• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

રાજકોટ: સ્વ.શાંતિલાલ કેવળચંદ ગારડીના પુત્ર જયંતિલાલના પત્ની નિર્મળાબેન તે ભાવિનભાઈ, પ્રિતીબેન વિરલકુમાર વોરા, પૂર્વીબેન મિહીર કુમાર શાહનાં માતુશ્રી, સપનાબેનના નાની તથા વાંકાનેર નિવાસી સ્વ.લક્ષ્મીચંદ સીરાજભાઈ શાહનાં પુત્રીનું તા.10મીએ અવસાન થયું છે. ટેલિફોનિક ઉઠમણું તા.11નાં સાંજે 4થી 6 રાખેલ છે. મો.નં.98256 39814, 92656 87474 લૌકિક વ્યવહાર બંધ છે.

વેરાવળ: ધીરજલાલ વલ્લભદાસ સોઢા (ઉં.90) (પીપલ્સ બેંક) તે રાજુભાઈ, હિતેનભાઈ, દિપાબેન પરેશકુમાર હિંડોચા, બીનાબેન જગદીશકુમાર ઠકરાર, સીતાબેન સુહાશકુમાર લાખાણીના પિતાશ્રી, સુમિત, ખંજન, રાહુલ, પારસ, જેમિલના દાદા, જીવાભાઈ જેઠાભાઈ શેઠિયા (જૂનાગઢ)ના જમાઈનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું, સસુર પક્ષની સાદડી તા.11ના સાંજે 4થી પ અઢિયા હોલ, લોહાણા બોર્ડિંગ બસ સ્ટેશન સામે છે.

જૂનાગઢ: બાજ ખેડાવાળ બ્રાહ્મણ ખજૂરી હડમતિયા (તા.ભેસાણ) નિવાસી દિનેશભાઈ જટાશંકરભાઈ મહેતા તે ગૌતમભાઈ (જામનગર)ના પિતા, કાંતિલાલ, મહેશભાઈ (જૂનાગઢ)ના મોટાભાઈ, જ્યોત્સનાબેન મનોજભાઈ મહેતા (અમદાવાદ)ન ભાઈનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજે 4થી 6 તેમના નિવાસ સ્થાન ખજૂરી હડમતિયા ખાતે છે.

રાજકોટ: ઉષાબેન જીતેન્દ્રકુમાર સેજપાલ (ઉં.પર) તે સ્વ.પ્રભુદાસ પુરુસોત્તમભાઈ સેજપાલ (ટંકારાવાળા)ના પુત્રવધૂ, સ્વ.હસમુખભાઈ (ગોંડલ) તેમજ ભરતભાઈ (રાજકોટ)ના નાનાભાઈ, જીતેન્દ્રકુમારના પત્ની, વિદુલાબેન સુરેશકુમાર કાથરાણીના ભાભી, રવિભાઈ, શીતલબેન ચિરાગકુમાર કોટેચાના માતુશ્રી, દામજીભાઈ દેવશીભાઈ ખાખરિયા (મોટી વેરાવળ)ના પુત્રી, અલ્કાબેન લલિતકુમાર કોટક, મનોજભાઈ અને આશિષભાઈના બહેનનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.1રના સાંજે 4થી 6 સ્વામીનારાયણ મંદિર (બીએપીએસ), કાલાવડ રોડ, રાજકોટ છે.

રાજકોટ: કિશોરભાઈ સોલંકી (ઉં.વ.73) તે સ્વ.રમણિકભાઈ વી. સોલંકીના મોટાપુત્ર નવીનભાઈ, સ્વ.દિલિપભાઈના મોટાભાઈ, ધવલ, ખુશ્બુ (ગુડ્ડીના) પિતાશ્રી, અશ્વીનભાઈ પરમારના સસરાનું તા.10ના અવસાન થયુ છે. બેસણું તા.1રના સાંજે 4થી 6 સોમનાથ મંદિર, રણુજા મંદિર પાછળ, કોઠારિયા મેઈન રોડ, રાજકોટ છે.

બોટાદ: હળિયાદ નીવાસી ચંદ્રકાંત રવિશંકર ભટ્ટ (ઉં.8ર) તે કલાબેન ચંદ્રકાંત ભટ્ટના પતિ, મધુબેન શશિકાંત રાવલ (ગઢડા), દિલિપભાઈ રવિશંકર ભટ્ટ (બોટાદ)ના મોટાભાઈ, અમરીશભાઈ ચંદ્રકાન્ત ભટ્ટ તથા કાશ્મીરાબેન રાજેશકુમાર જોષી (ભાવનગર), કવિતાબેન રાજેશકુમાર જોષી (સુરકા), અલ્પાબેન મહેશકુમાર જોશી (ભાવનગર), મયુરાબેન ભરતકુમાર જોષી (ટાટમ)ના પિતાનું તા.8ના અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણું તા.19ને શુક્રવારે રાખેલ છે.

સાવરકુંડલા: પ્રવીણભાઈ જીવરાજભાઈ નનેરા (ઉં.6પ) તે ચંદુભાઈ, નિલેશભાઈના પિતાશ્રીનું તા.9ના અવસાન થયું છે. બેસણુ તા.11ના સાંજે 4થી 6 શિવાજીનગર શેરી નંબર 11 સાવરકુંડલા છે.

સાવરકુંડલા: શોભનાબેન મુકેશભાઈ વાળા (ઉં.પ8) તે મુકેશભાઈ વાળાના પત્નીનું તા.7ના અવસાન થયુ છે. સાદડી તા.11ના 4થી 6 લુહારવાડી, બરોડા બેંકનો વિભાગ, સાવરકુંડલા છે.

રાજકોટ: ડો.જયસુખભાઈ રતીલાલ જનાણીના પત્ની ઈન્દુબેન તે દીપકભાઈ રેખાબેન, બીનાબેનના માતુશ્રી, નયનાબેનના સાસુ, ચાંદની, યશના દાદીનું તા.9ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા 11ના સાંજે 4થી 6 શિવધારા રેસીડેન્સી શેરી નં.7ના પાછળના કોમન પ્લોટ ડી માર્ટ વાળો રોડ, કુવાડવા રોડ, રાજસ્કૂલની પાછળ છે.

ઉપલેટા: સ્વ.ઉકાભાઈ ભાદાભાઈ રાણપરિયાના પુત્ર, રવજીભાઈ (બટુકભાઈ) (માર્કેટીંગયાર્ડ) (ઉં.66) તે રામજીભાઈના ભત્રીજા, વિઠ્ઠલભાઈ (ઉપલેટા તાલુકા સહકારી સંઘ)ના મોટાભાઈ, સંદીપભાઈ, જીજ્ઞાબેન શૈલેષકુમાર પાદરીયા (ઉપલેટા), નયનાબેન મહેન્દ્રભાઈ ભાલાળા (મોવિયા)ના પિતાશ્રી પત્રકાર ભરતભાઈ, કિરીટભાઈના લઘુબંઘુનું તા.9ના ઉપલેટા મુકામે અવસાન થયુ છે. સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામ બંધ રાખવામાં આવેલ હતું. બેસણું તા.11ના સાંજે 4થી 6 વિશ્વકર્મા સમાજ, રાજમોતીનગર, કાળાનાળા પાસે, ઉપલેટા છે.

પોરબંદર: ધનજીભાઈ વાલજીભાઈ લાખાણી (ટુકડાવાળા) (ઉં.8પ) તે અતુલભાઈ, પ્રકાશભાઈ (વાલજી દામજી લાખાણી તેલના વેપારી), હિરેનભાઈ (આફ્રિકા), ગીતાબેન (લંડન), રૂપલબેન (ભાણવડ), નિરૂપમાબેન (કેનેડા), શીતલબેન (પોરબંદર)ના પિતાશ્રી, લક્ષ્મીદાસ પીતાંબરવાળા લલિતભાઈના બનેવીનું તા.9ના અવસાન થયું છે.

પોરબંદર: નિર્મળાબેન લક્ષ્મીદાસ (લખુભાઈ) રૈયારેલા (ઉં.86) તે સ્વ.લખુભાઈ નારણદાસ રૈયારેલા (ખાપટિયા)ના પત્ની, જગદીશભાઈ, સ્વ.ભરતભાઈ, સ્વ.મયુરભાઈ તેમજ બીમાબેન ઉપેન્દ્રભાઈ નંદાણીના કાકીનું તા.9ના અવસાન થયું છે.

રાજકોટ: ભીખાભાઈ ટપુભાઈ સિદ્ધપુરા તે ધર્મેન્દ્રભાઈ, હાર્દિકભાઈના પિતાશ્રી, પોપટભાઈ કરશનભાઈ પીઠવા (જામટીંબડી)ના મોટા જમાઈનું તા.9ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.11ના સાંજે 4થી 6 પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ છે.

રાજકોટ: સોની હરીલાલ પ્રેમજીભાઈ પાટડિયા (લુણસરવાળા)ના પત્ની વસંતબેન (ઉં.88) તે ડાયાભાઈ, કાંતુભાઈ, મનુભાઈ, અશોકભાઈના ભાભી, નગીનભાઈ, કિરીટભાઈ, વિજયભાઈના માતૃશ્રી, જેઠાલાલ મુળજીભાઈ રાણપરા (બટારવાળા)ના દીકરીનું તા.10ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.11ના સવારે 10.30થી 1ર કેશરિયાવાડી, કરણપરા ચોક, કરણપરા-18, રાજકોટ છે.

રાજકોટ: ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ સ્વ.કેશવલાલ ઉમિયાશંકર ભટ્ટના પુત્ર અતુલભાઈ (લંડન) (ઉં.69) તે નીમાબેન, કીર્તિબેનના પિતાશ્રી, ભાસ્કરભાઈ, નિલેશભાઈ લલિતભાઈ જ્યોતીભાઈ, સ્વ.પૂર્ણિમાબેન બી. જાની, અંજુબેન બી. ત્રિવેદી, નીરુબેન પુરોહિતના ભાઈ, અનિલભાઈ મોહનભાઈ ભટ્ટ, સ્વ.રજનીભાઈ ભટ્ટ, ચંદ્રિકાબેન મુકુંદભાઈ જાની, ક્રિષ્નાબેન ભટ્ટ, નીતાબેન ખેતિયાના કાકાના દીકરા ભાઈનું તા.રના અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજે 4થી પ કલ્યાણજીભાઈ નરશીભાઈ જાની કૉમ્યુનિટી હોલ (મોઢ બ્રાહ્મણવાડી) ચંદન પાર્ક, કર્મચારી સોસાયટી મેઈન રોડ, રૈયા ચોકડી પાસે, રાજકોટ છે.

