• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

ઈશ્વરિયાના પત્રકાર કાર્યકર્તા મુકેશ પંડિતના માતુશ્રીનું અવસાન

ઈશ્વરિયા: ઈશ્વરિયા (તા.સિહોર)ના પત્રકાર કાર્યકર્તા મુકેશ પંડિત અને નરેશભાઈ પંડિતના માતુશ્રી રમાબેન ચંદુલાલ પંડિત (ઉં.80)નું તા.1ના અવસાન થયું છે. બેસણું શનિવારે તા.3ના આખો દિવસ તેમના નિવાસ સ્થાન ઈશ્વરિયા રાખેલ છે.

ચક્ષુદાન

રાજકોટ: સોંદરવા પંકજભાઈ વાલજીભાઈનું અમદાવાદમાં અવસાન થતા અમદાવાદમાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 336મું ચક્ષુદાન થયેલ છે. મે-23 મહિનામાં આઠમું ચક્ષુદાન થયેલ છે.

રાજકોટ: મોહનકુંવરબા અભેસિંહજી જાડેજા (ઉં.100) તે સ્વ.ભરતસિંહ, નવલસિંહ, જયદેવસિંહ, સ્વ.મહેન્દ્રસિંહ, કિશોરસિંહનાં માતુશ્રી તથા રાજેન્દ્રસિંહ, યોગેન્દ્રસિંહ, લક્કીરાજસિંહ, વનરાજસિંહ સુરવીરસિંહનાં દાદી તથા ધર્મેન્દ્રસિંહ ટપુભા બાપુ જાડેજાના કાકીમાનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.3ના શનિવારે સાંજે 4થી 6, જયદેવસિંહ અભેસિંહજી જાડેજા (સરપંચ)નાં નિવાસસ્થાને મુ.વેજાગામ (વાજડી)ખાતે રાખેલ છે.

જૂનાગઢ: ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ મનિષાબેન રાવલ (ઉં.64), તે સ્વ. જનકભાઈ જટાશંકર રાવલનાં પત્ની, અવની, રચના, શિવમનાં માતુશ્રી, આશિષકુમાર અમૃતલાલ ભટ્ટનાં સાસુ, સ્વ.જયંતીભાઈ રેવાશંકર શુકલ (ધોરાજી)નાં પુત્રી, સ્વ.જયેન્દ્રભાઈ, સ્વ. ભાલચંદ્રભાઈ, કિશોરભાઈ અને વિનોદભાઈનાં બહેનનું તા.31મીએ અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 5થી 6 સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ પર છે.

રાજકોટ: મુકુલભાઈ ભોગીલાલ દોશી તે કશ્યપ દોશીના પિતા, તે જયશ્રીબેનના પતિનું તા.31ના અવસાન થયું છે. ઉઠમણું તા.2ના સવારે 10-30 કલાકે, જૈનચાલ ઉપાશ્રય, ગોંડલ રોડ, રાજકોટ છે.

માંગરોળ: લક્ષ્મીદાસ કેટેચા (ઉં.73) તે સ્વ.નારણદાસના પુત્ર, તે સ્વ.અમૃતલાલ, મનસુખભાઈ, નટવરલાલ, ચંદ્રકાંતભાઈ તથા અરવિંદભાઈના ભાઈનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું તા.2ના સાંજે 5થી 6, મહાજન વાડી, જેલ રોડ, માંગરોળ છે.

સાવરકુંડલા: ભૂપતરાય કીકાભાઈ રૂપારેલ (ઉં.80) તે ધર્મેન્દ્રભાઈ, સંજયભાઈ, હેમાબેન નયનકુમાર ગઢીયા (રાજકોટ)ના પિતાશ્રીનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 4-30થી 6-30, લોહાણા મહાજન વાડી, નદી કાંઠે, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: લલીતાબેન નાગરદાસ નથવાણી (ઉં.85)નું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું તા.2ના 4-30થી 6-30, લોહાણા વિદ્યાર્થી ભવન, મહુવા રોડ, સાવરકુંડલા છે.

રાજકોટ: લીલાબેન મનસુખલાલ સોઢા (ઉં.90) તે હરસુખલાલ ચંદુલાલ સોઢાનાં ભાભી, તે અશોકકુમાર, જીગ્નેશકુમારનાં માતુશ્રી, તે સ્વ.વલ્લભદાસ મૂળજીભાઈ તન્નાનાં દીકરી, તે સત્યજીત અને મનનાં દાદીનું તા.31ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયર પક્ષની સાદડી તા.2ના 5થી 6-30, રાષ્ટ્રીય શાળા, ડૉ.યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

ગોંડલ: મૂળ ફગાસ હાલ ગોંડલ લખધીરસિંહ પરબતસિંહ જાડેજા (ઉં.64) (માજી પ્રમુખ ગોંડલ રાજપૂત સમાજ) તે સ્વ.વિક્રમસિંહ, મહાવીરસિંહના ભાઈ, તે પૃથ્વીરાજસિંહ, દિવ્યરાજસિંહના પિતા, તે ઓમદેવસિંહના કાકા, તે ધર્મદીપસિંહ, જયપાલસિંહના મોટા બાપુનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.3ના 4થી 6, રાધાકૃષ્ણ મંદિર, સહજાનંદ નગર, ગોંડલ છે.

જેતપુર: પ્રભાબેન વિનુભાઈ ગોહેલ (ઉં.76) તે શાંતિલાલ, ધર્મેન્દ્રભાઈ હિરેનભાઈ તથા સોનલબેન ચેતનકુમાર ચાવડાનાં માતૃશ્રીનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 4થી 6, સોરઠીયા દરજી જ્ઞાતિની વાડી, ખોડપરા, જેતપુર છે.

જામનગર: રાકેશ સોનછાત્રા (ઉં.50) (મુ.અલિયાબાડા હાલ જામનગર) તે મનસુખલાલ રતિલાલ સોનછાત્રાના પુત્ર, તે જયેશ, વિમલ, સ્વ.સોનલબેન મનોજકુમાર બદિયાણી, તે કલ્પનાબેન રોહિતકુમાર બદિયાણીના ભાઈ, તે તુલસીદાસ જીવનદાસ ચોલેરા (મોટી પાનેલીવાળા)ના જમાઈનું તા.31ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.2ના 5-30થી 6, રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, જામનગર છે.

બગસરા: રૂખસાનાબેન હાજી શરફઅલીભાઈ ત્રવાડી તે મ.અસગરભાઈ યુસુફઅલી પાલિતાણાવાળા (વલસાડ)ના પત્ની, તે અસગરભાઈ, શેખ હુસેનભાઈ, મર્હૂમ મુસ્તનભાઈ, શબ્બીરભાઈ તથા શીરીનબેન, મહેરૂનબેન બગસરા, અબ્બાસભાઈ (જૂનાગઢ) અને કુબરાબેન (ગોંડલ)નાં બહેન તા.31ના વફાત થયેલ છે. જિયારતના સીપારા તા.2ના 11-30 કલાકે નવી મસ્જીદમાં બગસરા છે.

જૂનાગઢ: જમનાદાસ ગોંડલિયાના પત્ની હંસાબેન (ઉં.75) તે કૌશિકભાઈ અને રાકેશભાઈ (રાજુભાઈ)નાં માતુશ્રીનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 4થી 6, તેમનાં નિવાસસ્થાન, પ્લેટિનમ પાર્ક, મધુરમ, જૂનાગઢ ખાતે છે.

રાજકોટ: સોની શિરીષભાઈ ધીરજલાલ લાઠીગરા (મડાગાસ્કર) તે મહેશભાઈ, ભરતભાઈ (મડાગાસ્કર)ના કાકા, તે યોગીતાબેન, મીનાબેન (સુરત)ના પિતાશ્રીનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 4થી 6, કેનાલ રોડ, જયરાજ પ્લોટ નં.6, કોર્નર ઉપર, રૂ વાળા કોમ્પલેક્સ, રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક