સ્કિન ડોનેશન, ચક્ષુદાન
રાજકોટ: ચિરાગભાઈ પ્રભુપ્રકાશભાઈ કેશરિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી સ્કિન ડોનેશન, ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 6ઠ્ઠું સ્કિન ડોનેશન તથા 305મું ચક્ષુદાન થયેલ છે. આ ચક્ષુદાન ડો.રાજેશ તૈલીના સહયોગથી થયેલ છે.
રાજકોટ : વાઘેલા ઉપેન્દ્ર દેવજીભાઈ (િનવૃત્ત મામલતદાર ભાવનગર)તે અનિલ, કેતનભાઈ, કિશનભાઈ અને સ્મિતાબેનના પિતાશ્રી, સ્વ.અરુણભાઈ (પંજાબ નેશનલ બેંક) કીર્તિભાઈ (બેલિફ જિલ્લા કોર્ટ), એ.ડી.વાઘેલા (િનવૃત્ત જુ.એ.ઈ.લોકલ ફંચ કચેરી) ગીતાબેન પરમાર, સ્વ.પ્રમોદીની બેન ચૌહાણના મોટાભાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4 થી 6 મંગલેશ્વર મહાદેવ મંદિરે યુનિ.રોડ સદ્ગુરુ નગર રૂડા 2ની સામે રાજકોટ છે.
ગુરગઢ : ઠા.મુકન્દરાય મથુરાદાસ સોનૈયાના પત્ની કુસુમબેન (ઉં.65) તે પ્રિયંક (લાલો), હેતલબેન જીજ્ઞેશકુમાર (રાજકોટ) ભાવિશાબેન ચિરાગકુમાર (ખંભાળિયા), ધારાબેન સાહિલકુમાર (ભાટિયા), મોનિકાબેનના માતુશ્રી, ઠા.ગોરધનદાસ (ટપુભાઈ), સ્વ.જેન્તીલાલ (ભીખુભાઈ) સ્લ.અમૃતલાલ (બાબુભાઈ)ના નાના ભાઈના પત્ની સ્વ.સવિતાબેન વલ્લભદાસ કાનાણી (ખંભાળિયા)ના પુત્રીનું તા.12ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સાંજે 4થી 4.30 (ભાઈઓ બહેનો માટે સાથે) અન્નપૂર્ણેશ્વર મહાદેવ મંદિર, ગુરગઢ પિયરપક્ષની સાદડી સાથે છે.
કેશોદ : મૂળ સોંદરડા હાલ (યુએસએ) ગણપતરાય પુરુષોત્તમભાઈ આંકોલા (ઉં.67) તે જસ્મિનકુમાર, નિલેશખુમારના પિતાશ્રીનું તા.11ના દુ:ખદ અવસાન થયું છે. બેસણું કેશોદમાં તા.13ના સવારે 7.30થી 12 કૈલાશનગર, ડી.પી.રોડ, સફારી પાર્ક મુકામે તેમના નિવાસસ્થાને તથા સોંદરડા ખાતે બેસણું તા.13ના 3.30થી 6.30 કડવા પટેલ સમાજ, સોંદરડા છે.
બોટાદ : કનૈયાલાલ ભોગીલાલ શેઠના પત્ની સરલાબેન (ગૌરીબેન) શેઠ (ઉં.77) તે કિરણભાઈ શેઠ (હળવદ), અનિલભાઈ શેઠ (માર્કેટિંગ યાર્ડ બોટાદ), અલ્પેશભાઈ શેઠ (ભાવનગર), બીનાબેન નિરવકુમાર વડોદરિયા (જામનગર)ના માતુશ્રીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 6 મોચી સમાજની વાડી, બોયઝ સ્કૂલ પાસે, પાળિયાદ રોડ, બોટાદ છે અને ભાવનગર મુકામે તા.16ના ગુરુવારે સાંજે 4થી 6 વ્રજવિહાર હોલ, હરજીભાઈ બારૈયાની બાજુમાં, ઘોઘા સર્કલ ભાવનગર છે. અમૃતલાલ મોતીલાલ મણિયાર પિયરપક્ષની સાદડી સાથે છે.
બગસરા: મૂળ અમરેલી હાલ બગસરા સ્વ. પ્રફુલ્લચંદ્ર ગીરધરલાલ દેવમુરારીના પુત્ર અજયભાઈ (ઉં.34) તે ગણેશભાઈ, અમિતભાઈના નાના ભાઈ, શરદભાઈ ભત્રીજાનું તા.1રનું અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4થી 6 જૂની કણબીવાડ, ગાયત્રી પાનની સામે, બગસરા છે.
બોટાદ: સોની સવિતાબેન મગનલાલ (લખતરિયા) (ઉં.90) (લાખેણીવાળા) પ્રવિણભાઈ, કાન્તીભાઈ, ઘનશ્યામભાઈ, સ્વ.રંજનબેન જયંતીલાલ કિચડિયાના માતુશ્રી, યોગેશભાઈ, નીતિનભાઈ, ચેતનભાઈ, પારૂલબેન જીજ્ઞેશકુમાર, સોનલબેન જયેશકુમાર, કોમલબેન જીગર કુમાર, જુલીબેનના દાદી તા.1રના અવાસન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 6 સોની જ્ઞાતિની વાડી, બોટાદ છે.