રાજકોટ: કારડિયા રાજપૂત લોધિકાવાળા સ્વ.રંજનબેન (ગુણીબેન), પ્રતાપભાઈ સોલંકી (ઉં.73) તે મહેન્દ્રભાઈ, સંજયભાઈના માતૃશ્રીનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજે 4થી 6, કારડિયા રાજપૂત સમાજની વાડી, મવડી ચોકડી પાસે, 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.પ્રભુદાસભાઈ કેશવજીભાઈ રાજવીર (કુવાડવાવાળા)ના પત્ની, પુષ્પાબેન (ઉં.80) તે રાજુભાઈ, જયશ્રીબેન દિલીપકુમાર મીરાણી, નેહાબેન નીતિનકુમાર પુજારા, અંજલીબેન જતીનકુમાર ભીંડોરાના માતૃશ્રી, આયુષી, ઈશિતા નિત્યકુમાર મહેતાના દાદી, વૃજલાલ માધવજીભાઈ માનસાતા (ન્યારા)ની દિકરીનું તા.6ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.11ના સાંજે 4 થી પ.30 પંચનાથ મહાદેવ મંદિર,

રાજકોટ છે.

રાજકોટ: જિયાણાવાળા સ્વ.છોટાલાલ નારણદાસ રાચ્છના પુત્ર, કિરીટભાઈ (ઉં.7ર) (પીજીવીસીએલ) તે સ્વ.કિશોરભાઈ, કાંતીભાઈ તેમજ વિનોદભાઈના નાનાભાઈ, સાકેત, અલ્કાબેન વિપુલકુમાર લાખાણી, હેતલબેન ધવલકુમાર પુજારાના પિતાશ્રી, મોરબી નિવાસી સ્વ.નાનાલાલ મોહનલાલ ચગ (ગોળવાળા)ના જમાઈનું તા.9ના અવસાન થયુ છે. ઉઠમણુ, પિયર પક્ષની સાદડી સાથે તા.1રને શુક્રવારે સાંજે 4.30થી પ.30 ગીતા મંદિર, જંકશન પ્લોટ, રેલ્વે સ્ટેશન મેઈન રોડ, પોલીસ ચોકીની બાજુમાં, રાજકોટ છે.

પોરબંદર: હાજી હાતિમભાઈ મુલ્લા સાદીકોટ (ઉં.9ર) તે સ્વ.રજબઅલી ભાઈજીભાઈના પુત્ર, સુલતાનભાઈ, તાહેરભાઈ, ઈનાયતભાઈ, શિરિનબેન, ઝૈતૂનબેન, ઝૈનબબેન, અજબબેન, બાનુબેન, ફિજજાબેનના ભાઈ, મુસ્તાલીભાઈ, મહંમદભાઈ, શમીમબેન અને મુમતાઝબેનના પિતાનું તા.10ના પોરબંદર મુકામે અવસાન થયુ છે. જીયારતના સીપારા તા.1ર/9ને શુક્રવારે ઝોહર અશરની નમાજ બાદ બુરહાની મસ્જિદ

પોરબંદર છે.

રાજકોટ: અંબાવીદાસ પ્રભાશંકર સુંદરજીના પુત્ર મનહરલાલ (ઉ.81) તે ભદ્રભાઈ, હરસુખરાય (બરોડા), હંસાબેન, સ્વ.ચંદ્રિકાબેન, ભાવનાબેનના ભાઈ, પ્રતિભાબેનના પતિ, પારસભાઈ, અભયભાઈ, નંદીષેણભાઈના પિતાશ્રીનું તા.10નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.1રનાં સવારે 10 કલાકે વર્ધમાનનગર જૈન ઉપાશ્રયમાં રાજકોટ છે.

રાજકોટ: ગીતાબેન (ગુણીબેન) દિલીપભાઈ જાજલ (ઉ.68) તે નરેશભાઈ, દેવાંગભાઈ, શ્વેતાબેનના માતૃશ્રી, ચંદ્રકાન્તભાઈ, ચેતનભાઈ, કિરીટભાઈ, દિપકભાઈના ભાભી, સ્વ.શરદભાઈ, સ્વ.વિનુભાઈ, શશીકાન્તભાઈ તથા પ્રવિણભાઈના બહેનનું તા.9ના અવસાન થયું છે. બેસણુ તા.11ના સાંજે 4 થી 6 પીયર પક્ષનું બેસણુ સાથે શીતળા માતાજીનું મંદિર, નદીના કાંઠે, પટેલવાડીની સામે, ભાવનગર રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક