વડોદરા:
મૂળ સનવાવ (તા.ગિરગઢડા) હાલ વડોદરા ભીખાલાલ જાદવજીભાઈ કાનાબારના પત્ની સવિતાબેન (ઉં.78)
તે ગિરીશભાઈ, મીનાબેન પ્રકાશકુમાર ગણાત્રા (બીલખા), રશ્મિતાબેન જયેશકુમાર ખીરૈયા (વડોદરા),
અલ્કાબેન દિનેશકુમાર ગણાત્રા (બીલખા)ના માતૃશ્રી, સ્વ.હીરાલાલ નાગજીભાઈ શિંગાળા (ઉના),
સ્વ.વલ્લભદાસ (ઉના), કેશુભાઈ (રાજકોટ)ના બહેનનું તા.31ના અવસાન થયુ છે. અંતિમયાત્રા
તા.1ના સવારે 9 કલાકે તેમના નિવાસ સ્થાન ગોત્રી, વડોદરા ખાતેથી નીકળશે. પ્રાર્થના સભા,
પિયર પક્ષની સાદડી તા.1ના સાંજે પ કલાકે, ડી/9-104 શ્રીજી સ્મૃતિ એપાર્ટમેન્ટ, ગોત્રી
વડોદરા રાખેલ છે.
પોરબંદર:
ભરતકુમાર મદલાણી (ઉં.64) તે સ્વ.મગનલાલ ગોરધનદાસ મદલાણીના પુત્ર, કિરીટભાઈ (ક્વીક ઝેરોક્ષ)(મુંબઈ)
ભારતીબેન નવીનચંદ્ર ઠકરારના નાનાભાઈ, સ્વ.અમૃતલાલ ગિરધરલાલ રાજાના જમાઈ, વ્રજલાલ અમૃતલાલ
રાજાના બનેવીનું તા.31ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1ને શનિવારે 3-30થી 4 દરમિયાન
પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત મોસાળ પક્ષની
સાથે છે.
ધોરાજી:
લોહાણા મધુબેન પ્રવીણભાઈ આહ્યા (ઉં.83) તે સ્વ.પ્રવીણભાઈ લિલાધરભાઈ આહ્યાના પત્ની,
દીપકભાઈ, રશ્મિ અશોકભાઈ પોપટ, હિના પ્રકાશભાઈ બોરીયા, મીતા સંદીપભાઈ બુદ્ધદેવ, અલ્પા
ભાવેશભાઈ વિઠ્ઠલાણીના માતૃશ્રી, અમી દીપકભાઈના સાસુ, પ્રીતના દાદી, સ્વ.ત્રિભોવનદાસ
જીવરાજભાઈ પૂજારા (ગોંડલ)ના પુત્રીનું તા.31ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.1ના બપોરે
4 થી 6 સોરઠીયા બ્રહ્મ ક્ષત્રિય સમાજ (ખત્રીવાડી) ધોરાજી આઈસ ફેક્ટરીની બાજુમાં, જૂનાગઢ
રોડ, ધોરાજી છે.
વંથલી
(સોરઠ): ઘનશ્યામભાઈ લક્ષ્મીદાસ ત્રાંબડિયા (ઉં.69) તે નિકુંજભાઈ (એડવોકેટ), ગૌતમભાઈના
પિતાનું તા.30ના અવસાન થયુ છે. બેસણુ તા.1ના સવારે 9 થી બપોરે 4 સુધી પટેલ સમાજ, વંથલી
(સોરઠ) છે.
ધ્રોલ:
કનૈયાલાલ હરિદાસ વિઠ્ઠલાણી (ઉં.78) મૂળ ઓખા હાલ ધ્રોલ તે નારણદાસ, સૂર્યકાન્તભાઈ, વિજયભાઈ
અને કિશનભાઈના ભાઈ, જયાબેન, અનસુયાબેન, કુમુદબેન, જ્યોતિબેનના ભાઈ, જમનાદાસ ઓધવજી મોદી
રે.જામ ખંભાળીયાના જમાઈ, ધારાબેન સુનિલભાઈ બુદ્ધદેવના પિતાશ્રી, સુનિલભાઈના સસરાનું
અવસાન થયુ છે. ઉઠમણુ ભાઈ તથા બહેનોનું પિયર પક્ષની સાદડી સાથે તા.1ના 4.30 થી પ.30
વ્રજમોહનવાડી નવી લોહાણા મહાજનવાડી, જોડીયા રોડ, ધ્રોલ છે.
મુંબઈ:
જેતપુર નિવાસી હાલ મુંબઈ (સી.પી. ટેન્ક) સ્વ.કાન્તાબેન હકમીચંદ મોનજી જગડના પુત્ર ધીરજલાલ
(ઉં.83) તે સ્વ.હંસાબેનના પતિ, સ્વ.દિલીપભાઈ, સ્વ.જીતુભાઈ, પ્રકાશભાઈના મોટાભાઈ, ચેતન,
રાજુ, હર્ષા યોગેશકુમાર ગરાછ, અલકા કૌશિકકુમાર કપૂરના પિતા, નિર્મળાબેન દિનકરરાવ લોયા,
શારદાબેન મનસુખલાલ નિર્મળ, નીતાબેન ચંદ્રકાન્ત બોસીમયાના ભાઈ, ભિવંડી નિવાસી સ્વ.હિંમતલાલ
મણીલાલ તેતરના જમાઈનું તા.30ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.3નાં સાંજે 4 થી 6 સોરઠિયા
બ્રહ્મક્ષત્રિય પંચની વાડી, 3જી પાંજરાપોળ, સી.પી.ટેન્ક, મુંબઈ છે. લૌ.વ્ય.બંધ છે.
પોરબંદર:
જગદિશ અબોટી બ્રાહ્મણ કાનજીભાઈ શાંતિલાલ પુરોહિત (ઉં.47)ને સ્વ.શાંતિલાલ હરિદાસ પુરોહિતના
પુત્ર, નંદલાલના નાના ભાઈ, જીજ્ઞાસાના કાકાનું તા.31ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.1નાં
સાંજે 4 થી પ જગદિશ અબોટી બ્રાહ્મણવાડી, આશા હોસ્પિટલની સામે, પોરબંદર છે.
સાવરકુંડલા:
રસિકલાલ મગનલાલ જોશી તે હિમાંશુભાઈ, પંકજભાઈના પિતાનું તા.30ના અવસાન થયુ છે. સાદડી
તા.1ના સાંજે 4 થી 6 પરશુરામ ઉપવન ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં સાવરકુંડલા છે.