• બુધવાર, 12 નવેમ્બર, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: કડવા પટેલ સમાજના ગોવિંદભાઈ ભાણજીભાઈ કનેરિયાનું અવસાન થતા જાણીતા બિલ્ડર સ્મિતભાઈ પટેલની પ્રેરણાથી સદ્ગતના પુત્રો પરેશભાઈ, વિકાસભાઈ તેમજ પરિવારજનોએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લઈને સહમતીથી ચક્ષુદાન કરાયુ હતું. વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક અનુપમભાઈ દોશી અને ઉપેનભાઈ મોદી દ્વારા ચક્ષુદાન કરાયુ હતું. ડો.ધર્મેશ શાહનો સહકાર મળેલ હતો. સંસ્થાનું આ 171મું ચક્ષુદાન છે.

રાજકોટ: નલિનભાઈ રવજીભાઈ ગાધેરના પત્ની અને લવકુમાર ગાધેરના માતૃશ્રી પુષ્પાબેનનું અવસાન થયુ છે. બેસણુ તા.6ના સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન ‘બાલવી કૃપા’, 3/19 નવલનગર, સિલ્વર પાર્ક, રાજકોટ છે.

રાજકોટ: ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ મુળ જોધપુર નદી રફાળેશ્વર મંદિર પાસે હાલ રાજકોટ સ્વ.કાંતિલાલ ખીમજીભાઈ ભટ્ટના પૌત્ર, સ્વ.શશિકાંત તથા અશોકભાઈ અને કૃષ્ણકાંત ભટ્ટના ભત્રીજા, તે નલીનભાઈ, સ્વ.દેવ્યાનીબેનના પુત્ર, સ્વ.યોગેશભાઈ, રાજેશભાઈ, પ્રતાપભાઈ જોષી (જામનગર)ના ભાણેજ દિવ્યેશભાઈ ભટ્ટ (ઉ.33)નું તા.3ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષનું બેસણું તા.7ના સાંજે 4 થી 5, તેમના નિવાસ સ્થાને, નારાયણ રેસીડેન્સી એપાર્ટમેન્ટ, સંતોષીનગર, રેલનગર મેઈન રોડ, ગેસના ગોડાઉન પાસે, રાજકોટ છે.

રાજકોટ: લુહાર રમાબેન કાંતિલાલ પીઠવા (ઉ.72) તે કાંતિલાલ દેવજીભાઈ પીઠવાના પત્ની, વિજયભાઈ (એડવોકેટ), સ્વ.મનીષભાઈ, રૂપલબેન, ધર્મીલાબેનના માતુશ્રી, મીતાબેનના સાસુ, કરણ, વિશાના દાદીમા, ભાવિનભાઈના કાકી, સ્વ.રતિલાલ વશરામભાઈ કારેલીયા (મેંદરડા)ના પુત્રીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4 થી 6, આસોપાલવ રેસીડેન્સી, ભારત પેટ્રોલ પંપની બાજુમાં, ફાયર સ્ટેશન મેઈન રોડ, રેલનગર, રાજકોટ છે.

રાજકોટ: હર્ષાબેન વાગડીયા (ઉ.54) તે સ્વ.મોહનલાલ માધવજીભાઈ વાગડીયાના પુત્ર, પરેશભાઈના પત્ની, હિરલબેન સચીનકુમાર રોજાસરા, નિલદીપભાઈના માતુશ્રી, રસીકભાઈ ભગવાનજીભાઈ આડેસરાની દીકરી, સંજયભાઈ રસીકભાઈ આડેસરા (ભોલાભાઈ), સ્વ.બીનાબેનના બેનનું તા.4ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.6ના સાંજે 4 થી 5-30, નટેશ્વર મહાદેવનું મંદિર, વાણીયાવાડી, બગીચાની સામે, 80 ફુટ રોડ, રાજકોટ છે.

રાજકોટ: રાજેન્દ્રભાઈ જગદીશભાઈ આચાર્ય (એ.જી.ઓફિસ) તે ધર્મીન, જયકૃષ્ણના પિતાશ્રી, કૌશીકભાઈ હર્ષદભાઈ આચાર્ય, સરલાબેન ભરતકુમાર રાવલ, પ્રતિમાબેન હરીશભાઈ જાનીના ભાઈનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4 થી 6, ભોમેશ્વર મહાદેવ હોલ, ભોમેશ્વર, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.સોની કુંવરજી મોતીલાલ પારેખના પુત્રવધુ અંજનાબેન પારેખ (ઉ.70) તે સોની મહેન્દ્રભાઈ કુંવરજીભાઈ પારેખના પત્નીનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4 થી 5-30, રાષ્ટ્રીય શાળા, મનહર પ્લોટ, રાજકોટ છે.

કેશોદ: સ્વ.હરકિશનભાઈ લાલજીભાઈ અટારાના પત્ની ઉષાબેન (ઉ.74) તે ફાર્માસીસ્ટ દિપેનભાઈ હરકિશનભાઈ અટારા, સરકારી હોસ્પિટલ, કેશોદ અને સી.એ.ચિરાગભાઈ હરકિશનભાઈ અટારા (રાજકોટ)ના માતુશ્રીનું તા.4ના અવસાન થયું છે. બેસણું, મોસાળ પક્ષ સ્વ.પ્રભુદાસ ઠાકરશી રૂઘાણી, માંગરોળની સાદડી તા.6ના બપોરે 3-30 થી 5, રામેશ્વર મંદિર, એરપોર્ટ રોડ, કેશોદ છે.

જૂનાગઢ: નરેશભાઈ શશીકાંત શાહ (ઉ.60) ઉપલેટા નિવાસી હાલ અમદાવાદ દશા શ્રીમાળી સ્થા.જૈન સ્વ.શશીકાંત વનમાળી શાહના પુત્ર, સંગીતાબેનના પતિ, મુકેશભાઈ, શોભનાબેન, જાગૃતિબેન, હર્ષાબેન, રેખાબેનના ભાઈ, વત્સલભાઈના પિતાશ્રીનું તા.4ના અવસાન થયું છે. તેમનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા.6ના રોજ અમદાવાદ રાખેલ છે.

વાંકાનેર: વાંકાનેર નિવાસી કમળાબેન ધીરજલાલ ટાંક (ઉ.75) તે હસમુખભાઈ, ચેતનભાઈ, પ્રદિપભાઈ, હીતેશભાઈ, દિપકભાઈ, સંજયભાઈના માતુશ્રીનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.7ને સોમવારે સાંજે 3 થી 5, રામજી મંદિર, રામ ચોક, વાંકાનેર ખાતે રાખેલ છે.

વેરાવળ: વેરાવળ નિવાસી હાલ રાજકોટ નટવરલાલ જમનાદાસ ઉનડકટના પત્ની રીટાબેન (ઉ.61) તે સ્વ.જમનાદાસ ગીરધરલાલ ઉનડકટ (માળીયાવાળા)ના પુત્રવધુ, શ્વેતા સુનીલકુમાર પીત્રોડા, કૃપા મેહુલકુમાર રૂઘાણી, નીલના માતુશ્રી, સ્વ.ત્રિભોવનભાઈ, ડો.વિજયભાઈ, દિનેશભાઈ (વેરાવળ), હસમુખભાઈ, ચંદુભાઈ, જયાબેન, નયનાબેનના નાનાભાઈના પત્નીનું તા.3ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.6ના સાંજે 4 થી 6, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ છે.

જસદણ: ભરતભાઈ કેશવલાલ ચોલેરા (ઉ.67) તે સ્વ.રમેશચંદ્ર (રાજકોટ), પ્રવીણભાઈ (ખાદી ભંડાર), લલીતભાઈ તથા કૈલાસબેન નીતિનકુમાર માધવાણીના ભાઈનું તા.3ના અવસાન થયું છે. ઉઠમણું તા.7ના સાંજે 4 થી 5, ગાયત્રી મંદિર, નવા બસ સ્ટેશન પાસે, જસદણ છે.

રાજકોટ: ભટ્ટ કમલેશકુમાર જયંતકુમાર (ઉ.62) તે સ્વ.ભદ્રાબેન જયંતકુમાર દલપતરાય ભટ્ટના પુત્ર, ચેતના ભટ્ટના પતિ, રાધિકા ભટ્ટના પિતાશ્રી, રીટાબેન જયંતકુમાર જોષીના ભાઈ તથા સ્વ.વિનુભાઈના ભત્રીજા, કોકીલાબેન ચંદુભાઈ બધેકા (વલ્લભીપુર)ના જમાઈ, સુનીલ તથા ચૈતન્યભાઈ (કાનો) અને ભગવતી આલોક દવે (મુંબઈ)ના બનેવીનું તા.4ના અવસાન થયું છે. શ્વસુર અને મોસાળ પક્ષની સંયુક્ત સાદડી તા.6ના 4 થી 6, રામવાડી વિભાગ-2, ભીડભંજન મહાદેવ મંદિર સામે છે.

પોરબંદર: ચંદ્રકાંતભાઈ ગોરધનદાસ થાનકી (પી.જી.વી.સી.એલ)(ઉ.65) તે કમલકાંતના નાના ભાઈ, નીખીલભાઈ, ગીતાબેન, મીનાબેન, સોનલબેન, ધર્માબેનના પિતાશ્રી, કોમલબેન, શૈલેષભાઈ બાપોદરા, કિશોરભાઈ મોઢા, પ્રશાંતભાઈ જોષીના સસરા, અશોકભાઈ, ભાવેશભાઈ, ચેતનાબેનના કાકા, ચાર્મી અને જીયાનના દાદાનું તા.5ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.7ના 4 થી 5 દરમિયાન ઝુંડાળામાં આવેલ ઝુંડેશ્વર મહાદેવ મંદિરે છે.

રાજકોટ: સ્વ.વિઠ્ઠલદાસ માવજીભાઈ સેજપાલના પુત્ર ભરતભાઈ માવજી ખીમજી એન્ડ સન્સ, સોની બજારવાળા (ઉં.75) તે દીપકભાઈના મોટાભાઈ, પરેશભાઈ, વિમલભાઈ, દીનાબેન જયેશકુમાર બગડાઈ, મીનાબેન ચંદ્રેશકુમાર માનસતાના પિતા, રશ્મિબેન, અલ્પાબેનના સસરા, યશ્વી, શ્રીયાના દાદા, સ્વ.પ્રાગજીભાઈ જાદવજીભાઈ કોટેચા (ભીમકટા)ના જમાઈનું તા.3નાં અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.6નાં સાંજે 4 થી પ, સોમેશ્વર મહાદેવ મંદિર, રવિ રત્ન પાર્ક મેઈન રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ સસરા પક્ષની સાદડી સાદડી છે.

રાજકોટ: સોની ચીમનલાલ તુલસીદાસ પાટડીયા (બગથળાવાળા)નાં પુત્રવધૂ મંજુલાબેન સુમનભાઈ પાટડીયા (ઉ.પપ) તે હર્ષિલ, દિપાલીબેન ભૌતિકકુમાર રાણપરા (સુરત)નાં માતુશ્રી, સ્વ.સોની હિંમતભાઈ, બટુકભાઈ ચિમનલાલ પાટડીયાનાં નાના ભાઈની પત્ની, મોરબી-સોની રતિલાલ અવચળભાઈ રાણપરા (વવાણીયાવાળા)નાં દિકરી, રજનીભાઈ, સુનિલભાઈ, કેતનભાઈનાં બહેનનું તા.4નાં અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ તા.6નાં સવારે 10.30 થી 1ર રામઝરૂખા મંદિર, કોઠારીયા નાકા, ખીજડાવાળી પાસે, રાજકોટ છે.

વિસાવદર: મર્હુમ શેખ રસુલભાઈ મુ.કાદરભાઈ હિરાણી (મિલવાલા) (ઉં.10પ) તે મ. અસ્માબેન મુ. અલીભાઈ સિલાના પતિ, ઝરીનાબેન (વલસાડ), મર્હુમ હુસેનીભાઈ (નવસારી), અબ્દુલ્લાહભાઈ (અબુલીભાઈ), રઝિયાબેન (અમરાવતી), મોહમ્મદભાઈ, ઝોયેબભાઈ, ફાતેમાબેન (વિસાવદર)ના બાવાજી, મુર્તઝાભાઈ (નવસારી), કુલસુમબેન (રાજકોટ), ઈન્સીયાબેન (દારુ સલામ), અમ્મારભાઈ (વિસાવદર), ડો.સકીના, હુસૈન, કીનાના અને જહાબિયાના દાદાનું તા.પના વફાત થયા છે. ઝિયારતના સીપારા તથા સિયુમના ફાતેહા તા.7ના ઈઝી મસ્જીદમાં સવારે 11.30 કલાકે વિસાવદર છે.

રાજકોટ: ચા.મ.મો. બ્રાહ્મણ મૂળ ટંકારા (હાલ રાજકોટ) હસમુખરાય જાની તે દુર્ગાશંકર જાનીના પુત્ર, સ્વ.ત્રંબકલાલ, સ્વ.જયાબેન બી. પંડયાના ભાઈ, ગીરીશભાઈ, ભાવેશભાઈ અને રેખાબેન પંડયાના પિતાશ્રી, જામનગર નિવાસી નીતિશંકર પંડયા તથા સ્વ.ત્રિલોશંકરના બનેવીનું તા.રના અવસાન થયુ છે. બેસણુ તા.6નાં સાંજે 4 થી પ સૌરભ સોસાયટી કોમ્યુનિટી હોલ, રૈયા રોડ, શિવાજી પાર્ક પાસે, સદ્ગુરૂ કોમ્પલેક્ષની બાજુની શેરીમાં, રાજકોટ છે.

સાવરકુંડલા: મર્હુમ દાદાભાઈ હમીરભાઈ સૈયદ (ઉ.74) તે મહમદભાઈ સૈયદના પિતાનું તા.3ના અવસાન થયુ છે. હિન્દુ ભાઈઓ માટે બેસણુ તા.6ના સાંજે 4 થી 6 જુના બસ સ્ટેન્ડ પાછળ, ભરવાડ શેરી ઘંટીવાળુ નાકુ, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: જેઠાભાઈ પરષોત્તમભાઈ રાઠોડ (ઉ.83) તે ડાયાભાઈ, ચુનીભાઈ, ભરતભાઈના ભાઈ, હરેશભાઈના પિતાનું તા.1ના અવસાન થયુ છે. બેસણુ તા.6નાં સાંજે 4 થી 6, દેવળા ગેટ, રાઠોડ શેરી ખાતે સાવરકુંડલા છે.

સાવરકુંડલા: વર્ષાબેન દિનેશભાઈ દવે (ઉ.69) તે રસિકભાઈ, કિશોરભાઈના બહેનનું તા.રના અવસાન થયુ છે. બેસણુ તા.6નાં સાંજે 4 થી 6 ‘િસદ્ધાર્થ’ ગાયત્રી સોસાયટી, બ્લોક નં.49 બી કોલેજ રોડ પાછળ, સાવરકુંડલા છે.

બાબરા: ઠા.સ્વ.ખુશાલભાઈ ચંપકલાલ વણજારાના પત્ની જસુમતીબેન (ઉ.80) તે જયંતિભાઈના ભાભી, બાબાભાઈ (હિમેશભાઈ), મુન્નાભાઈ (કમલેશભાઈ)ના માતૃશ્રીનું તા.4ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.6ના સાંજે 4 થી પ લોહાણા મહાજનવાડી, બાબરા છે.

ટીમાણા: કુબેરભાઈ જીવનભાઈ ભટ્ટ (ઉ.78) તે મુક્તાબેનના પતિ, શંભુભાઈ, કૈલાસબેન, મનિષભાઈ પંડયા (દેવગણા)ના પિતાશ્રી, સ્વ.જીવનભાઈ વિઠ્ઠલભાઈ ભટ્ટના દિકરા, સ્વ.અંબાશંકરભાઈ, લાભશંકરભાઈ, અનકુવરબેન પરમાણંદભાઈ જાળેલાના નાનાભાઈ, નાનજીભાઈના મોટાભાઈ, રવજીભાઈ, સ્વ.કાંતિભાઈ, અમૃતલાલ, બાલાશંકરભાઈ, માવજીભાઈ, નરોત્તમભાઈ, ઘનશ્યામભાઈ, જીતુભાઈ, સ્વ.જનકભાઈના કાકા, મનિષભાઈ રામજીભાઈ પંડયા (દેવગણા)ના સસરા, હારીતભાઈ, દ્રષ્ટિબેન, વૃંદાબેન, ઉન્નતિબેનના દાદાનું તા.પના અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક