ચક્ષુદાન
રાજકોટ:
ભરવાડ સમાજ પ્રથમવાર કુવાડવા ખાતે બાબુભાઈ કાળાભાઈ લામકાનું અવસાન થતા તેમના પરિવારની
ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 768 દાન થયેલ
છે. આ ચક્ષુદાન કિશોરભાઈ રાઠોડના સહયોગથી થયેલ છે.
સાવરકુંડલા:
લાભુબેન નાનજીભાઈ વાઢેર (ઉં.8પ) તે કનુભાઈ, કિશોરભાઈ, રાજુભાઈ, ભરતભાઈના માતાનું તા.પના
અવસાન થયુ છે. બેસણુ તા.7નાં 4 થી 6 ‘માતૃછાયા’ દેવળા ગેટ પોલીસ ચોકી પાછળ બટુક હનુમાનની
પાછળ, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
હેતલબેન શૈલેશકુમાર બાવળિયા (ઉં.36) તે ભુપતભાઈ ગેડીયાની દીકરીનું તા.પના અવસાન થયુ
છે. બેસણુ તા.7ના સાંજે 4 થી 6 કલાકે માધવાણીની વાડી, શાળા નં.7ની સામે, સાવરકુંડલા
છે.
સાવરકુંડલા:
બચુભાઈ હીરજીભાઈ આણદાણી (ઉ.101) તે ઈન્દુભાઈ, ધીરુભાઈ, શિવભાઈના પિતાશ્રીનું તા.પનાં
અવસાન થયુ છે. બેસણુ તા.7ના 4 થી 6 રામજી મંદિર પાછળ, કાનાણી નગર, રઘુવંશીપરા, સાવરકુંડલા
છે.
કેશોદ:
રામશંકર મણિશંકર પંડયા (ઉ.7પ) તે સ્વ.મણિશંકર ભીમજી પંડયાના પુત્ર, વિભાબેનના પિતાશ્રી, સ્વ.વ્રજલાલભાઈના
નાનાભાઈ, પ્રફુલભાઈ મણિશંકરભાઈ પંડયા, પ્રમુખશ્રી જગદીશ અબોટી બ્રહ્મસમાજ અને ખજાનચી
સમસ્ત બ્રહ્મસમાજ કેશોદ કાંતિભાઈ, ગુણવંતાબેન અજીતભાઈ ઠાકર, વિજયાબેન કિરીટકુમાર જોશીના
મોટાભાઈનું તા.પનાં અવસાન થયું છે. બેસણુ તા.7નાં બપોરે 4 થી 6 પુરોહિત વિદ્યાર્થી
ભવન, આંબાવાડી કાપડ બજાર, કેશોદ છે.
જામનગર:
મૂળ ભૂજ-કચ્છના વડનગરા નાગર સ્વ.ચંદ્રવદનભાઈ ધોળકીયાના પત્ની વિશાખાબેન તે તેજસ ધોળકીયા
(ડિસ્ટ્રીક્ટ કોર્ટ, જામનગર), જાહનવીબેન બક્ષી (આદીપુર-કચ્છ), નંદિનીબેન (જામનગરના)
માતા, જનાર્દનભાઈ ધોળકીયા (નિવૃત્ત જજ, અમદાવાદ)ના ભાભી, જીગીશા ધોળકીયાના સાસુ, વ્યોમ
ધોળકીયાના દાદીનું તા.પના અવસાન થયુ છે. ઉઠમણુ તા.7ના સાંજે પ.30 થી 6 દરમ્યાન હાટકેશ
હોલ, હાટકેશ્વર મંદિર, નરસિંહ મહેતા રોડ, હવાઈચોક, જામનગરમાં ભાઈઓ, બહેનો માટે છે.
ધ્રોલ:
રમણીકલાલ દેવજીભાઈ સોલંકી (ઉ.8પ) તે મહેશભાઈ, જયેશભાઈ, હરીશભાઈ, અનીલભાઈ, રાજેશભાઈના
પિતાશ્રી, બેચરભાઈ રવજીભાઈ ગોહેલના જમાઈ, કેશુભાઈ, ભરતભાઈ, ચંદુભાઈના બનેવીનું તા.6ના
અવસાન થયુ છે. ઉઠમણુ તા.7ના સાંજે 4 થી પ દરજી સમાજની વાડી, મેઈન બજાર ધ્રોલ છે.
બિલખા:
ડો. કિશનભાઈ અનંતરાય જાડા (ઉં.61) તે કિરીટભાઈનાં નાનાભાઈ, ડો.પાર્થ, પિયુષભાઈનાં પિતાશ્રીનું
તા.6ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.8નાં 4 થી 6 બુદ્ધનાથ મહાદેવ મંદિર, બસ સ્ટેશન
સામે, બિલખા છે.
સોનગઢ:
હસુબા નરદેવસિંહ ગોહિલ (ઉં.46) તે કિશોરસિંહ, દોલુભા, મહેન્દ્રસિંહના ભત્રીજા વહુ,
દિલાવરસિંહના નાનાભાઈના પત્ની, નરદેવસિંહ લાલુભા ગોહિલનાં પત્ની, મહાવીરસિંહ, મયુરસિંહ,
હિતેન્દ્રસિંહ (આર્મી)ના ભાભી, અજયસિંહ, વિશ્વરાજસિંહના કાકીનું તા.6ના અવસાન થયુ છે.
રાજકોટ:
દક્ષાબેન મયુરસિંહ ચૌહાણ (ઉ.4ર) મુળ સુલતાનપુર, હાલ રાજકોટનું તા.પ/11ના અવસાન થયું
છે. બેસણુ તા.7ના 4 થી 6 કારડીયા રાજપૂત સમાજની વાડી, 1પ0 ફીટ રીંગ રોડ, મવડી ચોકડી,
રાજકોટ છે.