ચક્ષુદાન
રાજકોટ:
લીલાવંતીબેન રમણીકલાલ ચંદારાણાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટના અમારા પ્રતિનિધિ લાલજીભાઈની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે માટે ધોરાજીના માનવસેવા
યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયાને જાણ કરતા ચક્ષુદાન માટે ધોરાજીના ચક્ષુદાન સેન્ટરના
અધિક્ષક ડો.જયેશ વસેટીયને મેડિકલ ટીમને ઉપલેટા મોકલી ચક્ષુદાન કરાવ્યું હતું.જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ
764 ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી
માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.
રાજકોટ:
વિનોદરાય બાબુલાલ રાણપરા (ઉં.72) તે સ્વ.વ્રજલાલ ઠાકરશીભાઈ માંડલીયા (ખોખળદળવાળા)ના
જમાઈ તે સ્વ.ચંદ્રકાંતભાઈ, નવીનભાઈ તથા સ્વ.કિરીટભાઈના બનેવીનું મોરબી મુકામે તા.28મીએ
અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણું તા.31ને શુક્રવારે સવારે 10-30થી 12, સોની સમાજ,
વાઘેશ્વરી વાડી, યુનિટ નં.3, રામનાથપરા, રાજકોટ ખાતે રાખેલ છે.
ગોંડલ:
વાસંતીબેન કોઠારી (ઉં.81) તે સ્વ.વિનયચંદ્ર શાંતિલાલ કોઠારીના પત્ની, ડો.રમેશચંદ્રના
ભાભી, સંજયભાઈ, સ્વ.આશિષભાઈના માતુશ્રી, વિધિ, હર્ષના દાદીનું તા.28ના અવસાન થયું છે.
મોરબી:
સુરેશભાઈ નરસીભાઈ અખિયણિયાનું અવસાન તા.29ના રોજ થયું છે. બેસણું તા.31ના રોજ સાંજે
4થી 6, શનાળા રોડ, સત્યમ પાન વાળી શેરી, લુહાર જ્ઞાતિની વાડીમાં રાખેલ છે.
ભાવનગર:
વડનગરા નાગર બ્રાહ્મણ દક્ષાબેન જીજ્ઞેશભાઈ ત્રિવેદી (નિવૃત્ત ઘરશાળા બાલમંદિર) મૂળ
માંગરોળ નિવાસી હાલ ભાવનગર તે સ્વ.જીજ્ઞેશભાઈ દિલીપરાય ત્રિવેદીના પત્ની, માધવ ત્રિવેદી
(સેન્ટ્રલ યુનિવર્સિટી-વડોદર)ના માતુશ્રી, સ્વ.જીતેન્દ્રભાઈ અંબાશંકર ભટ્ટ, સ્વ.યશોમતીબેન
રેવાશંકર પંડયા, સ્વ.ઉષાબેન જગદીશભાઈ પંડયા, નરેન્દ્રભાઈ અંબાશંકર ભટ્ટ તેમજ વર્ષાબેન
દિવ્યાંગભાઈ ત્રિવેદીના નાના બહેનનું તા.25મીએ અવસાન થયું છે. બેસણું તા.31ને શુક્રવારે
સાંજે 4થી 6, દીપક હોલ, સંસ્કાર મંડળ, ભાવનગર ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે
રાખેલ છે.
સાવરકુંડલા:
વિનોદભાઈ કરશનભાઈ મકવાણા (ઉં.વ.69) તે દુર્લભજીભાઈ, પોપટભાઈ, મનસુખભાઈ મકવાણાના ભાઈ
તથા મુકેશભાઈ અને શૈલેષભાઈ મકવાણાના પિતાનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.31ને
શુક્રવારે બપોરે 4થી 6, ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, અમરેલી રોડ, કાનજી બાપુની જગ્યા
પાસે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા:
મુકેશભાઈ નારણબાપુ ભાલિયા (ઉં.વ.59) તે ઘનશ્યામભાઈ અને રાજેશભાઈ ભાલિયાના પિતાનું તા.27ના
અવસાન થયું છે. બેસણું તા.31ને શુક્રવારે સાંજે 4થી 6, કાનજીબાપુ ઉપવન વાડી, સાવરકુંડલા
ખાતે
રાખેલ
છે.