ચક્ષુદાન
રાજકોટ:
રઘુવંશી સમાજ અને યાર્ડના વેપારી અગ્રણી સ્વ.પરેશભાઈ જેઠાલાલ રાયઠઠ્ઠાનું અવસાન થતા
રોટેરીયન મીહિર મોદીની પ્રેરણાથી સદગતના પુત્રો હાર્દિકભાઈ, હરક્યુલિસભાઈ, પુત્રીઓ
જ્યોતિ, અંકિત નંદા, નિરાલી દર્શિલ મકવાણા, પરિવારજનોએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય
લીધો હતો. સ્વ.પરેશભાઈના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી,
ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક અનુપમભાઈ દોશી, ઉપેનભાઈ મોદી દ્વારા કરાયું હતું. ચક્ષુદાન
માટે ડો.ધર્મેશ શાહનો સહકાર મળેલ
હતો.
સંસ્થાનું આ 167મું ચક્ષુદાન છે.
ચક્ષુદાન
ધોરાજી:
ધોરાજી તાલુકાના પીપળીયા ગામના જયેશભાઈ રતિલાલ મેવાડાનું અવસાન થતા પરિવારજનોએ સ્વ.
જયેશભાઈના ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા, સાગર સોલંકીને
જાણ કરાતા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન અને ડો.રાજ બેર, ડો.શિવાનીબેન
કોયાણી અને મેડીકલ ટીમના દીપકભાઈ ભાસ્કર વગેરેએ સેવાઓ બજાવી હતી. આ તકે રત્નાભાઈ મેવાડા,
ભરતભાઈ, વિજયભાઈ, લાખાભાઈ પરમાર, હિતેશભાઈ ચૌહાણ, જેન્તીભાઈ વાઘેલા વગેરે ઉપસ્થિત હતા.
રાજકોટ:
મૂળ બોડી (ગઢાળી) હાલ રાજકોટ રાજગોર બ્રાહ્મણ નિલેશકુમાર મહેતા (માઢક) (ઉં.49) તે કરશનજીભાઈ
ભાણજીભાઈ મહેતાના પુત્ર, કામિલભાઈ મહેતા (જામનગર), જતીનભાઈ મહેતાના મોટાભાઈનું તા.1ના
અવસાન થયુ છે. બેસણુ તા.3નાં સાંજે 4 થી 6 ચંદનપાર્ક મેઈન રોડ, ચંદ્રમૌલેશ્વર મંદિર
સામે, સરકારી કર્મચારી સોસાયટી, કલ્યાણભાઈ નરશીભાઈ જાની કોમ્યુનિટી હોલ, રૈયા રોડ,
રાજકોટ છે.
પાંડેરી
(તા.ગીરગઢડા): માલાભાઈ જેઠાભાઈ બાંમણીયા (ઉ.70) તે બાબુભાઈ, રણશીભાઈના પિતાશ્રી, ઉમેશભાઈ,
કેવલભાઈના દાદાનું તા.30ના અવસાન થયું છે. બેસણુ તેમના નિવાસ સ્થાને પાંડેરી છે.
વિસાવદર:
વિસાવદર નગરપાલિકાના રિટાયર્ડ ટેક્ષ ઈન્સ્પેક્ટર જે.પી.પંડયાના પત્ની અરુણાબેન (ઉ.74)
તે યોગેશભાઈ, નિલેશભાઈના માતૃશ્રીનું તા.1ના અવસાન થયું છે. બેસણુ તા.3ના 4 થી 6 બ્રહ્મ
સમાજની વાડી, પોલીસ સ્ટેશન સામે, કાબરા દરવાજા પાસે, વિસાવદર છે.
જસદણ:
બ્રહ્મક્ષત્રિય સ્વ.ચુનીલાલ રામજીભાઈ પડીયાના પત્ની શારદાબેન ચુનીલાલ પડીયા (ઉ.83)
જે સ્વ.મોહનભાઈ, સ્વ. રમણિકભાઈના નાના ભાઈની પત્ની, સ્વ.નટુભાઈ (ભાવનગર), દિનુભાઈ (અમદાવાદ),
વિનુભાઈના ભાભી, સ્વ.મનીશભાઈ, દર્શનાબેન બોસમિયા (મુંબઈ), જાગૃતિબેન (જામનગર)ના માતૃશ્રી,
લક્ષ્મીદાસ દયારામ મર્થક (રાજકોટ)ના દીકરીનું તા.રનાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.3ના 4 થી 6 લોહાણા મહાજનવાડી, પટેલ સ્ટ્રીટ, જલારામ મંદિર પાસે છે.
અણીયાળી
(કાઠી): સવજીભાઈ જીવાભાઈ ગઢાદરા (ગોરૈયાવાળા) (ઉં.9પ) તે ગણેશભાઈ અને ઘનશ્યામભાઈનાં
પિતા, ગોપાલભાઈ (બોટાદ), ધીરુભાઈ (ગઢડા), હરજીભાઈ (બોટાદ), ગંગારામભાઈ (બોટાદ)ના કાકાનું
તા.રના અવસાન થયુ છે.
અમરેલી:
સ્વ.વકિલ જયંતિભાઈ રાવલના પુત્ર આશિષભાઈ (ઉં.પ6)નું તા.1ના અવસાન થયું છે. પિયરપક્ષ,
સસુરપક્ષની સાદડી તા.3નાં બપોર 3 થી 6 સુધી જૈન મહાજનવાડીના ડેલામાં, લાયબ્રેરી રોડ,
અમરેલી છે.