• સોમવાર, 10 નવેમ્બર, 2025

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: હસમુખભાઇ પરસોતમભાઇ હોથીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. તે ખુબ જ અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન, જાગૃતિ અભિયાનમાં કુલ 753 ચક્ષુદાન થયેલ છે.

ચક્ષુદાન, સ્કીન ડોનેશન

રાજકોટ: રમેશભાઈ ચુનીલાલ ચૌહાણનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 752મું ચક્ષુદાન થયેલ છે.

વેરાવળ: નાનુભાઇ કે. ગોહેલ (એડવોકેટ-પૂર્વ નગરપતિ) તે સ્વ. કાનજીભાઇ ગોહેલના પુત્ર, સ્વ. જે.કે. ગોહેલના ભાઇ, દેવીબેનના પતિ, સ્વ. જીતેન્દ્રભાઇ, પારૂલબેન ખાપંડીના પિતાશ્રી, જિજ્ઞાશા, ડો. ઇશિતા, શિવમના દાદા, જતીનભાઇના કાકા, રાજેશભાઇના મોટા બાપુજીનું તા.28ના અવસાન થયું છે. ઉઠમણું તા.8ના બપોરે 2-30 વાગ્યે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પોસ્ટ ઓફિસ રોડ ખાતે છે.

સાવરકુંડલા: જયાણી વિપુલભાઈ બાવચંદભાઈ (ઉ.34) તે બાવચંદભાઈ જયાણીના દીકરાનું તા.3નાં અવસાન થયુ છે. બેસણુ તા.પના રોજ સવારે 8 થી 11 ‘શ્રીજી કૃપા’ ગડગડિયા હનુમાન મંદિર સામે, શિવાજીનગર, સાવરકુંડલા છે.

પડધરી: રમાબેન માણેકલાલ કપાસીનું તા.3ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.6ને સોમવારે સાંજે 4 થી 6 પડધરી લોહાણા મહાજનવાડીએ રાખેલ છે.

રાજકોટ: દામોદર રાઘવજી રાયઠઠ્ઠા (દ્વારકા)ના પુત્ર સ્વ.પ્રતાપભાઈ રાયઠઠ્ઠાના પત્ની ચેનાબેન (ઉં.66) તે સચિનભાઈના માતૃશ્રી, ભરતભાઈ (દ્વારકા), કિરીટભાઈ (ગાંધીનગર) અને પ્રવીણભાઈ (બેંગ્લોર)ના કાકી, મમતાબેન દિનેશચંદ્ર જોબનપુત્રા, જયશ્રીબેન વસંતલાલ પોપટ, સ્વ.મણીકાંતભાઈ હિરજીભાઈ ઠક્કર, પ્રવીણભાઈ હિરજીભાઈ ઠક્કરના નાના બેનનું તા.4ના અવસાન થયું છે. તા.6ના સાંજે 4 થી 6 શિવ ટાઉનશીપ, ઈ-103, મવડી પાળ રોડ, લાધા બાપા ચોક, રામધણ મંદિરથી આગળ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.મનસુખલાલ અમૃતલાલ કોટકના પત્ની ભાનુબેન (ઉં.69) તે માલતી અમીતકુમાર પુજારાના માતૃશ્રી, સ્વ.મગનલાલ કલ્યાણજી રાચ્છની પુત્રી, સ્વ.જેઠાલાલ, કાન્તીલાલ મગનલાલ રાચ્છની બહેનનું તા.3ના અવસાન થયું છે. સાદડી પિયર પક્ષની સાથે તા.6ના પ થી 6 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025