• સોમવાર, 10 નવેમ્બર, 2025

અવસાન નોંધ

ભાવનગર: સ્વઅક્ષરે અંગદાન દેહદાનનું વસિયતનામું લખનાર 91 વર્ષના જયાનંદભાઈ ત્રિવેદીનું અવસાન

ભાવનગર, તા.3: સ્વઅક્ષરે અંગદાન દેહદાન કરવા માટેનું સ્પષ્ટ લેખિત વસિયતનામું લખીને ગયેલા 91 વર્ષના જયાનંદભાઈ ત્રિવેદી આજની પેઢી માટે ખૂબ જ પ્રેરણાદાયી સંદેશ આપી તબીબી વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ સંદેશ આપતા જન્મદિવસના દિવસે દશેરા તા.રના સર.ટી.જનરલ હોસ્પિટલ ભાવનગરથી વૈકુંઠવાસ થયા હતા. જે બાદ તેઓના પરિવાર દ્વારા દેહદાન કરાયું હતું. સ્વ.જયાનંદભાઈ ત્રિવેદી અને તેમનો પરિવાર ઘણા વર્ષોથી હૈદરાબાદ રહે છે. તેઓની 91 વર્ષની ઉંમર હોવા છતાં તેઓ ખૂબ જ સ્વસ્થ જીવન જીવી રહ્યા હતા પણ તેઓની તબિયત થોડા સમયથી નાજુક હોવાના લીધે તેઓના પરિવાર દ્વારા તેઓને નાગપુર સ્થિત એક હોસ્પિટલમાં દાખલ કરાયા પણ તેઓની તબિયત વધુ નાજુક હોવાથી, તેઓ સ્વયં તેવું લખીને ગયા હોય કે, જ્યારે હું શરીર છોડી વૈકુંઠ જાઉં ત્યારે આ દેહને બાળવો નહીં પણ મોટી હોસ્પિટલમાં જનરલ ડોક્ટરને આ કાયા સોંપવી જેથી તેઓના પરિવાર દ્વારા તેમના વતન ભાવનગર ખાતે એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવ્યા હતા. ભાવનગરમાં આવેલ સર.ટી. જનરલ હોસ્પિટલ ખાતે પહોંચતા તેઓની શારીરિક તબિયત, પરિસ્થિતિ ખૂબજ નાજુક હોવાના કારણે તેઓને તારીખ રના હોસ્પિટલ ખાતે ઈમરજન્સી સારવાર માટે લવાયા હતા જ્યાં હાજર મેડિકલ ઓફિસર દ્વારા તેઓને જરૂરી બચાવવા માટે પ્રયત્ન કરાયા હતા પરંતુ અથાગ પ્રયત્નો બાદ પણ જયાનંદભાઈનું હૃદય ચાલુ ના થયું તેઓને ફરજ ઉપરના તબીબી અધિકારી દ્વારા મૃત જાહેર કરાતા હાજર પરિવારના સભ્યો તેઓના દીકરા પીયૂષભાઈ ત્રિવેદી દ્વારા મેડિકલ કોલેજને દેહદાન કરાયું હતું.

 

કુંકાવાવ તાલુકા ભાજપ અગ્રણી, સામાજિક આગેવાન બાવાલાલ મોવલિયાનું અવસાન

આજે નાની કુંકાવાવ ખાતે થશે તેમની અંતિમવિધિ

વડિયા: અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના નાની કુંકાવાવ ગામના વતની, પીઢ સામાજિક આગેવાન બાવાલાલ મોવલિયાના અવસાનના સમાચાર આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સ્વ.બાવાલાલ મોવલિયાએ અમરેલી જિલ્લાના સમાચાર પત્ર એવા સંજોગ ન્યૂઝ, વ્રજ કંટ્રક્શનના માલિક, ખોડલધામ ટ્રસ્ટ કાવડના ટ્રસ્ટી, લાયન્સ ક્લબના પૂર્વ ગર્વનર સહિત વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા એવા વસંતભાઈ મોવલિયા અને જલ્પેશભાઈના પિતાશ્રી, અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રેખાબેન જલ્પેશભાઈ મોવલિયાના સસરા, સ્વ.બાવાલાલ મોવલીયા અનેક સામાજિક, સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા સાથે તેઓ કુંકાવાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા હતા. નિખાલસ અને મળતાવડા સ્વભાવ અને સેવાકીય વૃત્તિથી સમગ્ર પંથકમાં બહોળો ચાહક વર્ગ ધરાવતા હોવા સાથે તેમના પરિવારના સભ્યો વસંતભાઈ, જલ્પેશભાઈ પણ સામાજિક, રાજકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાથી આ અવસાનના સમાચાર મળતા જ સમગ્ર પંથકમાં એક પીઢ આગેવાન, સમાજ સેવક ગુમાવ્યાનું દુખની લાગણી સાથે શોકનું મોજુ ફરી વળ્યું છે. સ્વ.બાવાલાલ મોવલિયાના અંતિમ દર્શન, અંતિમ યાત્રા વિધિ તેમના માદરે વતન એવા નાની કુંકાવાવ ખાતે 4 ઓક્ટોબરે શનિવારે સવારે 8 કલાકે રાખેલ છે.

 

 

રાજકોટ: ઉપલેટાવાળા હાલ રાજકોટ વિઠ્ઠલદાસ ભીમજીભાઈ ઘઘડાના પુત્ર રાજેશ (ઉ.53) તે વિમલભાઈના ભાઈ, બ્રિંદાબેનના પતિનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 4 થી 6, ભગવાન ભુવન વાડી, 6/11 પંચનાથ પ્લોટ, પંચનાથ મંદિર પાસે, રાજકોટ છે.

ભાટિયા: તુસારભાઈ રસિકલાલ પંડયા (ઉ.65) તે સ્વ.રાજુભાઈ પંડયા (મંત્રી), સ્વ.રાજેશભાઈ, પરેશભાઈના મોટાભાઈ, શુભમભાઈના પિતાશ્રીનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 4 થી 4-30, ભાઈઓ-બહેનો માટે દુધેશ્વર મહાદેવ મંદિર, ભાટીયા છે.

જામખંભાળીયા: ખંભાળીયાના લોહાણા સ્વ.નરેન્દ્રભાઈ ગિરધરલાલ દત્તાણી (ગગુ દત્તાણીવાળા)ના પત્ની સરોજબેન (ઉ.75) તે સ્વ.િકશોરભાઈ, સ્વ.સુરેશભાઈ તથા સંજયભાઈના ભાભી, મનીષભાઈ, દિપાબેનના માતુશ્રી, નિખિલભાઈ, દીપકભાઈના કાકી, પ્રથમ અને દર્શનના દાદી, અમૃતલાલ રાજા (કલકત્તા)ના પુત્રીનું તા.2ના અવસાન થયું છે.

જામખંભાળીયા: મુળ સલાયાના હાલ ખંભાળીયાના બાબુલાલ કોટેચાના પુત્ર જયેશભાઈ (જે.બી.વીડિયો)ના પત્ની તારાબેન (ઉ.વ.58)નું તા.2ના અવસાન થયું છે.

અમરેલી: મનોજભાઈ શામજીભાઈ પીઠડીયા (ઉ.63) તે નિવૃત્ત ફોરમેન આઈ.ટી.આઈ. અમરેલી તે વિશાલભાઈ, જીજ્ઞાબેનના પિતાશ્રી, વિરલભાઈ, જીતેનભાઈના કાકાનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.4ના બપોરે 3 થી સાંજે 6 સુધી મચ્છુ કડિયા દરજી જ્ઞાતિની વાડી, તારવાડી પાસે, અમરેલી છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ મુળ રાજકોટ હાલ વડોદરા ભાનુમતી રમેશચંદ્ર ભટ્ટ (ઉ.81) તે મધુસુદનભાઈ, વિભા આશીષ ઠાકરના માતુશ્રી, ચંદ્રકાંત એસ.ભટ્ટના બહેન, સ્વ.િવજયભાઈ, જયેશભાઈ, અમીતભાઈના ફઈબાનું તા.2ના અવસાન થયું છે. ટેલિફોનીક બેસણું તા.4ના સાંજે 4 થી 6 છે. મો.નં.94289 75274, 94280 39828

ફલ્લા: જામનગર નિવાસી જામનગર વિશા ઓશવાળ જ્ઞાતિ પારેખ અમીલાલ ચુનીલાલના પુત્ર ભરતભાઈ (ઉ.73) તે સ્વ.મીનાબેનના પતિ, નીરવના પિતાશ્રી, બીજલના સસરા, સ્વ.અશોકભાઈ, પ્રતાપભાઈ, ધીરેશભાઈ, કોકીલાબેનના ભાઈ, શાહ નટવરલાલ ગુલાબચંદના જમાઈ, સ્વ.ભરતકુમાર ઈશ્વરલાલ પારેખના સાળા, કાવ્યા, કૈવેનના દાદાનું તા.3ના અવસાન થયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025