• બુધવાર, 12 નવેમ્બર, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: સ્વ.હર્ષદભાઈ ચુનીલાલ વોરાના પત્ની મીનાબેન (ઉં.83) તે સ્વ.ચુનીલાલ લક્ષ્મીચંદ વોરાના પુત્રવધૂ, જાગૃતિ અતુલભાઈ શાહ (કલકત્તા), માધવી ધીમંતભાઈ ખારા (અમરેલી), કવિતા અબ્બાસભાઈ ભારમલ (રાજકોટ)ના માતુશ્રી, સ્વ.તરૂબેન રસીકલાલ શેઠ (કલકત્તા), હેમલતાબેન રમણીકલાલ શાહ (દારેસલામ), કનકબેન હસમુખભાઈ પારેખ (રાજકોટ)ના ભાભી, ખ્યાતિ, સ્વાતિ, વિધી, નીવ, અબ્દેઅલી, ભવ્ય તથા રાજના નાનીનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સવારે 10 કલાકે, સંઘાણી સંઘ ઉપાશ્રય, 10-દિવાનપરા, પ્રાર્થનાસભા ગુરુવારે તા.13ના સવારે 10-30થી 11-30, વિરાણી વાડી, કોઠારીયા નાકા પાસે છે. સદ્ગતનું ચક્ષુઓનું દાન કરાયું છે.

રાજકોટ: મુળ જામકલ્યાણપુર હાલ રાજકોટ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ અને જામકલ્યાણપુર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ વકીલ પ્રદીપકુમાર દલપતરામ દવે  (ઉ.62) તે સ્વ. દલપતરામ દવેના પુત્ર, રસીલાબેન દવેના પતિ, ખુશાલ દવેના પિતાશ્રી, સ્વ. પ્રવીણભાઇ દવે, જીતુભાઇ દવે, ભરતભાઇ દવે (પત્રકાર), અરૂણાબેન પંડયા, વિનોદબેન વ્યાસ (ધોરાજી)ના ભાઇ, હિમાંશુ દવે, તેજસ દવે, ગૌરવ દવે (પત્રકાર -ઝી ન્યુઝ), ગૌતમ દવે અને વિનાયક દવેના કાકાનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ને ગુરૂવારે સાંજે 4 થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, જીવનનગર, અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ વાળી શેરી, બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: ઠા. સ્વ.છોટાલાલ મંગળજી કુંડલીયાના પુત્ર શરદભાઇ (ઉ.82)તે સ્વ. કિશોરભાઇ, સ્વ. જયેન્દ્રભાઇ, સુરેશભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, ભરતભાઇ, હરીશભાઇ, સ્વ. જયકરભાઇ તથા ગં.સ્વ. કલ્પનાબેન રજનીકાંત જોબનપુત્રાના ભાઇ, હિમાંશુભાઇ, કેતનાબેન ભાર્ગવકુમાર ઠક્કર, સ્વ. રીટાબેન મનોજકુમાર પુજારાના પિતાશ્રી, સ્વ. જમનાદાસભાઇ વલ્લભદાસ ગોકાણીના જમાઇનું તા.7ના અમદાવાદ ખાતે અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.13ના સાંજે 4 થી 5 ભીડભંજન મહાદેવ મંદિર ખાતે, સટ્ટાબજાર ચોક, દાણાપીઠ પાસે રાજકોટ છે શ્વસુર પક્ષની સાદડી સાથે છે.

ડેડાણ: અયુબખા ફતેહખા પઠાણ (દાદા) (ઉ.50) તે મહેબુબખા સિકંદરખા, મ. યુસુફખા, યાસીનખા, ઇસ્માલખાના નાનાભાઇ અને અહેમદભાઇ જીવાભાઇ કુરેશીના સાળા, રાજુલાવાળા, હયાતખા સીદીખાના ભાણેજનું એજાજખા ઇનુસખા (જેસર)ના સસરા, અલફાઝખા અને હમીદખાના વાલીદ પિતાનું અવસાન થયું છે. જીયારત તા.13ને ગુરૂવારે સવારે 10 વાગ્યે ભાઇઓ માટે જુમ્મા મસ્જિદ ડેડાણ, બહેનો માટે તેમના નિવાસ સ્થાને છે.

રાજકોટ: નવીનચંદ્ર રેવાશંકર જોશી (મુલતાઇ વાળા) હાલ રાજકોટ તે મનોરમાબેનના પતિ, સ્વ. રવિભાઇનાં પિતાશ્રી, હસમુખભાઇ, વિષ્ણુભાઇ અને કિશોરભાઇ જોશીનાં મોટાભાઇનું તા.11ના અવસાન થયું છે. બેસણું: તા.13ના બપોરે 3-30 થી 5-30 શ્રી નમર્દેશ્વર મહાદેવ મંદિર, કડીયા સોસાયટી, ગોકુલધામ પાછળ, ગુરૂપ્રસાદ ચોક પાસે, રાજકોટ છે.

રાજકોટ: મોઢ વણિક પદ્માબેન અમ્રતલાલ મેસ્વાણી (ઉ.85) તે સ્વ. અમ્રતલાલ નરોત્તમદાસ મેસ્વાણીના પત્ની, કેતનભાઇ  (આરએમસી), જીગ્નેશભાઇ (મેસ્વાણી લેબોરેટરી)ના માતુશ્રી, દિપ્તીબેન, કવિતાબેનના સાસુ, ડો. જીલ, શ્યામ અને રૂદ્રાના દાદી, વેરાવળ નિવાસી સ્વ. જમનાદાસભાઇ રાઠોડના પુત્રીનું તા.11ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.13નાં સવારે 9-30 થી 11 મોઢ વણિક વિદ્યાર્થી ભવન-5, રજપુતપરા, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક