વડતાલના
સંત ઘનશ્યામ પ્રસાદદાસજી સ્વામીનું અવસાન,
કાલે અગ્નિ સંસ્કાર
(ફૂલછાબ
ન્યૂઝ): રાજકોટ, તા.23: સાળંગપુર હનુમાનજી ધામના વિકાસમાં પ્રારંભિક જેમનું યોગદાન
રહ્યું છે તેવા ભજન, ભક્તિ અને સેવા પરાયણ સ.ગુ.કો. સ્વામી ઘનશ્યામ પ્રસાદદાસજી (ઉં.85)
ગુરુ શા. સ્વામી કુંજવિહારીદાસજી (સાળંગપુર)નું વડતાલમાં તા.23ના અવસાન થયું છે. તેમના
અવસાનથી સંત મંડળમાં શોક ફેલાયો છે. અંતિમ દર્શન તા.25ને સોમવારે સવારે 8 કલાકે તેમજ
અગ્નિ સંસ્કાર સવારે 9 કલાકે સ્વામીનારાયણ મંદિર વડતાલ દ્વારા થશે. સ્વામી શ્રી વલ્લભદાસજી,
શા. સૂર્યપ્રકાશદાસજી, શા. સત્યપ્રકાશદાસજી, મુકુંદ પ્રસાદદાસજી, મુની સ્વામી મોટા
સ્વામી કૃષ્ણપ્રિયદાસજી (નીલમ સ્વામી) વગેરેએ શોકાંજલિ અર્પણ કરી છે.
ભાવનગર
શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઇ શાહના માતુશ્રીનું અવસાન
ભાવનગર,
તા.23: વિશા શ્રીમાળી જૈન સમાજના ભદ્રાવળ નિવાસી હાલ ભાવનગરના સ્વ. ખાંતિલાલ ફૂલચંદ
શાહના પત્ની, પ્રવિણાબેનનું (ઉં.78) તે જીરાવાલા પ્લાસ્ટીકના પ્રેયસભાઇ (પીન્ટુભાઇ),
ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઇ શાહ, ફાલ્ગુનીબેન હિતેશભાઇ, ડોલીબેન સતીષકુમારના
માતુશ્રીનું સ્વર્ગસ્થની અંતિમ યાત્રા તા.24ને રવિવારે સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાન
કિશન કનૈયા ફલેટ, પટેલ પાર્ક, મુની ડેરીથી સિંધુનગર ભાવનગર સ્મશાને જશે.
જામનગર:
ગામ ચેલા હાલ જામનગર કનકાબેન (ગવીબેન) નથુભાઇ ધનાણીના પુત્રવધૂ રંજનબેન મનુભાઇ ધનાણી
(ઉ.82) તે હિરજીભાઇ લખમશીભાઇ ગુઢકા, ગાગવા ગામના પુત્રી, બૈજુભાઇના માતા, મમતાબેન ધનાણીના
સાસુ, સાર્થક તથા શીખાના દાદીનું તા.23ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.24નાં સવારે
10 વાગ્યે બ્લોક નં.6, લાખોટા મીગ કોલોની, સુમેર કલબ રોડ, જામનગરથી નિકળશે.
રાજકોટ:
ચતુર્વેદી મચ્છુ કઠીયા મોઢ બ્રાહ્મણ મૂળ જસદણ વાળા જનકરાય ઉમિયાશંકર દવે તે સ્વ. હેમશંકરભાઇ,
અનંતરાય, હસમુખભાઇના ભાઇ, રસિલાબેનના પતિ, કલ્પેશભાઇ, વિમલભાઇ, રૂપાબેન વિપુલકુમાર
મહેતા, અલ્પાબેન કૌશિકુમાર જોષી તથા ચેતનાબેન પંકજકુમાર પંડયાના પિતા, વિપુલકુમાર મહેતા,
કૌશિકકુમાર જોષી (ભરૂચ) તથા પંકજકુમાર પંડયાના સસરા, સ્વ. મુખ્યાજી ભાનુશંકર બી. પંડયા
(મોરબી)ના જમાઇ, સ્વ. સુરેશભાઇ અને અશ્વિન બી. પંડયાના બનેવીનું અવસાન થયું છે. બેસણું
તા.25નાં સાંજે 5 થી 6 ચતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન, મિલપરા,
પિયરપક્ષનું બેસણું સાથે છે.
રાજકોટ:
માયાબેન ભીંડોરા (ઠક્કર) (ઉં.64) તે સ્વ.કિશોરભાઈ ગિરધરભાઈ ભીંડોરા (મનાલી પાનવાળા)
ના પત્ની, તે મનુભાઈ, મુકુંદભાઈ, શારદાબેન, પુનાબેન પ્રમોદભાઈ પટેલીયા, વિજયભાઈના ભાભી,
ધર્મીબેન અજયકુમાર જોબનપુત્રા, નિકિતાબેન વૈભવ કુમાર આડ ઠક્કર તથા અમરભાઈના માતા, જગદીશભાઈ
ડાયાભાઈ કારિયા, ગીતાબેન, છાયાબેન, પારૂલબેનના બેનનું તા.રર ના અવસાન થયું છે. બેસણુ,
પિયર પક્ષની સાદડી તા.રપ ના સાંજે પ.30 થી 6.30 શ્રી સોમનાથ મહાદેવ મંદિર, સોજીત્રાનગર,
સોજીત્રાનગર પાણીના ટાંકા પાસે, રાજકોટ છે.
રાજકોટ:
અરજણસુખ નિવાસી હાલ કાંદીવલી મુંબઈ, દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન કિશોરભાઈ વનમાળીભાઈ
પંચમીઆના પત્ની મનોરમાબેન (ઉ.81) તે વીરલ, સમીરના માતા, અલ્પાના સાસુ, હીત-વંશીતાના
દાદી, સ્વ.રમણીકભાઈ, સ્વ.શારદાબેન હરસુખભાઈ સંઘાણી, સ્વ.અનંતરાય, સ્વ.કાંતિભાઈ, ભાનુભાઈના
નાનાભાઈના પત્ની, સ્વ.ગોરધનદાસ સોમચંદ મહેતાના પુત્રી, સ્વ.નૌતમભાઈ, સ્વ.બલવંતભાઈ,
સ્વ.કિશોરભાઈ, સ્વ.અશ્વિનભાઈના બેનનું તા.રર ના અવસાન થયુ છે. લૌકિક વ્યવહાર રાખેલ
નથી.
પડધરી:
સ્વ.વલ્લભદાસ રામજીભાઈ આહ્યાના પુત્ર નરેન્દ્રભાઈ (નાનુભાઈ) (નિવૃત્ત મેનેજર બેંક ઓફ
ઈન્ડિયા) (ઉં.83) તે સ્વ.નવનીતભાઈ, વિરેન્દ્રભાઈ, અશ્વિનભાઈ, સ્વ.રશ્મિભાઈ, નલીનીબેન
પાઉં (લંડન), ભારતીબેન ઠક્કર (લંડન), વાસંતીબેન (લંડન) ના ભાઈ, મયુરીબેન ભાવેશકુમાર
મીરાણી રાજકોટના કાકાનું તા.રર ના અવસાન થયુ છે. સ્વ.ની ઈચ્છા અનુસાર તેમના દેહનું
જામનગર મુકામે એમ.પી.શાહ મેડીકલ કોલેજને દેહદાન કરેલ છે. લૌકિક ક્રિયા (સંસારી વ્યવહાર)
સદંતર બંધ રાખેલ છે.
રાજકોટ:
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત મેનેજર તરીકે સેવાઓ આપનાર બાલકૃષ્ણભાઈ ઈશ્વરભાઈ
મકવાણાનું તા.ર1 ના અવસાન થયુ છે. રાજકોટ ખાતે બેસણુ શનિવારે યોજાયુ હતું. જ્યારે ભાવનગર
ખાતે તા.ર4 ને રવિવારે દીપક હોલ, સંસ્કાર મંડળ ખાતે સાંજે પ થી 7 શ્રદ્ધાંજલિ સભા યોજાશે.
પરંપરાગત વિધિઓ બંધ
રખાઈ
છે.
પાલીતાણા:
સોની સ્વ.મનસુખલાલ કાનજીભાઈ ઉંડવીયાના પુત્ર દિનેશભાઈ તે સ્વ.ભરતભાઈ, વિમળાબેન હસમુખરાય
પટ્ટણી (બગસરા), હંસાબેન દિલીપકુમાર લંગાળીયા (સુરત) ના ભાઈ. કલ્પેશ, હિમેશ, ફાલ્ગુનીબેન
બાલકૃષ્ણકુમાર (અમદાવાદ), ધરાબેન ભાવેશકુમાર (સુરત), દર્શનાબેન પૃથ્વીરાજ કુમારના પિતા,
જક્ષ અને નક્ષના દાદા, ધર્મેશભાઈ અને સંજયભાઈના કાકાનું તા.રર ના અવસાન થયુ છે. સાદડી
તા.રપ નાં સાંજે 4 થી 6 કપોળ જ્ઞાતિની વાડી, પાલીતાણા છે.