ચક્ષુદાન
રાજકોટ: નિધિબેન જીતેન્દ્રભાઈ કેશરિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં 307મું ચક્ષુદાન થયેલ છે.
રાજકોટ: ચા.મચ્છુકઠીયા મોઢ બ્રાહ્મણ મૂળ કોયલી નિવાસી હાલ રાજકોટ સ્વ.નંદલાલ પી.દવેનાં પુત્રવધૂ, તે મહેશભાઈ નંદલાલ દવેનાં પત્ની, તે પીયૂષ દવે, કોમલ (મીનુબેન)નાં માતુશ્રી, તે હેતલબેન દવે, રામકુમાર જોષીનાં સાસુ, તે માધવનનાં દાદીમા સરોજબેન મહેશકુમાર દવે (ઉ.60)નું તા.13નાં અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 4થી 6, રંગીલા હનુમાન મંદિર, વિવેકાનંદ નગર શેરી નં.14 પાસે, કોઠારિયા રોડ, રાજકોટ છે.
જૂનાગઢ: શાપુર નિવાસી હાલ જૂનાગઢ મંજુલાબેન વિષ્ણુદાસ નિમાવત (ઉ.65) તે કૌશિકભાઈ, અશ્વિનભાઈનાં માતુશ્રીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના બપોરે 4થી 6, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, મધુરમ સોસાયટી, જૂનાગઢ ખાતે રાત્રે 9થી 10, રામજી મંદિર, શાપુર ખાતે છે.
મોટી કુંકાવાવ: સૂર્યપ્રતાપગઢ તા.કુંકાવાવ-વડિયા નિવાસી કાપડી જસુબેન ભરતભાઈ (ઉં.46) તે જયદીપભાઈ, ઉષાબેન, મીરાબેનનાં માતુશ્રી, તે ભક્તિરામભાઈ (સંતવાણી આરાધક)નાં ભાભીનું તા.13ના અવસાન થયું છે.
જૂનાગઢ: મ.સ.સુથાર સ્વ.મનસુખભાઈ વિઠ્ઠલભાઈ ખરેડિયાનાં પત્ની શારદાબેન (ઉ.80) તે પ્રમોદભાઈ, રાજુભાઈ, અતુલભાઈ, હંસાબેન અને હિનાબેનનાં માતુશ્રી, તે ચંદ્રેશ, જીતેશ, પૂજા તથા મહેકનાં દાદીમાનું તા.12ના અવસાન થયું છે. બેસણું, સાદડી તા.16ના સાંજે 4થી 5, મ.સ.સુ.જ્ઞાતિની વાડી, કડીયાવાડ, બેલદાર શેરી, જૂનાગઢ છે.
રાજકોટ: હળવદ નિવાસી હાલ રાજકોટ કેતન લાભશંકર આચાર્યનાં પત્ની કવિતાબેન (ઉ.64) તે ધારેશ, વંદિતાનાં માતુશ્રીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 5થી 6, હળવદ બ્રાહ્મણ બોર્ડિંગ, એસ્ટ્રોન ચોક, રાજકોટ છે.
ભાટિયા: નાથાલાલ સુંદરજીભાઈ દતાણી (ઉ.91) જામકલ્યાણપુરવાળા તે સુંદરજી રૂધનાથ દતાણીના પુત્રનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, સસરા પક્ષની સાદડી તા.16ના બપોરે 3-30થી 4 લોહાણા મહાજન વાડી, જામકલ્યાણપુર ખાતે છે.
રાજકોટ: ચા.મ.મોઢ બ્રાહ્મણ (મૂળ દેરાળા) હાલ નાગપુર સ્વ.મધુકાન્ત મગનલાલ મહેતાનાં પત્ની શારદાબેન તે અજયભાઈ, રક્ષાબેન, મીનાબેન, કલ્પનાબેનનાં માતુશ્રી, તે સ્વ.ચંદુલાલ ચત્રભુજ પંડયાનાં દીકરી, તે સ્વ.દલપતભાઈ, સ્વ.િદલીપભાઈ, વસંતભાઈ પંડયાનાં બહેનું તા.13ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.16ના સાંજે 4થી 5, નટરાજ કોમ્પ્લેક્સ-2, સ્ટર્લિંગ હોસ્પિટલની સામે, ગાંધીગ્રામ-8, રાજકોટ છે.
ભેંસાણ: નંદલાલભાઈ નરસિંહભાઈ બાટવિયા (ઉ.87) તે હિતેશભાઈ તથા તરૂણભાઈના પિતાનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.16ના બપોરે 4થી 6, ભૂતનાથ મહાદેવ મંદિર, ભૂતનાથ શેરી, જૂના બસ સ્ટેન્ડની બાજુમાં, ભેંસાણ છે.
જામનગર: ચા.મ.મોઢ બ્રાહ્મણ કુંદનબેન કિરીટભાઈ પંડયા (ઉ.70) તે કૃપેશભાઈ, હિમાલીબેનનાં માતા, સ્વ.વાસુદેવભાઈ ત્રંબકલાલ પંડયા (મોરબી)નાં પુત્રી, બહાદુરભાઈ, નવનીતભાઈ, સ્વ.ભરતભાઈ, વિજયભાઈ, કિશોરભાઈનાં બહેન, સર્યુબેન, જગદીશભાઈ, રમેશભાઈ, હર્ષદભાઈનાં ભાભીનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.16ના 4થી 4-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.
પોરબંદર: મૂળજીભાઈ લક્ષ્મીદાસ રાજાણી તે સંજયભાઈ (સંજય ટ્રેડિંગ)ના પિતાશ્રી, તે સ્વ.ગોવિંદભાઈ અમૃતભાઈ શેઠીયાના જમાઈનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના 5થી 6, જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરે છે.
રાજકોટ: સારસ્વત બ્રાહ્મણ નરેન્દ્રભાઈ ગોપાલજી ચાવડા (જોષી) તે શારદાબેનના પતિ, તે સ્વ.સુરેશભાઈના મોટાભાઈ, તે સ્વ.ભારતીબેન બી.ખીરા, સ્વ.મંજુબેન વી.જોષી તથા મધુબેન બી.એનના ભાઈ, તે ક્રિષ્નાબેન લલીતકુમાર ધતુરિયા, નિતાબેન દિલિપકુમાર જોષી, તે દિપ્તીબેન નરેન્દ્રકુમાર વ્યાસ, હેતલબેન મનિષકુમાર ટેવાણી, કોમલબેન હિતેષકુમાર એન.ના પિતાશ્રીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 5થી 6 દરમિયાન ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઈન રોડ, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ છે.
રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ લાભુબેન બાબુભાઈ મહેતા (ઉ.86) તે સ્વ.બાબુભાઈ મહેતા (મુખ્યાજી ઈંગોરાળા)નાં પત્ની, તે નિર્મળાબેન મહેન્દ્રભાઈ પાઠક (નવસારી), હર્ષાબેન કનૈયાલાલ વ્યાસ (જેતપુર), ઉષાબેન જનકભાઈ દવે (અમરેલી), કુંદનબેન પ્રકાશભાઈ દવે (નવસારી)નાં માતુશ્રી, તે કમલેશભાઈ મહેતા (ઈંગોરાળા) મુખિયાજીના ભાભુ, સ્વ.ભીખુભાઈ ખંભોળિયા (જૂનાગઢ)નાં બહેનનું તા.12ના અવસાન થયું છે. બેસણું વિજયભાઈ પાઠકનાં નિવાસસ્થાને તા.16ના રાત્રે 8થી 9, રાશિ રેસિડેસી સ્પ્રિંગવેલની સામે, વાજપાઈ ગાર્ડન રોડ, નવસારી રાખેલ છે.
રાજકોટ: ચા.મ.મો.બ્રાહ્મણ મૂળ અગાભી પીપળિયા હાલ રાજકોટ કલ્પેશભાઈ (મુન્નાભાઈ)(ઉ.54) તે દેવીપ્રસાદ (ભીખુભાઈ)ના પુત્ર, તે સ્વ.પ્રવિણચંદ્ર પ્રભાશંકર મહેતાના જમાઈ, તે સ્વ.પારૂલબેન (મોરબી), હેતલબેન, નિલેશભાઈના ભાઈ, તે સ્વ.િદલીપભાઈ તથા અરવિંદભાઈના ભત્રીજાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 5થી 6, રામેશ્વર મહાદેવ મંદિર, પુનિત સોસાયટી ચોક, મેહુલનગર-6, રાજકોટ છે.
કોડિનાર: મૂળ દ્વારકા (મઠ) નિવાસી મહંત ઓમકારદાસ ધર્મદાસ લશ્કરી (ઉ.81) તે અશ્વિનભાઈ યોગાનંદીના મોટાભાઈ, તે ચૈતન્ય લશ્કરી, જીજ્ઞેશ લશ્કરી, મોના અને કૃપાલીના પિતાશ્રી, તે ધવલ યોગાનંદી, ધારા, પાયલના મોટા બાપુજીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4થી 6, તેમના નિવાસસ્થાન, દ્વારકાધીશ મંદિર મૂળ દ્વારકા (મઠ) ખાતે રાખેલ છે.
પોરબંદર: પુષ્પાબેન તે સ્વ.જગદીશભાઈ નરસીદાસ મજીઠિયાનાં પત્ની, તે સોનલબેન, નરેશભાઈ, ધર્મેશભાઈનાં માતુશ્રીનું તા.14ના અવસાન થયું છે. બેસણું અને માતૃપક્ષની સાદડી તા.16ના 4-15થી 4-45, લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલમાં ભાઈ-બહેનોનું સંયુક્ત છે.
ઉના: મોઢ વણિક સ્વ.હર્ષદરાય શાહના પુત્ર ધર્મેશ (ઉ.47) તે ભાવિકાબેનના પતિ, તે સ્વ.નવિનચંદ્ર કોઠારી (જામનગર)ના જમાઈ, તે ચંદ્રકાંત શાહના ભત્રીજા, તે ચેતન (રાજકોટ), નિલેશ શાહ (અમદાવાદ), નિશા ભાવેશકુમાર સોમૈયાના ભાઈનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.16ના સાંજે 4થી 6 તેમનાં નિવાસસ્થાને છે. લૌકિક ક્રિયા બંધ છે.