• સોમવાર, 10 નવેમ્બર, 2025

avshan nodh

દેહદાન

રાજકોટ: મહેન્દ્રભાઇ જયેન્દ્રભાઇ વત્સરાજ (ઉં.69) તે સ્વ. ઉચ્છરંગ (ઉષાબેન) વત્સરાજ (મોરબી)ના પુત્ર, સ્વ. વસંતબેન આણંદલાલ ઝાલા (ભુજ)ના જમાઇ, સ્વ. ગીતાબેનના પતિ, ચિ. અક્ષીના પિતા, સ્વ. દિવ્યકાંતભાઇ, આશાબેન પ્રકાશભાઇ મહેતા, સ્વ. હિના  દીપકભાઇ માંકડના ભાઇ, દીપકભાઇ માંકડના સાળા, ઋચાના કાકાનું તા.4ના અવસાન થયું છે. તેઓની પ્ર્રાર્થના સભા તા.6/10 ના સાંજે 5થી 6 દરમિયાન નાગર બોર્ડિંગ, વિરાણી હાઇસ્કૂલ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સદ્ગતની ઇચ્છા મુજબ તેમના પાર્થિવ શરીરનું દેહદાન કરાયું છે.

ચક્ષુદાન

મોરબી: ભારતીબેન ગાંધી (ઉ.75) કે જે સ્વ. લલિતભાઇ અમૃતલાલ ગાંધીના પત્ની, અલ્પેશભાઇ, પિયુષભાઇ, ડિમ્પલબેન પારેખના માતુશ્રી, સ્વ. ચમનભાઇ, ભુપતભાઇ, જગદીશભાઇના ભાભી, હરિલાલ મોહનલાલ વોરા (વાંકાનેર)ના દીકરી, લજ્જાબેન, પ્રિયાબેન, હિરેનકુમારના સાસુ, દેવાંશ, વૃષ્ટિ, હિરવાના દાદીનું તા.4/10ના અવસાન થયું છે. બેસણું તા.6નાં સાંજે 5 થી 6 મોઢવાણિયાની વાડી, ગાંધી ચોક, મોરબી છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરાયું છે.

ચક્ષુદાન

રાજકોટ: જૈન સમાજના શ્રમજીવી દેરાસરના પૂર્વ ટ્રસ્ટી સ્વ. ચુનીલાલ જેસિંગલાલ શાહનું અવસાન થતા જૈન સમાજની અગ્ર સંસ્થા જૈનમ ગ્રુપના સભ્ય મૌલિક મહેતાની પ્રેરણાથી સદગતના પુત્રો, કૌશિકભાઇ, કલ્પેશભાઇની સહમતીથી સ્વ. ચુનીલાલભાઇના ચક્ષુઓનું દાન કરાયું હતું. સ્વ. ચુનીલાલભાઇના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ કલબના માર્ગદર્શક મુકેશભાઇ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક અનુપમભાઇ દોશી, ઉપેનભાઇ મોદી દ્વારા કરવામાં આવેલ હતું. ચક્ષુદાન માટે ડો. ધર્મેશ શાહનો સહકાર મળેલ હતો. સંસ્થાનું આ 168મુ ચક્ષુદાન છે.

ચલાલા: ધારી વકીલ મંડળના પ્રમુખ, જાણીતા વકીલ વનરાજભાઇ વાળાના પિતાશ્રી, દરબાર અનકબાપુ કસુબાપુ વાળાનું 5ના ધારી તાલુકાની નાની ગરમલી ગામે અવસાન થયું છે.

જૂનાગઢ: વલ્લભદાસ પાનાચંદ રાજપરા (ઉં.87) તે સ્વ. અમૃતલાલના નાનાભાઇ, શાંતિલાલ, અનંતરાય, દિનકરરાઇના મોટાભાઇ, રાજીવભાઇ, વિપુલભાઇ તથા સ્વ. શુભાંગના પિતાશ્રી, ઋષિ રાજીવભાઇ રાજપરા, કયુરી  વિપુલ રાજપરાના દાદાનું તા.5ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.6ના સાંજે 4થી 6 મોનાર્ક રેસીડેન્સી-1, પાર્કિંગ, રાયજી બાગ,

જૂનાગઢ છે.

રાજકોટ: નિમીષભાઇ પોપટ (ઉં.45) તે મુકુંદભાઇ ગિરધરભાઇ પોપટના પુત્ર, મીનાક્ષીબેનના પતિ, ભૂમિબેનના પિતાશ્રી, સ્વ. દિનેશભાઇ મેંદપરા (કાલાવડ)ના જમાઇ, સ્વ. ચેતનભાઇ, રાજભાઇ, અજયભાઇ (મેંદપરા) હાલ વેરાવળ (સોમનાથ)ના બનેવી, વિપુલભાઇ, બીનાબેન હિતેશકુમાર નથવાણી, રક્ષાબેન કેતનકુમાર બોરિયા ભાવનગરના ભાઇ, યશભાઇ, આસ્થાબેનના કાકાનું તા.4ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી, બેસણું સાથે તા.6ના 4થી 6 નટેશ્વર મહાદેવ મંદિર, 80 ફૂટ રોડ, શેઠ હાઇસ્કૂલની બાજુમાં

રાજકોટ છે.

સાવરકુંડલા:  નિર્મળાબેન હીરાભાઇ ચૌહાણ (ઉ.80) તે હીરાભાઇના પત્ની, વિજયભાઇ, ધર્મેન્દ્રભાઇ, પિયુષભાઇના માતાનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4 થી 6 રાજગોર બ્રાહ્મણ બોર્ડીગ, સાવકુંડલા છે.

સાવરકુંડલા: રાધિકાબેન હરિતકુમાર જોશી તે હરિતકુમાર જોશીના પત્ની, તુષારભાઇ જોશીના ભાઇના પત્ની તથા નિમેશભાઇ જાનીના દીકરી, મનનભાઇના બેનનું તા.3ના  અવસાન થયું છે. સાદડી, પિયર પક્ષની સાદડી સાથે તા.6ના બપોરે 3 થી 6 પરશુરામ ઉપવન વાડી, ગર્લ્સ હાઇસ્કૂલની બાજુમાં, સાવરકુંડલા છે.

રાજકોટ: કલ્યાણીબેન ગજ્જર (ઉ.88) તે સ્વ. બચુભાઇ ગોકળદાસ ગજજરના પત્ની, સ્વ. બીનાબેન તલસાણીયા, વસંતભાઇ, મીનાબેન દુકકિયા, રીટાબેન ગઢીયાના માતુશ્રી, નિખિલભાઇ, મમતાબેન મહેતાના દાદીનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4 થી 6 પ્રગતિ મંડળ, ગોંડલ રોડ, પટેલ કન્યા છાત્રાલય વાળી શેરી, રાજકોટ છે.

પોરબંદર: નરેન્દ્રભાઇ દેવજીભાઇ મોરજરીયા તે જસુમતીબેનના પતિ, મિલનકુમાર, નયનકુમાર, ક્રિષ્નાબેન દિવ્યેશભાઇ કાનાણીના પિતાશ્રી, દિવ્યેશભાઇ જયંતીલાલ કાનાણીના સસરાનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, તા.6ને બપોરે 4-15 થી 4-45 લોહાણા મહાજન પ્રાર્થના સભા હોલ, ભદ્રકાળી રોડ, પોરબંદર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025