• સોમવાર, 10 નવેમ્બર, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: રંજનબેન સુરેશભાઇ પટોરિયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન થયેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 751 ચક્ષુદાન થયેલ છે. સપ્ટેમ્બર-2025 મહિનામાં પંદરમું (15) ચક્ષુદાન થયેલ છે.

જૂનાગઢ: વંથલી (સોરઠ) હાલ ટીંબાવાડી જૂનાગઢ નિવાસી રવજીભાઈ નથુભાઈ પરમાર (ઉં.75)(નિવૃત્ત લાઈબ્રેરીયન) તે રેખાબેન (નિવૃત્ત શિક્ષિકા)ના પતિ, મુંજાલભાઈ, ડો.તીર્થરાજના પિતાશ્રી, મનીષાબેન, ડો.ચાંદનીબેન પરમાર (પ્રાંત અધિકારી) રાજકોટ-1ના સસરા, અથર્વ, હર્ષવર્ધનના દાદા, મગનભાઈ (કેશોદ), મોહનભાઈ (જૂનાગઢ)ના નાનાભાઈ, કાંતાબેન (કેશોદ)ના મોટાભાઈ, અમૃતભાઈ ગોહેલ (મોટાખોખરા), બાબુભાઈ અને બટુકભાઈ (ભાવનગર)ના બનેવીનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 4થી 6, પ્રમુખ સ્વામી સભા ગૃહ, શ્રી સ્વામીનારાયણ બી.એ.પી.એસ. અક્ષર મંદિર, મધુરમ રોડ, એગ્રીકલ્ચરના ગેટની સામે, જૂનાગઢ છે.

મોરબી: મુ.જામદુધઈ હાલ મોરબી નિવાસી જયસુખલાલ અમૃતલાલ જોબનપુત્રા (કુમાર) (ઉં.66) તે સ્વ.જેન્તીભાઈ, અશોકભાઈના ભાઈ, સમીરભાઈ, સાગરભાઈ નિશાબેનના પિતાશ્રી, સ્વ.રમણીકલાલ જમનાદાસ ભોજાણીના જમાઈનું તા.30ના અવસાન થયું છે. બેસણુ, પિયરપક્ષની સાદડી તા.3ના 4 થી પ જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી છે.

સાવરકુંડલા: દલપતભાઈ લક્ષ્મીશંકરભાઈ ત્રિવેદી (ઉ.87)નું તા.રપના અવસાન થયુ છે. સંયુક્ત સાદડી તા.રના સાંજે 4 થી 6 એકલિંગજી ઉપવન વાડી અમરેલી રોડ,

સાવરકુંડલા છે.

વેરાવળ: વિપુલભાઈ શાંતિલાલ ભાવસારના પુત્ર ઐનેષ ભાવસાર (ઉ.વ.ર9) તે હિરેનભાઈ અમૃતલાલ સોમાણી (સુરતવાળા)ના જમાઈ, ગ્રીષ્માબેનના પતિ, ચેતનભાઈ, મુકેશભાઈ, હીનાબેન ભાવેશકુમાર પંચાલી, ઉષાબેન અનિલકુમાર ટીમાણીયાના ભત્રીજા, પૂજા, આયુષી, જૈનમ, રાજન, વીરતી, પ્રેક્ષાના ભાઈનું તા.30ના અવસાન થયુ છે. ઉઠમણુ/બેસણુ તા.રના સવારે 11 વાગ્યે વસંતજી વીરજી જૈન ધર્મશાળા પ્રકાશ કોમ્પલેક્ષ કલ્પદ્રુમ જૈન દેરાસર પાછળ છે.

રાજકોટ: સોરઠીયા દરજી સ્વ.મંછાબેન રમણીકલાલ ગોહેલ (ઉ.8ર) તે હરીશભાઈ, સ્વ.જયેશભાઈ, દિપકભાઈ, પ્રકાશભાઈના માતુશ્રી, દર્શનભાઈ, હેમાંશુભાઈ, સુકેતુભાઈ, સ્મિતરાજના દાદીનું તા.30ના અવસાન થયુ છે. બેસણુ તા.રના સાંજે 4 થી 6 સોરઠીયા દરજી સમાજની વાડી, રૈયા રોડ, રાજકોટ છે.

પોરબંદર: હીનાબેન હરસુખલાલ વિઠલાણી (ઉ.69) તે સ્વ.હરસુખભાઈ વેલજીભાઈ વિઠલાણીના પત્ની, હિતેશભાઈ, યજ્ઞેશભાઈના માતૃશ્રી, રમેશભાઈ (ખાદીભવન), ભરતભાઈ, સુરેશભાઈના ભાભી, સ્વ.રામદાસ નરસિંહદાસ અમલાણીના પુત્રીનું તા.30ના અવસાન થયું છે. બેસણુ, પિયરપક્ષની સાદડી તા.રનાં 3.30 થી 4 દરમિયાન પોરબંદરની લોહાણા મહાજનવાડી, પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

જૂનાગઢ: જૂનાગઢ નિવાસી ભુરાભાઈ રણછોડભાઈ સોજીત્રા (ઉં.8પ) તે હેમલતાબેનનાં પતિ, કમલેશભાઈનાં પિતાશ્રી, ધુમીલભાઈનાં દાદાનું તા.30નાં અવસાન થયું છે. બેસણુ તા.4ના 4 થી 6 દોમડીયાવાડી, ભુતનાથ પાસે છે.

રાજકોટ: મૂળ રાણપુર સુરેન્દ્રનગર હાલ રાજકોટ શ્રીમાળી બ્રાહ્મણ વિષ્ણુભાઈ રતીલાલ ત્રિવેદી (ઉ.83) તે વિક્રમભાઈ ત્રિવેદી, હીરવાબેન, દિપ્તીબેન, રિન્કુબેનના પિતાશ્રી, ગીતાન્શના દાદા, કૌશીકાબેન, હરેશભાઈ, કમલેશભાઈ અને પરેશભાઈના સસરાનું તા.30ના અવસાન થયુ છે. બેસણુ તા.રનાં સાંજે 4 થી પ તેમના નિવાસસ્થાન રાજકોટ છે.

ગોંડલ: ગોમટા નિવાસ હાલ ગેંડલ પ્રવિણભાઈ પાનાચંદ માઉ (ઉ.83) તે રમાબેન રમણીકલાલ કોઠારી (મોરબી), સ્વ.રસિકભાઈના ભાઈ, વિશાલભાઈ, ભાવિનીબેનના કાકાનું તા.30નાં અવસાન થયુ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

જામનગર: રાજ્ય પુરોહીત બ્રાહ્મણ રમેશભાઈ જેશંકરભાઈ ખેતિયા (ઉ.69) મૂળ ગામ કાનાલુસ  હાલ જામનગર તે રસિકભાઈ, હર્ષદભાઈના નાનાભાઈ, મંજુલાબેનના પતિ, સુનિલભાઈ (પ્રમુખ રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ, પ્રમુખ રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ), યોગેશભાઈનાં કાકા, તૃપ્તિબેન ખેતીયા કોર્પોરેટર વોર્ડ નંબર 8માં કાકાનજી સસરાનું તા.1ના અવસાન થયુ છે. બેસણુ તા.3નાં પ થી પ.30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

જામ ખંભાળીયા: ભીખુભાઈ કુંદનલાલ ઢેબર (ઉ.86) તે હર્ષદભાઈના મોટાભાઈ, નિશ્વલ તથા ઉપાસનાબેન પોટાના તા.30ના અવસાન થયું છે. પ્રાર્થનસભા તા.રનાં સાંજે 4 થી 4.30 જલારામ મંદિર, ખંભાળીયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025