• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

avsan nondh

ગઢડા (સ્વામીના) મારુતિ અન્નક્ષેત્રના સ્થાપક અને ટેકરિયા હનુમાનજીના મહંતનું નિધન

ગઢડા (સ્વામીના): જેજેરામજી ગોવિંદરામજી કાપડી (ઉં.75) તા.7ને મંગળવારે રામચરણ પામ્યા છે. તેઓ ટેકરિયા હનુમાનજી મંદિરના મહંત અને મારૂતિ અન્નક્ષેત્રના સ્થાપક સંચાલક તેમજ સ્વ.ગોવિંદરામજી સુખારામજી કાપડીના મોટા દીકરા, તે સંજયભાઈ, ધર્મદાસ તથા રક્ષાબેન વિજયકુમાર ગોંડલિયા અને હીનાબેન કમલેશકુમાર દુધરેજિયાના પિતાજી, તે વિષ્ણુભાઈ, નરેશભાઈ (િવરાર) અને ધનશ્યામભાઈના મોટાભાઈ તથા પ્રવિણભાઈ, ગૌતમભાઈ, સ્વ.અતુલભાઈ અને કિશોરભાઈના મોટા બાપુના દીકરા તથા જશીબેન (વડોદરા), રંજનબેન (ભાવનગર), સુધાબેન (ભાવનગર), મધુબેન (લીમડી) તથા યોગીતાબેન (અમરેલી)ના મોટાભાઈ, તે મનહરદાસ નારણદાસ હરિયાણી (પાલિતાણા)ના બનેવીનું સમાધિ પૂજન તા.10ને શુક્રવારે સવારે 10-30 કલાકે તેમના નિવાસ સ્થાને, ગઢડા મુકામે, ટેકરિયા હનુમાનજી મંદિર, સામાકાંઠે છે.

 

 

ચક્ષુદાન

રાજકોટ: શારદાબેન તુલસીદાસ કોટેચાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર ચક્ષુદાન કરેલું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 304માં ચક્ષુદાન થયેલ છે. આ ફેબ્રુઆરી મહિનામાં આઠમું ચક્ષુદાન થયેલું છે.

અમરેલી : કલ્પનાબેન (ઉ.62) તે હેમાંગભાઈ નાથાલાલ ત્રિવેદીનાં ધર્મપત્ની, પાર્થ, ખુશાલીના માતાનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તા.10 ને શુક્રવારે સાંજે 4 થી 6 બ્રહ્મસમાજ વાડી, દેનાબેંક સોસાયટી, ગોપી ટોકીઝ પાછળ, અમરેલી ખાતે છે.

પડધરી : વિક્રમભાઈ ફિચડીયા તે જેન્તીલાલ હંસરાજભાઈના પુત્ર તથા સંજયભાઈના મોટાભાઈનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.10ને શુક્રવારે સાંજે 5 થી 6 પ્રગટેશ્વર મહાદેવ મંદિર, પડધરી ખાતે છે. લૌકીક વ્યવહાર બંધ છે.

જૂનાગઢ : ચંપાબેન (ઉ.75) તે ધોરાજી નિવાસી સ્વ.મનસુખલાલ નાનાલાલ રૂપારેલીયાના પત્ની, જીતેન્દ્રભાઈ, સંજયભાઈ, ગીતાબેન, ભારતીબેન અને વિલાસબેનના માતુશ્રી તથા રાજુભાઈ દેવાણી (જૂનાગઢ)ના સાસુનું તા.8ના અવસાન થયું છે.

જૂનાગઢ : અલ્પેશભાઈ તે રજનીકાંતભાઈ નિમાવતના પુત્રનું તા.6ના અવસાન થયું છે.

જેતપુર : મંછાબેન ચાવડા (ઉ.85) તે સ્વ.લક્ષ્મણભાઈ પરસોતમભાઈ ચાવડાના પત્ની તથા સ્વ.અરવિંદભાઈ, દિનેશભાઈ, મુકેશભાઈ તેમજ જયોતિબેન ચુડાસમાના માતુશ્રીનુંતા.7ને મંગળવારે અવસાન થયું છે. બેસણું તા.11ને શનિવારે સાંજના 4 થી 6 વીસા શ્રીમાળી જ્ઞાતિની વાડી, મોટાચોક, મંગલ મહેલ પાસે, ઉજ્જડપા જેતપુર તેમજ (િપયર પક્ષનું બેસણું) સાથે છે.

વિસાવદર : બાબુભાઈ જીવાભાઈ ભરાડ (ઉ.67) તે સ્વ.િવનુભાઈ, બાલુભાઈ, ભનુભાઈ, નટુભાઈ, રમેશભાઈ તથા ભગવતીબેન મુકેશભાઈ મહેતા (બોટાદ)ના ભાઈ તેમજ નિતીનભાઈના પિતા તથા અનિલભાઈના કાકાનું તા.9ને ગુરૂવારે અવસાન થયું છે. બેસણું તા.13ને સોમવારે બિલખા તેમના નિવાસસ્થાને યોગેશ્વર કૃષિ, ‘સંતકૃપા’ ખાતે સાંજે 4 થી 6 છે.

જૂનાગઢ : જયેશકુમાર કાંતિલાલ મીરાણી (ઉ.57) તે માળીયા હાટીના લોહાણા મહાજનના પ્રમુખ, પ્રવિણચંદ્ર મંગળજીભાઈ ખોડાના જમાઈ તથા બ્રિજેશભાઈ ખોડાના બનેવીનું તા.8ના અવસાન થયું છે. સસરા પક્ષની સાદડી તા.11ને શનિવારે જૂનાગઢ મુકામે બ્રિજેશભાઈ ખોડાના નિવાસસ્થાને શ્રી પેલેસ નવાનગર વાળા શેરી નં.3ના પાર્કીંગ એરિયામાં સાંજે 5 થી 6 છે.

ધોરાજી: ગાંડાલાલ ભોવાનભાઈ ટાંક (ઉ.84) તે આસિતભાઈ, અર્ચનાબેન કિશોરકુમાર સોલંકી, નિતાબેન કિરણકુમાર કાચા, મિતાબેન રૂપેશકુમાર મેખીયાના પિતાશ્રી તથા નેહા અને દર્શિતના દાદાનું તા.8ને બુધવારે અવસાન થયું છે. બેસણું તા.10ને શુક્રવારે સાંજે 4 થી 6, શ્યામ વાડી, સ્ટેશન રોડ, ધોરાજી મુકામે છે.

જામનગર: મધુબેન રાવલ તે સનતકુમાર મહાશંકરભાઈ રાવલ (િનવૃત્ત જીઈબી)ના પત્ની તે વિપુલભાઈ, હિનાબેન, વિક્રમભાઈના માતા તે ઉષાબેન, શ્રદ્ધાબેનના સાસુ તે સ્વ.અનસુયાબેન અને સ્વ.પ્રભાશંકર ગીરધરલાલ વ્યાસના પુત્રીનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તા.10ને શુક્રવારે સાંજે 5 થી 5-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે છે.

પોરબંદર: કિરણબેન ભટ્ટ (ઉ.71) તે અનંતરાય હરીલાલ ભટ્ટના પત્ની તથા તેજલબેન કેતનભાઈ રાવલ (મુંબઈ)ના માતુશ્રી તથા જયેશભાઈ, સ્વ. પિનાકીનભાઈ, પ્રશાંતભાઈના કાકીનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ને શુક્રવારે 4-30 થી 5-30, ઓમકારેશ્વર મંદિર, મીરાનગર-2, ટી.વી.એસ.શોરૂમ પાછળ છે.

વાંકાનેર: શારદાબેન ગણાત્રા (ઉ.97) તે સ્વ.બચુભાઈ (મુંબઈવાળા)ના પત્ની, તે અનિલભાઈ, પ્રમોદભાઈ તથા સ્વ.નવિનભાઈના માતુશ્રીનું તા.9ના રોજ અવસાન થયું છે. બેસણું તા.10ને શુક્રવારે સાંજે 4 થી 5-30, ગણપતિ મંદિર, પટેલ વાડી સામે, ફાટકની બાજુમાં મીલ પ્લોટ, વાંકાનેર ખાતે (િપયર પક્ષની સાદડી)

સાથે છે.

અમરેલી: કલ્પનાબેન હેમાંગભાઈ ત્રિવેદી (ઉ.62) તે પાર્થ, ખુશાલીના માતુશ્રી, તે માનસીબેન, જયદીપકુમાર (ખાણ ખનીજ)ના સાસુ, તે મંદાબેન, કિરણબેન, સ્નેહલભાઈ, વિશાખાબેનના ભાભી, તે માધવીબેનના જેઠાણીનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.10ને શુક્રવારે સાંજે 4 થી 6, બ્રહ્મસમાજ વાડી, દેના બેંક સોસાયટી, ગોપી ટોકીઝ પાછળ, અમરેલી ખાતે છે.

કાલાવડ: ઓમાનઅલી અકબરઅલી સાદીકોટ (ઉ.81) તે અબ્બાસઅલી, તુરાબઅલી, ઝેહરાબેન, આબીદઅલીના ભાઈ, તે નીશરીનબેન, નીલોફરબેન, રાયેકાબેન, સકીનાબેન તથા ફરીદાબેનના પિતાનું તા.9ના અવસાન થયું છે. જીયારતના સીપારા તા.11ના બપોરે 12 વાગ્યે, નજમી મસ્જીદ, કાલાવડ છે.

મોરબી: હરેશગીરી ગોસ્વામી (ઉ.42) તે સ્વ.બળદેવગીરી બાબુગીરી (રેલ્વે)ના પુત્ર, તે જયંતગીરીના ભત્રીજા, તે મહેશગીરીના મોટાભાઈ તથા હરદેવગીરીના પિતાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.11ને શનિવારે સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન, લાયન્સનગર 1, સેન્ટમેરી સ્કુલ પાછળ, નવલખી રોડ, મોરબી ખાતે છે.

મોરબી: ભીખુપુરી ભગવાનપરી ગોસ્વામી (ઉ.78) તે શૈલેષપરીના પિતા તથા પાર્થપરીના દાદાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.11ને શનિવારે સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન ગામ ખાખરાળા (તા.મોરબી) ખાતે છે.

સાવરકુંડલા: ઉષાબેન (ઉ.55) તે સુરેશભાઈ ભાનુશંકર પાઠકના પત્ની, તે વૈશાલીબેન સાગરકુમાર રાવલ, તે જયદીપ તથા સાગરના માતુશ્રી, તે ભાવનગર નિવાસી સ્વ.રમણીકલાલ વેણીરામ જોષીની પુત્રીનું તા.7ના અવસાન થયું છે. ઉત્તર ક્રિયા શુક્રવાર તા.17ના શિવશક્તિ હોલ, ફોરેસ્ટ ઓફિસ પાસે, સાવરકુંડલા મુકામે છે.

રાજકોટ: હર્ષાબેન (ઉ.83) તે ધાટકોપર (મુંબઈ) સ્વ.િવનોદરાય રતિલાલ મહેતાના પત્ની, તે નિલેષભાઈ, બીમલભાઈના માતુશ્રી, તે શ્વેતા તથા બીનાના સાસુ, તે સ્વ.ભોગીભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, કીશોરભાઈના ભાભી, તે નીધી, મીતુલ, નિશ્મા, નિકેત, દેવાંશી, ઉજાસ તથા તનીશના દાદીનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.10ને ગુરૂવારે સાંજે 4-30 થી 6, લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર- ઈસ્ટ મુંબઈ ખાતે છે.

રાજકોટ: સુરેશભાઈ મણીલાલ રાવલ (ઉ.72) તે નિલેશભાઈના ભાઈ તેમજ જયભાઈ તથા શ્વેતા અંગીરસ ભટ્ટના પિતાનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ના સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક, યુનિવર્સીટી રોડ ખાતે સાંજે 4 થી 6 છે.

કોડીનાર: તરૂબેન ગીરધરલાલ ઠાકર (ઉ.74) તે સ્વ.દામોદરભાઈ છોટાલાલ પંડયા (ભુતપુર્વ મુખ્યાજી હવેલી કોડીનાર)ના પુત્રી, તે પંકજભાઈ (નાગરીક બેંક), નિલેશભાઈ (કોસંબા), મિતેષભાઈ (જૂનાગઢ) તથા જયેશભાઈના મોટા બહેનનું તા.7ને મંગળવારે અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.10ને શુક્રવારે સાંજે 4 થી 6, કોડીનાર, પંકજભાઈ પંડયાના નિવાસ સ્થાને, સમર્પણ સોસાયટી, સુવિધા પાર્ક ખાતે છે.

કાલાવડ: શરફઅલી ગુલામઅલી મુસાણી તે શબ્બીરભાઈ, સમીમબેન તેમજ રઝીયાબેનના બાવાજી, મર્હુમ રૂકૈયાબેન , મર્હુમ મુસ્તનશીરભાઈ તેમજ રસીદાબેનના ભાઈનું તા.5ના અવસાન થયું છે.