પૂર્વ
શ્રમ મંત્રી મનસુખભાઇ જોષીની 14મીએ પ્રાર્થના સભા
રાજકોટ:
ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ પૂર્વ શ્રમ મંત્રી મનસુખભાઇ છગનલાલ જોષી (ઉ.વ.93)
તે દિલીપભાઇ, સ્વ. નાનુભાઇ, ગજેન્દ્રભાઇ (યુએસએ), સ્વ. સવિતાબેન દામોદરભાઇ પંડયા, ગીતાબેન
રમેશભાઇ મહેતાના ભાઇ તે પ્રિ. યજ્ઞેશભાઇ જોષી (કુંડલીયા કોલેજ), મેહુલભાઇ (આરસીસી બેંક),
સ્વ. રક્ષાબેન, ભાવનાબેન, શૈલાબેન (મુંબઇ), તૃપ્તિબેન (િપ્રન્સિપાલ સદગુરૂ વિદ્યાલય),
વંદનાબેન (અમદાવાદ)ના પિતાશ્રી તે મૂળ કેરાળી હાલ રાજકોટ સ્વ. જગન્નાથભાઇ જગદીશભાઇ
જોષીના જમાઇનું તા.10ને સોમવારે અવસાન થયું છે. ઉઠમણું, બેસણું તથા પ્રાર્થના સભા બંને
પક્ષના તા.14ને શુક્રવારે સાંજે 4 થી 6 રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ ખંડ, રાજકોટ ખાતે રાખવામાં
આવેલ છે.
જૂનાગઢ:
મૂળ મેઘપુર હાલ જૂનાગઢ નિવાસી ભાવેશભાઇ (ભીખુભાઇ) હરજીવનભાઇ કેલૈયા (ઉ.68) તે અરૂણાબેનના
પતિ તેમજ કિરણભાઇ લખલાણી (રાજકોટ), હરિતભાઇ (નવાપુર) અને જીતેન્દ્રભાઇ (રાજકોટ)ના બનેવી
અને કેવીનભાઇ કેલૈયા (જૂનાગઢ), પરાગભાઇ કેલૈયા (પુના) તેમજ જાનવીબેન લખલાણી (બેબી),
મુંબઇના પિતાનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ને ગુરૂવારે સિદ્ધનાથ મહાદેવ મંદિર,
ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.
ગઢડા(સ્વામીના):
તળપદા કોળી ગઢડા (સ્વામીના) નિવાસી સ્વ. દિલીપભાઇ પરસોતમભાઇ પરમારના પુત્ર, મોહિત
(ઉ.36) તે આકાશ પરમારના ભાઇ અને આર્યનના પિતાજીનું તા.10મીએ અવસાન થયું છે. બેસણુ:
તા.13ને ગુરૂવારે આખો દિવસ તેમના નિવાસસ્થાને બાબરપરા, બસ સ્ટેન્ડ પાછળ રાખેલ છે.
રાજકોટ:
સ્વ. રમણીકલાલ સવજીભાઇ સુતરીયાના પુત્ર મહેશભાઇ તે સ્વ. હંસાબેનના પતિ, સ્વ. વિજયભાઇ,
સ્વ. બીપીનભાઇ, સ્વ. પ્રમોદભાઇ, સ્વ. અશોકભાઇ, સ્વ. અંજનાબેન, તરૂબેન તથા છાયાબેનના
ભાઇ તેમજ ધર્મેશ, નિશિતના પિતા તથા કુશના દાદાનું
તા.8મીએ અવસાન
થયું
છે.
મોટીમારડ:
વાડોદર નિવાસી વિરાભાઇ બાવાભાઇ ચાવડાના પત્ની તેમજ વિજયભાઇ તથા યોગીતાબેનના માતુશ્રી,
રમાબેન વિરાભાઇ ચાવડા (ઉ.61)નું તા.10મીએ અવસાન થયું છે.
જામનગર:
હાલ જામનગર નિવાસી (મૂળ ગામ- રવ, કચ્છ)નાં સ્વ. મોહનલાલ મગનલાલ પૂજારાનાં પત્ની, રેવાબેન
(ઉ.78) તે નિતાબેન, નિલેશ, અનિલભાઇના માતુશ્રી,
નીલાબેન તેમજ અંશ, પ્રિયાંશ, દિયાના દાદી અને શ્રેયસ અને કરણના નાની તેમજ ભીખાલાલ અને
પ્રવીણભાઇના બહેન તેમજ સ્વ. કાંતાબેન મણિલાલ પુજારા (ભચાઉ- કચ્છ) તેમજ પ્રભાબેન પ્રવીણકુમાર
સાયતા (આડેશર- કચ્છ)ના બેનનું તા.9ના રોજ અવસાન
થયું છે. પ્રાર્થના સભા તા.13ને ગુરૂવારે રોજ સાંજે 5 થી 5-30 તળાવની પાળ, પાબારી હોલ
ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.
ચલાલા:
બાનુબેન મુલ્લાજીવાજી હિરાણી (ઉ.85) (ઝવજતે રસુલભાઇ હથીયારી) તે અકબરભાઇ, ઝાકીરભાઇ,
અબ્દુલ્લાહભાઇ, અબ્બાસભાઇ અને ફાતેમાબેન (રાજકોટ)ના માતુશ્રીનું તા.10ના રોજ અવસાન
થયું છે. ઝયારતના શદકલાના સીપારા: તા.12ને બુધવારે દાઉદી વ્હોરા મસ્જિદ, ચલાલા મુકામે
12 કલાકે રાખેલ છે.
પોરબંદર:
સુશીલાબેન જેન્તીભાઇ ગણાત્રા (ઉ.77) તે સ્વ. જીવરાજભાઇ કરશનભાઇ રાજદેવના પુત્રી, સ્વ.
વલ્લભભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. રમેશભાઇના બહેન તથા યોગેશભાઇ, કલ્પેશભાઇ, હિતેશભાઇના માતુશ્રીનું
તા.8ના અવસાન થયું છે.