• શનિવાર, 10 જૂન, 2023

અવસાન નોંધ

ધોરાજી : પ્રકાશભાઈ શાંતિલાલ બાવિશી (રોધેલ વાળા) તે સ્વ.શાંતિલાલ કાનજીભાઈ બાવિશીના પુત્ર, સુરેશભાઈના નાનાભાઈ, ભરતભાઈના મોટાભાઈનુ તા.25ના મલાડ મુંબઈમાં અવસાન થયું છે.

ધોરાજી : રાવરાણી જયાબેન રવજીભાઈ (ઉં.107) તે સ્વ.શાંતિભાઈ, જેંતીભાઈ, નગીનભાઈ, હરકિશનભાઈ, રમેશભાઈ, અનિલભાઈના માતુશ્રી, નારણભાઈ દુધાત્રાના બહેન, સ્વ.ભૂપેન્દ્રકુમાર બગથરિયા ગોંડલના સાસુ તુષારભાઈ, વિમલભાઈ, નવીનભાઈ, દીપકભાઈ, પ્રકાશભાઈ, રાજીવભાઈ, કમલભાઈ, દીપકભાઈ અને મલયભાઈના દાદીમાનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.26નાં સાંજે 4થી 6 સેનવાળી ખાતે છે.

રાજકોટ : નરેન્દ્રભાઈ લક્ષ્મીદાસ ગોંધિયા (ઉં.54)ન તે સ્વ.હરિલાલ કેશવજીના પૌત્ર, સ્વ.લક્ષ્મીદાસ હરિલાલના પુત્ર સ્વ.ચંદ્રકાંતભાઈ, મહેશભાઈ, શૈલેષભાઈ, કેતનભાઈ, હરેશભાઈ, હર્ષાબેન, સોનલબેન, બીનાબેનના ભાઈ, નીતાબેનના પતિ, શયાલી, કશક, રાધા, ક્રિશના પિતાનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26નાં સાંજે 4.30થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે રાજકોટ છે.

સાવરકુંડલા: ચંપાબેન ત્રિવેદી (ઉં.88) તે સ્વ.બાલકૃષ્ણભાઈ મકનજીભાઈ ત્રિવેદીનાં પત્ની, તે ગીતાબેન બી.િત્રવેદીનાં માતુશ્રીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.26ના 5-30થી 7, શિવશક્તિ સોસાયટી, બ્લોક નં.58, હાથસણી રોડ, સાવરકુંડલા છે.

ગોંડલ: રીટાબેન ત્રંબકલાલ દોમડિયા (ઉં.65) તે સુધીરભાઈ દવેનાં પત્ની, તે દર્પણભાઈ, ભાર્ગવભાઈનાં માતાનું તા.25ના અવસાન થયું છે.

બોટાદ: શાંતાબેન વિઠ્ઠલભાઈ સરવૈયા તે સ્વ.િવઠ્ઠલભાઈ ધનજીભાઈનાં પત્ની, તે મનુભાઈ, જયેશભાઈ, અશ્વિનભાઈનાં માતુશ્રી, તે કૃણાલ, સાગર, જીજ્ઞા, ક્રિષ્નાનાં દાદીનું તા.25ના અવસાન થયું છે.

જામજોધપુર: સ્વ. ગોરધનભાઈ સવજીભાઈ વડાલિયાનાં પત્ની, તે હસમુખભાઈના માતુશ્રી મુક્તાબેન ગોરધનભાઈ (ઉં.80)નું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26ના સવારે 8થી 11 તેમનાં નિવાસસ્થાને છે.

આદિપુર: મોડપરના જાડેજા તખ્તસિંહ વખતસિંહના નાના ભાઈ હાલ આદિપુર વિનોદસિંહ વખતસિંહ જાડેજા (ઉં.89) તે કિશોરસિંહ, વિક્રમસિંહના પિતા, તે મંગલદીપસિંહ, જયદીપસિંહના દાદાનું તા.18ના અવસાન થયું છે.

રાજકોટ: કિર્તીભાઈ પુજારા (ઉં.66)નું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 5થી 6, સિદ્ધનાથ મહાદેવ મંદિર, રામપાર્ક મેઇન રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

ખાંભા: સહજાનંદ ગુરુકુળ ખાંભા મંડળના વરિષ્ઠ સંત સ્વામી હરિદાસજી ગુરુ શાત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજી (ખાંભા)નું તા.25ના 75 વર્ષની વયે અવસાન થયું છે.

વેરાવળ: ગોવિંદભાઈ ફોફંડી (ઉં.70) તે સ્વ.છગનલાલ જીણાભાઈ ફોફંડીના પુત્ર, તે નિરવભાઈ, હિંમતભાઈના પિતાશ્રી, તે ધરમશીભાઈ, નારણભાઈના ભાઈનું તા.25ના અવસાન થયું છે.

મીરારોડ (ઈસ્ટ) મુંબઈ: વાલમ બ્રાહ્મણ દિગસરવાળા વ્યાસ પરિવારના મૂળ ગોંડલ હાલ મુંબઈ ઉર્મિલાબેન (મંજુબેન)(ઉં.93) તે સ્વ.ગુલાબરાય લાભશંકર વ્યાસનાં પત્ની, તે કૌશિકભાઈ, મોહિતભાઈ, અર્ચનાબેન, યોગીનીબેન (મુનુબેન)નાં માતુશ્રી, તે સિંધુબેન, ઈલાબેનનાં સાસુ, તે ભાર્ગવ, માનસી, કેતન, ખુશ્બુના દાદીમા, તે રીબવાળા વ્યાસ પરિવારના સ્વ.ભાનુશંકર છગનલાલ વ્યાસનાં પુત્રી, તે સ્વ.રમેશચંદ્ર, જીતેન્દ્રભાઈ (રાજકોટ), સ્વ.વાસંતીબેન, તરૂલતાબેન (સૂરજકરાડી) તથા અંજનાબેનનાં મોટાબેનનું તા.22ના મુંબઈ મુકામે અવસાન થયું છે. સસરા પક્ષ, પિયર પક્ષનું સંયુક્ત બેસણું તા.27ના સાંજે 5થી 7, “હેમવાડી”, સ્ટેશન પ્લોટ, ગોંડલ છે.

રાજકોટ: જગા મેડી (જામનગર) હાલ રાજકોટના શશીકાંતભાઈ દલપતરામ ઠાકર અને ચંદુબેન, અશોકભાઈ, પ્રફુલાબેન (દકુબેન), મુકેશભાઈ ઠાકરનાં માતુશ્રી ગૌરીબેન દલપતરામ ઠાકર (ઉં.93)નું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4-30થી 6-30, મુકેશભાઈ હરીલાલ ઠાકર, “નીત્યા”, 2-શ્રદ્ધાપાર્ક શેરી નં.2, મનોહર વિદ્યાલય પાસે, આહીર ચોક, અટીકા (સાઉથ) રાજકોટ છે.

ગોંડલ: ગિરીશભાઈ જેઠાલાલ તન્ના (ઉં.75) તે જેન્તીભાઈ, નટુભાઈ, રાજુભાઈ, દિલીપભાઈના ભાઈ, તે ગોપાલભાઈ, નીતાબેન હરેશકુમાર જસાણી (બાબરા), પન્નાબેન રાજેશકુમાર પારેખ (ગોંડલ)ના પિતા, તે મંથન, કાવ્યાના દાદાનું તા.25ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.27ના સાંજે 5થી 6, લોહાણા વિદ્યાર્થી ભવન, 22-9 ભોજરાજપરા, ગોંડલ છે.

રાજકોટ (રૈયા): નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિના વસંતબેન જોષી (ઉં.76) તે રમેશભાઈ પ્રેમશંકરભાઈ જોષીના પત્ની, તે દીપકભાઈ, મનીષાબેન મહેતાના માતા, તે દર્શન, ડો.પાર્થના દાદી, તે લાભશંકર ભટ્ટના દીકરીનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 5થી 6-30, અલ્કેશ્વર મહાદેવ, અલકાપુરી હનુમાન મઢી, રાજકોટ છે.

ગઢડા (સ્વામીના): અશોકભાઈ વિનોદભાઈ ભટ્ટ (ઉં.51) તે સ્વ.હરિહરભાઈ, સ્વ.જીતેન્દ્રભાઈ, વસંતરાય જયંતીલાલના ભત્રીજા, તે વિરેન્દ્રભાઈ, દેવેન્દ્રભાઈ, દર્શનભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ.ભાવનાબેન મહેશકુમાર જોષીના ભાઈનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4થી 6, નૂતન કન્યા વિદ્યાલય પાછળ, હનુમાનજીના મંદિર પાસે તેમના નિવાસ સ્થાને છે.