઘનશ્યામનું’ અવસાન : ગુરુવારે પ્રાર્થનાસભા

રાજકોટ : સ્વામી યોગ ઘનશ્યામ, ઘનશ્યામસિંહ નિરૂભા જાડેજા (ઓશો સંન્યાસી) તે મહિપતસિંહના નાનાભાઈ, ભરતસિંહના મોટાભાઈ, પરાક્રમસિંહ, જ્યોતિબા વિક્રમસિંહ રાયજાદા, શિલાબા વિજયસિંહ રાણાના પિતાશ્રી, હિરેનભાઈ જાડેજા, સહદેવસિંહ જાડેજાના કાકા, વિક્રમસિંહ રાણાના મામાનું સોમવાર તા.8મીના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા, ઓશો કિર્તન અને ભજન તથા સમુહ મૌન અને પુષ્પાંજલિ સાથે ગુરુવાર તા.11મી સપ્ટેમ્બરે બપોરે 4થી સાંજે 6 દરમિયાન બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. 

 

ગોંડલ સંપ્રદાયના સુશીલાબાઈ મ.સ કાળધર્મ પામ્યા

રાજકોટ: ગોંડલ સંપ્રદાયના ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી કુંદન પુષ્પાબાઈ મ.સના શિષ્યા બા.બ્ર.સુશીલાબાઈ મ.સ.81 વર્ષની વયે 56 વર્ષના દીક્ષા પર્યાય સહિત તા.8ને સોમવારે સમાધિભાવે કાળધર્મ પામ્યા છે. ઉષાજી મ.સ, પ્રવીણાજી મ.સ, પુનિતાજી મ.સ વૈયાવચ્ચમાં હતા. જેતપુરમાં નરભેકુંવરબેન અને જયંતિલાલ કામદારના ગૃહાંગણે તા.25-1-1944ના જન્મેલા સુશીલાબેને 25 વર્ષની વયે જામનગરમાં બા.બ્ર.સમર્થગુરુણીના શ્રીમુખે તા.22-5-1969ના પુષ્પાબાઈ મ.સ.ની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરી હતી. અનેકવિધ તપશ્ચર્યા તેમજ 11 આગમ કંઠસ્થ, પોલાદી મનોબળ ધારક હતા. છેલ્લા બે વર્ષથી કેન્સરની બીમારીમાં સમતાભાવ વંદનીય હતો. શ્રમજીવી ઉપાશ્રય, ઢેબરભાઈ રોડ, રાજકોટથી પાલખીયાત્રા સાંજે 6 વાગ્યે નીકળી હતી. તા.9ને મંગળવારે સવારે 9-30 કલાકે શ્રમજીવી ઉપાશ્રયે ગુણાનુવાદ સભા છે.

 

 

ચક્ષુદાન

રાજકોટ: ભીખુભાઈ નાથાભાઈ માંડલિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર ચક્ષુદાન થયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 736 ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવ્યું છે.

ઉમરાળા: તાલુકામાં પ્રા.િશક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવી સમાજ સેવામય જીવન વ્યતિત કરતા બાપુભા મેરૂભા ઝાલાનું તા.6ના 88 વર્ષની વયે અવસાન થયું છે. નોકરી દરમિયાન તાલુકા કર્મચારી સહકારી મંડળી, તાલુકા રાજપૂત સમાજ, ગંગાસતી-પાનબાઈ આશ્રમ, સમઢિયાળા વગેરે સહિતની સંસ્થાઓમાં પણ સેવાઓ આપતા હતા. બેસણું તા.11 થી 13 ત્રણ દિવસ રામજી મંદિર, વાંગધ્રા ખાતે છે.

સુરત: મથુરાદાસ જેઠાલાલ બદીયાણી (ઉં.89) તે સ્વ.ભાનુમતી જેઠાલાલ બદિયાણીના પુત્ર, જામજોધપુર નિવાસી સ્વ.વલ્લભદાસ કાનાબારના જમાઈ, મંજુલાબેનના પતિ, સ્વ.બીનાબેન અતુલકુમાર દતાણી, મીતુલ તથા જીજ્ઞેશના પિતા, કૃપાના સસરા, વૃંદા તથા સૃષ્ટિના દાદા, હર્ષના નાના, સ્વ.નારણભાઈ, હસમુખભાઈ, દામોદરભાઈ, પરસોત્તમભાઈ, નરેન્દ્રભાઈ, જગદીશભાઈ, સ્વ.ઈંદુબેન, સ્વ.િનમુબેન, સ્વ.હીરાબહેનના મોટાભાઈનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા ગુરૂવાર તા.11ના સવારે 11 થી 1, શાંતિ મંગલ હોલ, આઈ.સી.ગાંધી હાઈસ્કૂલ પાસે, સુમુલ ડેરી રોડ, સુરત ખાતે છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ગોંડલ: કમલેશભાઈ પ્રતાપરાય ઉપાધ્યાય (િનવૃત્ત રેલ્વે કર્મચારી - ઉં.65) તે ઘનશ્યામભાઈ (િનવૃત્ત રેલવે કર્મચારી-અમદાવાદ), સ્વ.ભગવતીબેન વ્યાસ (રાજકોટ), સ્વ.જયશ્રીબેન ઉપાધ્યાય (ગોંડલ)ના ભાઈ તથા મોરબી નિવાસી અશોકભાઈ છેલશંકરભાઈ પંડિતના બનેવી, માધુરીબેન ગહનભાઈ જોષી, પૂજાબેન અનુપભાઈ જોષી, ધારાબેન ધ્રુવભાઈ પંડયાના પિતાનું તા.6ને શનિવારે અવસાન થયું છે. ઉત્તરક્રિયા અને સરવાણી તા.18ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાન મહુવા મુકામે છે.

બોટાદ: હર્ષાબેન ભટ્ટ (ઉ.84) તે ચમારડી નિવાસી હાલ ભાવનગર સ્વ.પ્રવિણચંદ્ર જટાશંકર ભટ્ટના પત્ની, શૈલેષકુમાર તથા અતુલભાઈના માતા, ચેતનાબેન એસ.ભટ્ટ તથા સ્વ.ચારૂબેન એ.ભટ્ટના સાસુમા, સ્વ.જસુબેન જગન્નાથ ભટ્ટ, અન્નપૂર્ણાબેન બાલાશંકર ભટ્ટના દેરાણી, સ્વ.કાંતુબેન રમણીકલાલ રાજ્યગુરૂ (શીહોર), સ્વ.કમળાબેન નરોત્તમદાસ પંડયા (સુરેન્દ્રનગર) તથા ગં.સ્વ.િવજુબેન ભાનુશંકર રાજ્યગુરૂ (અમદાવાદ)ના ભાભી, સ્વ.ચીમનલાલ પ્રાણશંકર ત્રિવેદી (લાઠી), સ્વ.મહાશંકર પ્રાણશંકર ત્રિવેદી (લાઠી), સ્વ.ગીરજાબેન જેઠાલાલ ત્રિવેદી (પીપરલા)ના બહેન, સ્વ.રાકેશ, રૂપેશ, હેમંત, તુષાર, જીજ્ઞેશ (જર્મની), હિમાંશુ, દેવાંગ, યશ, ઓમ, અંજલિ શશાંક ઉપાધ્યાય (અમદાવાદ)ના નાદીનું તા.6ના અવસાન થયું છે. બંને પક્ષની સાદડી તા.11ને ગુરૂવારે હલુરીયા ચોક, મોઢ ચાર્તુવેદીની વાડીમાં, ભાવનગર ખાતે સાંજે 4 થી 6 છે.

માંગરોળ: અતુલભાઈ દેવાણી (ઉ.49) તે વલ્લભદાસ હેમરાજભાઈ (મેખડીવાળા)ના પુત્ર, પંકજભાઈ (ગોકુલ પ્રોવિઝન), ભાવનાબેન કક્કડ (ઉપલેટા)ના ભાઈ, રોહિત તથા ઝીલના પિતા, કેશવલાલ મોહનલાલ કંટારીયા (િબલખા)ના જમાઈનું તા.7ને રવિવારે અવસાન થયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક