• બુધવાર, 12 નવેમ્બર, 2025

avshan nodh

રાજકોટ: ગુર્જર ક્ષત્રિય કડીયા મનોજકુમાર શિવલાલભાઇ ગાંગાણીનું તા.7ના અવસાન થયું છે. બેસણું: તા.10ના સાંજે 4 થી 6  ‘િશવશક્તિ કૃપા’, 3-લક્ષ્મીવાડી, મીલ કમ્પાઉન્ડ વાળી શેરી, રાજકોટ છે.

રાજકોટ: દશા સોરઠીયા વણિક પ્રભાબેન છગનભાઇ લોટીયા (ઉ.98) તે રાજેશભાઇ, સુશીલાબેન શિવલાલભાઇ વિભાકર (જેતપુર), સ્વ. ચંપાબેન કનૈયાલાલ કાચલીયા (નવસારી), શોભનાબેન હર્ષદભાઇ સાંગાણી (જેતપુર વાળા)ના માતુશ્રી, કિશોરભાઇ, જ્યોતિષભાઇ, ચંપકભાઇ, દિલીપભાઇના કાકી, જીગ્નેશભાઇ, નિકુંજભાઇના દાદીનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.10ના સોમવારે બપોરે 4થી 6  રાષ્ટ્રીય શાળા મનહર પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: ગુર્જર ક્ષત્રિય કડિયા જયદિપ સુનિલભાઇ પરમાર (ઉ.34) (આઇડીયાટેક એન્જિ.)તે સુનિલભાઇ રવજીભાઇ પરમારના પુત્ર, કમલભાઇના નાના ભાઇનું અવસાન થયું છે. બેસણું તા.10નાં સાંજે 4 થી 6 કોપર ગ્રીન સિટી, કલબ હાઉસ, બી-1001, 80 ફુટ રોડ, રેલનગર ફાયર બ્રિગેડ સ્ટેશનની સામે, રેલનગર, રાજકોટ છે.

રાજકોટ: કનેસરા તા. જસદણના સ્વ. ધીરૂભાઇ માધવજીભાઇ તેરૈયા (ઉ.71) તે રમેશ, તુષારના પિતાશ્રીનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.10નાં સાંજે 4 થી 6 રાજયોગ એપાર્ટમેન્ટ, શારદાનગર-4, વિરાણી ચોક પાસે, મંગળા મેઇન રોડ, રાજકોટ છે.

મુંબઇ: ઝાલાવાડી સ્થાનકવાસી વીસા શ્રીમાળી જૈન મૂળ વતન મૂળી- હાલ મુંબઇના સ્વ. ભરતભાઇ શાહનાં પુત્રી, અર્પણાબેન (ઉ.48) તે પુનમચંદભાઇનાં પૌત્રી, અમિતભાઇનાં બહેન, સ્વ. મધુકાંતભાઇ પુનમચંદભાઇ શાહ, પલ્લવીબેન વિક્રમભાઇ દેસાઇનાં ભત્રીજી,  સ્વ. કાંતિભાઇ તલકચંદ શેઠનાં દોહિત્રીનું તા.7મીએ અવસાન થયું છે. સ્મૃતિસભા 9મીએ સવારે 10-30 થી 12 ભારતીય વિદ્યા ભવન ઓડિટોરિયમ, 29 કે, એમ. મુન્શી માર્ગ, ગામદેવી, ચોપાટી, મુંબઇ છે.

જામનગર: મૂળ સતાપર હાલ જામનગર ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ સ્વ. અમૃતલાલ રાવલના પુત્ર, દિનેશભાઇ (માસ્તર) (ઉ.78) તે અનસુયાબેનના પતિ, મીનલબેન દવે, નિશા અમસરાના પિતાશ્રી, સ્વ. રતિભાઇ, સ્વ. ગીજુભાઇ, સ્વ. જશુભાઇ, સ્વ. વ્રજલાલભાઇ તથા મંજુલાબેન પંડયાના ભાઇ, રાજુભાઇ પંડયાના બનેવી, દેવાંગ પ્રફુલભાઇ દવે-એડવોકેટ (રાજકોટ) તથા અભિષેક નવીનચંદ્ર અમસરાના સસરા, આર્યન દવે, કેદાર અમસરાના નાનાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.10ના 4-30 થી  5 નર્મદેશ્વર મહાદેવ પંચવટી, જામનગર છે.

પોરબંદર: સુશીલાબેન (ઉ.79) તે જીવનલાલ દેવજીભાઇ સોનઘેલાના પત્ની, હિતેનભાઇ, નયનભાઇ, વર્ષાબેન અને કીર્તિબેનના માતુશ્રી, વિધિ, રિયા, હીર અને નિકિતાના દાદીનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયર પક્ષની સાદડી તા.10ના બપોરે 4-15 થી 4-45 દરમિયાન લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇઓ- બહેનોની સંયુકત છે.

લાઠી: સ્વ. રમણીકલાલ મણીલાલ જયસ્વાલના પુત્ર અશોકભાઇ (ભટાભાઇ) તે હરેશભાઇ, ભદ્રેશભાઇના મોટા ભાઇ, હેમલભાઇ, અલ્પેશભાઇ, દેવાંગીબેનના પિતાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.10ના બપોરે 3 થી 6 અક્ષર વાડી, જીઇબી ઓફિસ પાસે છે.

ગોંડલ: મૂળ શિશાંગ હાલ ચાંદલી સ્વ.મણિશંકર નાનજીભાઈ જોશીના પુત્ર ચમનલાલ (ચમન અદા) (ઉં.80) તે સ્વ.ચંદ્રિકાબેનના પતિ, કુસુમબેન સુધીરભાઈ પુરોહિતના પિતાશ્રી, જેન્તીભાઈ, શંકરભાઈ, પભીબેનના મોટાભાઈ, મૂળ કમિગઢ હાલ ગોંડલ નિવાસી સ્વ.દોલતરામ આત્મારામ પુરોહિતનાં જમાઈ, સ્વ.સુધીરભાઈ દોલતરામ પુરોહિતના બનેવીનું તા.પના અવસાન થયું છે. ઉઠમણું પિયર પક્ષ, સસરા પક્ષની સાદડી તા.10ના સાંજે 4થી 6 ચાંદલી ખાતે છે.

રાજકોટ: મૂળ નાના ખીજડિયાના ડો. કાંતિલાલ મણીલાલ પૈજા (ઉં.80) તે મંજુલાબેનના પતિ, સ્વ.વ્રજલાલ, જયંતીભાઈ, સ્વ.દેવશંકરભાઈના નાનાભાઈ, અવનીબેન ઓઝા (રેલવે), કેતનભાઈ, દીપકભાઈ (પીજીવીસીએલ)ના પિતાશ્રી, જસ્મીનકુમાર ઓઝા (રેલવે) અને મનાલીબેન (પીજીવીસીએલ)ના સસરાનું તા.8ના અવસાન થયુ છે. બેસણું તા.10ના સોમવારે સાંજે 4થી 6 રંગનાથ મહાદેવ, ઉપવન સોસાયટી, એરપોર્ટ રોડ તેમના નિવાસ સ્થાન પાસે, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક