ચક્ષુદાન
રાજકોટ:
ઈલાબેન કિશોરભાઈ મોદીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 766 દાન થયેલ છે.
અમરેલી:
દામનગર નિવાસી વિશાલભાઈ ઉત્તમલાલ જોષી (જિલ્લા બાળસુરક્ષા અધિકારી-અમરેલી)ના પુત્ર
નિર્વિક (ઉ.4) તે સ્વ.ઉત્તમલાલ માણેકલાલ જોષીના પૌત્રનું તા.31ના અવસાન થયું છે. બેસણું
તા.3ના સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી લોહાણા જ્ઞાતિની વાડી, છભાડીયા રોડ, દામનગર
મુકામે છે.
વાંકાનેર:
અમદાવાદ નિવાસી નવીનચંદ્ર નારણદાસ ઠક્કરના પત્ની નિલમબેન (ઉ.71) તે વાંકાનેર નિવાસી
ભગવાનભાઈ ત્રિભોવનદાસ ખીરૈયાની દીકરીનું તા.31ના અવસાન થયું છે. ઉઠમણુ, પિયરપક્ષની
સાદડી તા.રના સાંજે 4 થી 6 રોટરી કોમ્યુનીટી સેન્ટર, વલ્લભવાડી, મણીનગર, અમદાવાદ છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ બાબરા તાલુકાના લુણકીના ઘનશ્યામભાઈ પુરુષોત્તમભાઈ દવે
તે રીટાબેનના પતિ, નિશાંત, વિવેક, પ્રિયંકા જોશીના પતિ, શાત્રી મેહુલભાઈ દવે, અંજનાબેન,
રૂપલબેન વ્યાસના કાકા, વિશ્વંભરભાઈ ઉમિયાશંકર મહેતાના મામાનું તા.31ના અવસાન થયુ છે.
બેસણુ તા.3ના સવારે 9 થી પ લુણકી ગામે તેમના નિવાસ સ્થાને છે.
ગોંડલ:
હરેશભાઈ ગુણવંતરાય બામટા (ઉં.7ર) તે સ્વ.કરશનભાઈ આપાભાઈ બામટા (બાબુ સાહેબ)ના પૌત્ર,
સ્વ.ગુણવંતરાયના પુત્ર, હેમાબેનના પતિ, ડો.નિમિષ (ગાંધીનગર), દક્ષાબેન રમેશચંદ્ર મહેતા
(ગઢડા, હાલ રાજકોટ), મીનાબેન કિશોરભાઈ જોશી (જામજોધપુર, હાલ રાજકોટ), દિવ્યાબેન કિશોરભાઈ
મહેતા (દુબઈ)ના ભાઈ, ગૌરાંગ (દુબઈ), હાર્દિક (દુબઈ)ના પિતાશ્રીનું તા.30ના અવસાન થયુ
છે. બેસણુ તા.3ના બપોરે 4 થી 6 ‘હેમવાડી’, સ્ટેશન રોડ, ગોંડલ છે.
માળીયા
હાટીના: કાંતાબેન નવલભાઈ નિમાવત (ઉ.81) તે જયેશ નિમાવત, મહેશ (મુનાબાપુ)ના માતુશ્રીનું
તા.1ના અવસાન થયુ છે. બેસણુ તા.3ના બપોરે 4 થી 6 તેમના નિવાસ સ્થાન ગંજીવાડા શેરી ખાતે
છે.
વીરપુર
(જલારામ): હસમુખરાય ગોરધનદાસ રાચ્છ તે ભાવેશભાઈના પિતાશ્રી, કિશનભાઈના દાદી, મંજુલાબેન
રાયચુરા, સરોજબેન માધવાણીના મોટાભાઈનુ ંતા.31ના અવસાન થયુ છે. બેસણુ તા.3ના 4 થી 6
નમ્રતા હોલ, રેલ્વે સ્ટેશન રોડ, વીરપુર (જલારામ) સાસરી પક્ષની સાદડી, સંજયભાઈ માધવાણી
(સાળા) રાજકોટ મુકેશભાઈ માધવાણી (સાળા) રાજકોટવાળાની સાથે રાખેલ છે.
રાજકોટ:
શાહ મોહનલાલ શામળજીના પૌત્ર પંકજકુમાર જયંતિલાલ શાહના પુત્રવધૂ, ચિરાગ શાહના પત્ની,
જામનગર નિવાસી કિરણબેન કાન્તીલાલ ભટ્ટના સુપુત્રી, કમલેશભાઈ તથા ધર્મેશભાઈના બહેન,
અલ્કાબેન ચિરાગભાઈ શાહનું તા.31ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.3નાં સવારે 10.30 કલાકે ઋષભાનન
ગુરૂકુળ જૈન ઉપાશ્રય, નાગેશ્વર મેઈન રોડ, રાજકોટ છે.
રાજકોટ:
ગોરધનદાસ કાનજીમલ માધુ (ઉ.7ર) તે સુનિલભાઈના પિતાશ્રીનું તા.30ના અવસાન થયુ છે. બેસણુ
તા.રના સાંજે પ થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, એરોડ્રોમ રોડ, રાજકોટ છે.