સાંજ સમાચારના સિનિયર પત્રકાર હેતલભાઈ રાજદેવના પિતાનું અવસાન
રાજકોટ: શશીકાંત ગિરધરલાલ રાજદેવ (નિવૃત્ત પત્રકાર, ફૂલછાબ)નાં પત્ની સુશીલાબેન (ઉં.77) તે હેતલભાઈ (સિનિયર પત્રકાર, સાંજ સમાચાર), દર્શનભાઈ (એચડીએફસી બેન્ક), દેવલબેન પરેશભાઈ રાયજાદાનાં માતુશ્રી, તે સ્વ.ડુંગરશી રાજસી કટારિયા (મોરબીવાળા)નાં પુત્રી, તે હર્ષદભાઈ તથા કમલેશભાઈનાં બહેન અને સ્વ.નરોત્તમભાઈ, વિનુભાઈ કાંતિભાઈ, સ્વ.દિલીપભાઈ, બીપીનભાઈ, પરેશભાઈનાં ભાભીનું તા.14ના અવસાન થયું છે. તેમનું બેસણું, પિયર પક્ષની સાદડી તા.16ના ગુરુવારે સાંજે 5થી 6, સોમનાથ મહાદેવ મંદિર, સોજીત્રા નગર પાણીના ટાંકાની સામે, નિર્મલા સ્કૂલની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.
સ્કિન ડોનેશન
રાજકોટ: મનસુખભાઈ જીવાભાઈ ખુંટનું અવસાન થતા તેમેના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી સ્કિન ડોનેશન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 5મું સ્કિન ડોનેશન થયેલ છે.
ગોંડલ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ભાગ્યરેખાબેન એમ. ભટ્ટ તે સ્વ.મધુસુદનભાઈ છોટાલાલ ભટ્ટ (બેન્ક ઓફ ઇન્ડિયા)નાં પત્ની, કલ્પેશ ભટ્ટ (એડવોકેટ), નીલાબેન રાજભાઈ ઠાકોર (અમેરિકા), નીશાબેન રાજેશકુમાર ભટ્ટ (ભાવનગર)નાં માતા, ઉર્વશીબેન કલ્પેશભાઈ ભટ્ટનાં સાસુ, ભરતભાઈ ભટ્ટ (બીએનએલએલ) અને મુકેશભાઈ ભટ્ટ (રેલવે)નાં મોટા બહેનનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17ના શેર કરો -