• બુધવાર, 12 નવેમ્બર, 2025

avshan nodh

રાજકોટ: સ્વ. કિરીટભાઇ છોટાલાલ અનડકટના પત્ની વાસંતીબેન તે સ્વ. વ્રજલાલ મગનલાલ નંદાણીના દીકરી, જીજ્ઞેશભાઇ કિરીટકુમાર અનડકટ (સ્કોલર્સ એકેડેમી) તથા રિપલબેન અંકુરકુમાર કટારિયાના માતુશ્રી, યોગીતાબેન જીજ્ઞેશભાઇ અનડકટના સાસુ, ધ્યાની, રાજના દાદીનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, મોસાળ પક્ષની સાદડી તા.10નાં 5 થી 6 આફ્રિકા કોલોની, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર નીલકંઠ મહાદેવ મંદિર, રાજકોટ છે.

સાવરકુંડલા: વૃજલાલ કુરજીભાઇ ચુડાસમા (ઉ.79)તે બિપીનભાઇ, રમેશભાઇ, અનિલભાઇના પિતાશ્રીનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ના બપોરે 4 થી 6 લુહાર સોસાયટી ખોડીયાર ચોક, હાથસણી રોડ સાવરકુંડલા છે.

સાવરકુંડલા: જસવંતરાય પ્રભાશંકરભાઇ પંડયા (ઉ.72) તે માધવીબેન મહેતાના પિતાશ્રીનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.10નાં સાંજે 4 થી 6 સોઢા ઉપવન જલારામ મંદિર પાછળ, સાવરકુંડલા છે.

રાજકોટ: નયનાબેન અંજારીયા તે યોગેશભાઇ અંજારીયાના પત્ની, અશ્વિનીભાઇ બુચના પુત્રી, સ્વ. મધુકરભાઇ, સ્વ. વિભાકરભાઇ, પ્રભાકરભાઇ, પિનાકીનભાઇ અંજારીયાના ભાભી, મયુરભાઇ બુચના બેનનું તા.8ના  અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.10ના સાંજે 5 થી 6 ભવનાથ મહાદેવ મંદિર, શિવમ પાર્ક-2, અમૃતા ચિલ્ડ્રન હોસ્પિટલ, રૈયા ચોકડી પાસે, રાજકોટ ખાતે છે.

જોડિયા: ભગવતીબેન નવલરામ બુદ્ધભટ્ટી તે કિશનભાઇ બુદ્ધભટી (િદવ્ય દ્રષ્ટિ)ના બેન, રાધેશભાઇ, જયદેવભાઇ, મયુરભાઇના ફૈબાનું તા.7ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.10ના સાંજે 4-30 થી 5-30 તેમના નિવાસસ્થાન બ્રાહ્મણશેરી પરા, જોડીયા, (િજ. જામનગર) છે.

જામનગર:  રાજેશ ધીરજલાલ પાલા (લાલપુર વાળા) (ઉ.58) તે  સ્વ. ધીરજલાલ લક્ષ્મણભાઇ પાલાના પુત્ર, અમીત, આર્યન, જુલી સાગરકુમાર ધુંચલાના પિતાશ્રી, રેખાબેન હસમુખલાલ જોગીયા તથા દીનાબેન જીતેન્દ્રભાઇ રાણીંગાના ભાઇ, સ્વ. રતિલાલ, સ્વ. શાંતીભાઇ, સ્વ. હેમતભાઇ તથા રમેશભાઇ અને જયસુખભાઇ લક્ષ્મણભાઇ પાલાના ભત્રીજા, સ્વ. લીલાધરભાઇ જીવનભાઇ લોઢીયા (વેરાવળ)ના જમાઇનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તા.10નાં સાંજે 4 થી 4-30 પાબારી હોલ નીચે સેલરમાં તળાવની પાળ, જામનગર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક