• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: દિપ્તીબેન સંજયભાઈ જાવિયાનું અવસાન થતા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં 306મું ચક્ષુદાન થયેલું છે.

પોરબંદર: ભારતીબેન અરૂણભાઈ લાખાણી તે વિરલભાઈ, હાર્દિકભાઈ, નેહાબેન નિરવભાઈ તન્નાનાં માતૃશ્રીનું તા.12ના અવસાન થયું છે.

પોરબંદર: હરજીવનભાઈ રામજીભાઈ થાનકી (ઉ.89) તે સ્વ.વર્ષાબેન, શરદભાઈ, ઉષ્માબેન, ગ્રીષ્માબેન અને આસ્તિકભાઈના પિતાશ્રી તથા પાર્થ, હીર, હેમાંગના દાદાનું તા.12ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16ને ગુરુવારે 4થી 5, એરપોર્ટ સામે, સીતારામ નગર રોડ ઉપર, રામેશ્વર મહાદેવ મંદિરે છે.

મોરબી: જયરાજસિંહ ઘેલુભા ઝાલા (ખેવારિયા નિવાસી)નું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.17ને શુક્રવારે સાંજે 4થી 6 તેમનાં નિવાસસ્થાન ખેવારિયા મુકામે છે.

રાજકોટ: જગજીવનભાઈ ગોકળદાસ રાઠોડ (ઉ.89) તે અશ્વિનભાઈ, રાજુભાઈ તથા વિજયભાઈના પિતાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16ને ગુરુવારે સાંજે 4થી 6, નટેશ્વર મહાદેવ મંદિર, 80 ફૂટ મેઈન રોડ, શેઠ હાઈસ્કૂલની બાજુમાં, રાજકોટ ખાતે છે.

રાજકોટ: મીરાબેન (ઉ.95) તે નિહાલચંદભાઈ આસુદામલ આહુજાનાં પત્ની, તે ગુરૂદાસભાઈ, અર્જુનભાઈ, મોતીરામભાઈ, પ્રકાશભાઈ, સુરેશભાઈ, શંકરભાઈ, નિર્મળાબેન તથા મુકેશભાઈનાં માતુશ્રીનું તા.11ને શનિવારે અવસાન થયું છે. ઉઠમણું તા.14ને મંગળવારે સાંજે 5-30 વાગ્યે, ગુરુ ગુલરાજ સાહેબ કુટીયા, રેફ્યુજી કોલોની, જુલેલાલ મંદિર પાસે, રાજકોટ ખાતે છે.

બગસરા: સુરેશભાઈ (ઉ.50) તે કાનજીભાઈ હરદાસભાઈ પરમારના પુત્ર, તે મહેશભાઈ (સદસ્ય બગસરા પાલિકા)ના નાના ભાઈ તેમજ ઉત્તમ અને કરણના પિતાશ્રીનું તા.11ના અવસાન થયું છે. ઉત્તરક્રિયા તા.19ને રવિવારે તેમનાં નિવાસસ્થાન, જૂના જીનપરા, કુકાવાવ નાકા, બગસરા ખાતે છે.

બગસરા: ગુંજનભાઈ (ઉ.22) તે બાબુભાઈ નારણભાઈ ભટ્ટીના પુત્ર, તે પ્રતિકભાઈના નાનાભાઈનું તા.13ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા.16ને ગુરુવારે સાંજે 4થી 6, તેમનાં નિવાસસ્થાન, ગોકુલપરા માધ્યમિક શાળા પાછળ, બગસરા ખાતે છે.

રાજકોટ: ફીજ્જાબહેન અબ્દુલહુસૈન ઝવઝતે હસનઅલી, કાદરભાઈ વૈદ તે સૈફુદીનભાઈ, સકીનાબહેનના માતા, શબ્બીરભાઈ રજબલીના સાસુ, તે મુરતઝાભાઈ, સકીનાબહેનના દાદીમાં, તે હસનૈનભાઈ શેખ, યુસુફભાઈના નાની સાસુ, મહમદીભાઈ કુતુબભાઈ (મોરબી)ના દાદી સાસુનું તા.13ને સોમવારે અવસાન થયું છે. ઝયારતના સિપારા તા.15ને બુધવારે ઝોહરની નમાઝ બાદ છે.