ઉપલેટા:
મહેન્દ્રભાઈ (હકાભાઈ વીરેન્દ્ર પ્રેસવાળા) (ઉ.70) તે સ્વ.દોશી દલીચંદભાઈ ગુલાબચંદભાઈના
પુત્ર, સ્વ.સુરેશભાઈ, સ્વ.વિનુભાઈ, સ્વ.ભારતીબેન તથા સ્વ.ઉષાબેનના ભાઈ તથા જયના પિતાશ્રી
તા.2ને રવિવારે અવસાન થયું છે. ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા.3ને સોમવારે સવારે 10 વાગ્યે
જૈન દેરાસર, બગીચા સામે, ઉપલેટા મુકામે છે.
સાવરકુંડલા:
મધુભાઈ સવજીભાઈ રાઠોડ (ઉ.78) તે વિજયભાઈ (પૂર્વ સદસ્ય પાલિકા)ના પિતાનું તા.1ને શનિવારે
અવસાન થયું છે.
રાજકોટ:
સ્મિતભાઈ ઠક્કર (ઉ.વ.27) તે હર્ષદભાઈ તથા જ્યોતિબેનના પુત્ર, ચંદ્રેશભાઈ તથા તેજસભાઈ
બગડાઈના જમાઈ, સ્વ.મુકુંદરાય બગડાઈની પૌત્રી ખુશીબેનના પતિ, સ્વ.મુકુંદરાય (દાદાજી)
(કેન્દ્રીય વિદ્યાલય) તથા વિજયાબેન (દાદી), સંસ્કૃતિબેન તેજસભાઈ બગડાઈ તથા સેજલબેન
ગૌતમભાઈ પારેખના બનેવી, સ્વ.વિનોદરાય એન.તન્ના (નાનાજી) તથા સ્વ.ઉષાબેન વિનોદરાય તન્ના
(નાનીજી)નું તા.31ને ગુરૂવારે અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.3ને સોમવારે સાંજે
3 થી 5, સોમનાથ મહાદેવ મંદિર, ગૌરવ પાર્ક સોસાયટી, વસંત કુંજ એપાર્ટમેન્ટની સામે, પુષ્કરધામ
મેઈન રોડ, એ.જી.સોસાયટી પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છે.
ગોંડલ:
વાલમ બ્રાહ્મણ તુલજા ભવાની વ્યાસ પરિવાર કલ્પેશભાઈ નરેન્દ્રભાઈ વ્યાસ (ઉં.પ3) તે ઋષભના
પિતા, હિતેષભાઈ, શેખરભાઈના નાના ભાઈ તથા હર્ષાબેન વી. પંચોલીના મોટાભાઈ, સ્વ.કિર્તીભાઈ
અને વાસુદેવભાઈના ભત્રીજાનું તા.1ના અવસાન થયુ છે. બેસણુ તા.3ને સોમવારે સાંજે 4 થી
પ.30 અમરનાથ મહાદેવ મંદિર, રેલ્વે સ્ટેશન પાસે, ગેંડલ મુકામે છે.
રાજકોટ:
ઈલાબેન માનસેતા (ઉ.વ.66) તે જયેશકુમાર મથુરાદાસ માનસેતાના પત્ની, અલ્પેશના માતા તથા
વાંકાનેરવાળા સ્વ.ગીરધરલાલ હીરજીભાઈ રાચ્છના પુત્રી તેમજ કિરણબેન, મંજુબેન, સ્વ.જેન્તીભાઈ,
મુકેશભાઈ, ભરતભાઈ, હિતેનભાઈના બહેનનું તા.31ને શુક્રવારે અવસાન થયુ છે. પિયર પક્ષની
સાદડી, પ્રાર્થનાસભા તા.3ને સોમવારે સાંજે પ થી 6 સૌરભ સોસાયટી કોમ્યુનીટી હોલ, પ-નહેરૂનગર,
સદ્ગુરૂ કોમ્પલેક્ષ વાળી શેરી, રૈયા રોડ, રાજકોટ ખાતે છે.
જામનગર:
મંજુલાબેન (ઉ.વ.87) તે સ્વ.મંગલદાસ વલ્લભદાસ દત્તાણીના પત્ની, અનિલભાઈ, રાજેશભાઈ તેમજ
શારદાબેન ભરતકુમાર રૂપારેલ, મમતાબેન મહેન્દ્રકુમાર સાયાણી, કીર્તિ યોગેશકુમાર કક્કડ,
વંદના ભરતકુમાર સોમૈયાના માતા તેમજ અંકિત, નિષ્ઠા, મૈત્રીના દાદી તેમજ સ્વ.ઠા.પ્રાગજી
લાલજી મોરઝરીયા સલાયાવાળાના દિકરીનું તા.રના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.3ને સોમવારે
4.30 થી પ ગીતા મંદિર, પારસ સોસાયટી, જામનગર ખાતે છે.
વાંકાનેર:
ભરતભાઈ (ભીખુભાઈ) (ઉ.વ.68) તે હિતેષભાઈ, વિજયભાઈ, સ્વ.ભાનુબેન વસંતલાલ પંડિત તથા કોકીલાબેન
કિરીટકુમાર ચંડીભમ્મરના ભાઈ તેમજ જીગરભાઈ, નિતાબેન બ્રિજેશકુમાર સોમૈયા, દિપકભાઈના
પિતા તથા ચેતનભાઈ, હેતલબેન, હિરેનભાઈના ભાઈજી, પ્રિતમના દાદા તેમજ ટંકારા નિવાસી સ્વ.હીરાલાલ
કાનજીભાઈ કટારીયાના જમાઈનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણુ તથા શ્વસુર પક્ષની સાદડી તા.3ને
સોમવારે સાંજે પ વિશ્વકર્મા મંદિર, જીનપરા ચોક, વાંકાનેર ખાતે છે.
મોરબી:
રવિભાઈ બદ્રકિયા (ઉ.47) તે સ્વ.મણીભાઈ જીવણભાઈ બદ્રકિયા (રવિ મેટલવાળા)ના પુત્ર, જીગનાબેનના
પતિ, ધ્રુવીના પિતા, તેજશભાઈના મોટાભાઈ, હસુભાઈ તથા નરોતમભાઈનાં ભત્રીજા, દેવ અને ધ્યાનીના
ભાયજી, દિપકભાઈ છગનભાઈ કુંવારદિયાનાં જમાઈ, જીતુભાઈ કુંવારદિયાનાં બનેવીનું અવસાન થયુ
છે. બન્ને પક્ષનું બેસણુ તા.3ને સોમવારે સાંજે 4 થી 6 સિદ્ધિ વિનાયક હોલ, સત્યમ્ પાનવાળી
શેરી, શનાળા રોડ, મોરબી છે.
સાવરકુંડલા:
મધુમતીબેન (ઉ.8ર) તે ચીમનલાલ કડવાણીના પત્નીનું તા.1ને શનિવારે અવસાન થયુ છે. બેસણુ
તા.3ને સોમવારે સાંજે 4 થી 6 ગોપાલકુંજ આઝાદચોક આડી શેરી, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
દલસુખભાઈ કલ્યાણભાઈ પરમાર (ઉ.86) તે બાબુભાઈ, નંદલાલભાઈ, જયંતીભાઈ, પ્રભુદાસભાઈ, શાંતિલાલના
ભાઈનું તા.30ને ગુરૂવારે અવસાન થયુ છે. સાદડી તા.3ને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ
સ્થાન ‘િશવમ્’ દરબારગઢ શેરી, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
મધુભાઈ સવજીભાઈ રાઠોડ (ઉ.78)નું તા.1ને શનિવારે અવસાન થયુ છે. બેસણુ તા.3ને સોમવારે
3.30 થી 6 સોરઠીયા સગર જ્ઞાતિવાડી, શિવાજીનગર સાવરકુંડલા છે.
બોટાદ:
ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી સાડા ચારસો બ્રાહ્મણ પ્રજ્ઞાબેન દવે તે બુદ્ધદેવભાઈ મણીલાલ દવેના
પત્ની, હેમાબેન ધવલભાઈના માતા, સ્વ.દિનકરભાઈના નાનાભાઈના પત્ની, સ્વ.જયપ્રકાશભાઈના
ભાભી, ગં.સ્વ.આશાબેન અનંતરાય શુકલ (વલ્લભીપુર), ઉષાબેન પ્રવિણકુમાર મહેતા (અમદાવાદ),
ગં.સ્વ.કોકિલાબેન ગીરીશકુમાર આચાર્ય (ભાવનગર)ના ભાભી, સ્વ.કાનજીભાઈ ગોસ્વામી (જૂનાગઢ)ના
દિકરી, સ્વ.દમયંતીબેનના દેરાણી, ગં.સ્વ.સીતાબેનના જેઠાણી, કાવ્યા, હેત્વી, આયાંશ, માહી,
માધવના દાદીનું અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ તા.3ને સોમવારે સાંજે 4 થી 6 રમાવાડી,
સિંધુનગર, ભાવનગર છે.