જૂનાગઢના
તપસ્વીની રાજયોગિની બ્રહ્માકુમારી દમયંતી દીદીનું નિધન
જુનાગઢ:
બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની વરિષ્ઠ રાજયોગિની, તપસ્વી, સેવાભાવી, સૌમ્ય
સ્વભાવના, બ્રહ્માકુમારી ગુજરાત ઝોનના એડીશનલ ચીફ, જૂનાગઢ જિલ્લા સબઝોનના મુખ્ય સંચાલિકા
બ્રહ્માકુમારી દમયંતી દીદીનું તા.13ના નિધન થયું છે. દીદીએ વર્ષોથી રાજયોગ દ્વારા આત્મિક
શક્તિનો સંદેશ દ્વારા અસંખ્ય આત્માઓને જીવનમાં શાંતિ, શક્તિ અને સૌજન્યનો માર્ગ બતાવ્યો
હતો. દીદીનું સમગ્ર જીવન ઈશ્વરીય સેવા, તપસ્યા અને માનવ કલ્યાણને અર્પિત રહ્યું છે. રાજ યોગિની બ્રહ્માકુમારી દમયંતી દીદીએ જૂનાગઢમાં
એક નાનકડા સેવાના બીજને વાવતા આજે 55 વર્ષ થયા જુનાગઢ તથા તેના આસપાસના વિસ્તારોમાં
આધ્યાત્મિક સેવાનો ધ્વજ લહેરાવ્યો. એક બીજમાંથી વિરાટ વટ વૃક્ષ તૈયાર થયું. જૂનાગઢ
ત્યારબાદ પોરબંદર, જેતપુર, વેરાવળ, સોમનાથ, કેશોદ, ઉના, જામજોધપુર, બાટવા, ઉપલેટા,
જામજોધપુર અનેક શહેરોમાં સેવાઓ કરી. આજે નાના-મોટા 55 જેટલા સેવા કેન્દ્રો, 160 જેટલી
બ્રહ્માકુમારી બહેનો તેમના નેજા હેઠળ તૈયાર થઈ લોકોની આધ્યાત્મિક સેવા કરી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના હજારોની સંખ્યામાં લોકો, બ્રહ્માકુમારી પરિવાર, તમામ ઈશ્વરીય સભ્યોએ
દીદીના દૈહિક વિયોગને ગહન શોક સ્વીકારી, તેમના ઈશ્વરીય સ્મરણ સાથે વિદાય આપી હતી.
મોટા
દેવળિયા : ન્યૂઝ પેપર એજન્ટ પરેશભાઈ રાજ્યગુરુના માતુશ્રીનું અવસાન
મોટા
દેવળિયા: ન્યૂઝ પેપર એજન્ટ નટવરલાલ રતિલાલ રાજ્યગુરુના પત્ની સ્વ.પ્રવિણાબેન નટવરલાલ
રાજ્યગુરુ (ઉં.70) તે શાત્રી ભાવેશ રાજ્યગુરુ (રાજકોટ) તથા ન્યૂઝ પેપર એજન્ટ પરેશભાઈ
રાજ્યગુરુ (મોટા દેવળિયા), વીણાબેન રાકેશભાઈ પંડયા, અરુણાબેન જીતેન્દ્રભાઈ મહેતાના
માતુશ્રી અને પુષ્પક, આરાધના, જાનવી, દેવાંશીના દાદીનું તા.13ને ગુરુવારે અવસાન થયું
છે. મો.નં.97144 15940
ચક્ષુદાન
ભાવનગર:
ભદ્રાબેન પ્રવીણભાઈ ગઢિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 771 દાન થયેલ છે. ચક્ષુદાન મેળવવામાં રેડ ક્રોસ
આઈ બેંક ભાવનગરનો સહયોગ મળેલ છે.
રાજકોટ:
મૂળ ગામ નાનામવા હાલ રાજકોટ પૃથ્વીસિંહ નટવરસિંહ જાડેજા (ઉં.76) તે રણજીતસિંહ જાડેજાના
નાના ભાઈ, અર્જુનસિંહના કાકાનું તા.1રના અવસાન થયું છે. બેસણું તા.14ના સાંજે 4.30થી
6 કાઠિયાવાડ જીમખાના, ડો.રાધાકૃષ્ણન માર્ગ, રાજકુમાર કોલેજની સામે, જાગનાગ પ્લોટ, રાજકોટ
છે.
રાજકોટ:
ગુર્જર સુથાર મૂળ બેડી (વા.) હાલ રાજકોટ ગોદાવરીબેન બોરાણિયા તે સ્વ.રવજીભાઈ ભગવાનજીભાઈ
બોરાણિયાના પત્ની, હેમંતભાઈ, સ્વ.ગુણવંતભાઈ, જયંતીભાઈ, કિશોરભાઈ, રસિકભાઈ, દિનેશભાઈ,
ભાનુબેન, ધીરજબેન, હર્ષાબેન, ભારતીબેન, દક્ષાબેન, શર્મિલાબેનના માતુશ્રી, સ્વ.મકનભાઈ
પ્રાગજીભાઈ પંચાસરા (રફાળા)ના પુત્રીનું તા.1ર/11ના અવસાન થયુ છે. બેસણુ તા.14ના સાંજે
4થી પ.30 રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ છે.
તાલાલા
ગિર: પ્રભુદાસભાઈ છગનલાલ રૂપારેલીયાનાં પત્ની હંસાબેન (ઉ.75) તે ધનેશભાઈ, હિતેશભાઈ,
શૈલેષભાઈ (દાઉદભાઈ), દિનેશભાઈના માતૃશ્રી, સ્વ.અમૃતલાલભાઈ (ઘાંટવડ), સ્વ.રતિલાલભાઈના
નાનાભાઈના પત્ની, દેવચંદભાઈ તથા હરેશભાઈના ભાભી, સ્વ.કાકુલાલ પોપટલાલ કંટારીયા, દ્વારકાદાસ
પોપટલાલ કંટારીયા (દાદર) હાલ જૂનાગઢની પુત્રી, મીત, સની, યસ, મનન, ક્રિશના દાદીનું
તા.1રમીના અવસાન થયુ છે. ઉઠમણુ, પિયર પક્ષની સાદડી તા.14નાં 4 થી 6 સિદ્ધનાથ મહાદેવ
મંદિર, વર્ધમાનનગર કોર્નર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ છે.
ધોરાજી:
હસમુખભાઈ પ્રેમજીભાઈ ઠેસીયા તે દિપકભાઈ, વિપુલભાઈના પિતાશ્રી, ફેની, માન, શ્રીમાન અને
ઓમના દાદાનું તા.1રના અવસાન થયુ છે. બેસણું ધોરાજી મુકામે તા.15ના સાંજે 4 થી 6 લેઉઆ
પટેલ સમાજ (વિભાગ-ર), જમનાવડ ધોરાજી રાજકોટમાં બેસણુ તા.17ના સાંજે 4 થી 6 ફોર્ચ્યુન
વેલન્સીયાની બાજુના પ્લોટમાં, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, સરાજા બેકરી પાસે, રાજકોટ
છે.
રાજકોટ:
મંજુલાબેન ભટ્ટ (મુંબઈ) તે સ્વ.ઈશ્વરદત્ત પ્રભુદાસ ભટ્ટના પત્ની, મહેશભાઈ, નીલીમા આશુતોષ
જોષી, વેણુધર ભટ્ટના માતુશ્રી, ડો.નૌતમભાઈ એલ. ઠાકર, સ્વ.લલિતભાઈ એલ. ઠાકર, જીતેન્દ્રભાઈ
એલ. ઠાકરના બેનનું રાજકોટમાં અવસાન થયુ છે. બેસણુ તા.14નાં સાંજે 4 થી 6 ઈન્દ્રેશ્વર
મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી 80 ફૂટ રોડ,
રાજકોટ
છે.
રાજકોટ:
ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જગદીશભાઈ પ્રભાશંકર દવે (નિવૃત્ત પ્રોફેસર કોટક સાયન્સ કોલેજ)ના
પત્ની હંસાબેન તે હિનાબેન, સંદિપભાઈ, નિરજભાઈના માતૃશ્રી, પ્રશાંતભાઈ, ઝંખનાબેન, ભાવનાબેનના
સાસુનું તા.1રના અવસાન થયુ છે. બેસણુ તા.14ના સાંજે 4 થી 6 સાગર એપાર્ટમેન્ટ, 6/7 વૈશાલીનગર,
ગાયત્રી મંદિર પાસે, રૈયા રોડ, રાજકોટ છે.
કુકસવાડા:
સ્વ.નાનાલાલ અમરસીભાઈ સોઢાના નાના પુત્ર ચંદુલાલ (ઝીણાભાઈ) સોમનાથ ફરસાણ વાળા તે નરોત્તમભાઈ
(ભીખાભાઈ), હરેશભાઈ (હકાભાઈ), દિપકભાઈ વેરાવળ, તન્ના ઝેરોક્ષવાળાના નાનાભાઈ, પૂજાબેનના
પિતાશ્રી, નિસાબેન, નેહાબેન, કૌશિકભાઈ, સંજુબેનના કાકાનું તા.1રના અવસાન થયુ છે. ઉઠમણુ
તા.14ના સાંજે 4 થી પ પ્રજાપતિ સમાજ, ખોરાસા ગિર ખાતે છે.
રાજકોટ:
જ્યોતીબેન નલીનકાંતભાઈ પંચમીયા (ઉ.77) તે મોહનલાલ મોતીચંદ ખારાના દીકરી, વિપુલભાઈ,
કમલભાઈ તથા અતુલભાઈના માતૃશ્રીનું તા.13ના અવસાન થયુ છે. ટેલીફોનીક ઉઠમણુ તા.1પના સાંજે
4 થી 6 રાખેલ છે. મો.નં.99099 34669, 94288 94664 લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાજકોટ:
બકુલભાઈ દેસાઈ (ઉ.66) તે સ્વ.કાંતિલાલ એ. દેસાઈના પુત્ર, આરતીબેનના પતિ, પ્રણવના પિતાશ્રી,
મધુકરના ભાઈનું તા.4ના વાનકુંવર (કેનેડા) ખાતે અવસાન થયુ છે. બેસણુ તા.1પને શનિવારે
સવારે 10 વાગે સદર સ્થાનકવાસી, જૈન ઉપાશ્રય, 1પ પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે છે.