ચક્ષુદાન
રાજકોટ: સુરેશભાઈ મણીલાલ રાવલનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં 308મું ચક્ષુદાન થયેલ છે.
ચક્ષુદાન
રાજકોટ: મૂળ ટંકારાના હાલ રાજકોટ મોઢવણિક જ્ઞાતિના વૃજલાલ મોહનલાલ મહેતા (ઉં.89)નું અવસાન થતાં તેઓના પુત્ર રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ જાણીતા શિક્ષણવિદ ડી.વી.મહેતાની સહમતીથી સ્વ.વ્રજલાલભાઈ એમ.મહેતાની આંખોનું દાન વિવેકાનંદ યુથ ક્લબ અનુપમભાઈ દોશી અને જૈન સોશિયલ ગ્રુપ આઈ ડોનેશન ડ્રાઈવના ઉપેનભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું. ડો.ધર્મેશભાઈ શાહ દ્વારા ચક્ષુ સ્વીકારવામાં આવ્યા હતા.
રાજકોટ : મૂળ લીમધરા નિવાસી હાલ રાજકોટ મિતુલભાઈ ભોગીલાલ પોપટાણી (ઉ.34) તે કૈનીબેનના પતિ, સમરના પિતા, ભોગીલાલભાઈ અમૃતલાલ પોપટાણીના પુત્ર, સ્વ.નલિનભાઈ શાંતિભાઈ ગાઠાણીના જમાઈ, સુભાષભાઈના ભત્રીજા, સ્વીટી સંદીપભાઈ પારેખ (ખાંડાધાર)ના મોટાભાઈ, ચિ.હેતવી, વત્સલના મામાનું તા.15ના અવસાન થયું છે.
રાજકોટ : નગરપીપળિયા હાલ રાજકોટ ચંપાબેન બગથરિયા (ઉ.75) તે ચમનભાઈ આણંદભાઈનાં પત્ની, ભીખુભાઈના નાના ભાઈનાં પત્ની, મહેશભાઈ, માલવિકાબેનનાં માતુશ્રી, પ્રશાંતભાઈ, અવનીબેનનાં દાદી, ધર્મેશભાઈ ભાવેશભાઈનાં કાકી, સુરેશકુમાર મારૂનાં સાસુ, હર્ષિત, ડિમ્પલનાં દાદી, ભાણજીભાઈ, પોપટભાઈ, રમેશભાઈ ચુડાસમાનાં બેનનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 4થી 6 વાણંદ સેવા સમાજની વાડી, 2-લક્ષ્મીનગર, રાજકોટ છે.
રાજકોટ : હંસાબેન રમણીકભાઈ સોલંકી (ઉ.68)નું તા.15ના અવસાન થયું છે.
મોરબી : મૈમુનાબેન અસગરભાઈ બગથળાવાલા (ઉ.79) તે ગુલામહુશેન મહમદઅલી કેસરીયાનાં પત્ની, હુશેનભાઈ, હાતીમભાઈ (મોરબી), નફીસાબેન આમરણવાલા (મુંબઈ) અને સકીનાબેન લોખંડવાલા (મોરબી)નાં માતુશ્રીનું તા.16ના મોરબી મુકામે અવસાન થયું છે. ત્રિજ્યાના સીપારા તા.18ના બપોરે 12.30 કલાકે સૈફી મસ્જીદ મોરબી મુકામે ભાઈઓ બહેનોના સાથે છે.
નીલાખા : સ્વ.બાવાભાઈ રૂડાભાઈ હુબલના પુત્ર જગદીશભાઈ, તે અરવિંદભાઈના મોટાભાઈ, દિક્ષીત, શુભના પિતાશ્રી, રાજશીભાઈ અને દિનેશભાઈ હુબલના ભત્રીજાનું તા.16ના અવસાન થયું છે.
ગોંડલ : વાલમ બ્રાહ્મણ (મોવીયા)નાં જાગૃતિબેન ઉપાધ્યાય (ઉ.75) તે ડો.જયોતિન્દ્રભાઈ કે. ઉપાધ્યાયનાં પત્ની, સમીપ તથા કૃપાબેન (યુએસએ)નાં માતુશ્રી, સ્વ.ડો.કૃષ્ણશંકરભાઈ ઉપાધ્યાયનાં પુત્રવધૂ, જીજ્ઞાસાબેનનાં સાસુ, સ્વ.જન્મશંકરભાઈ એમ.જોષી (પોરબંદર)નાં પુત્રી, સ્વ.જીતેન્દ્રભાઈ, મિલાપભાઈ, ભાવનાબેન પ્રકાશભાઈ ઉપાધ્યાયનાં બહેનનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17ના બપોરે 4થી 6 ‘શ્યામ વાડી’ બસ સ્ટેન્ડ રોડ, વોક એન્ડ ઇટની સામે, ગોંડલ છે.
અમરેલી: મોટા ભંડારિયા નિવાસી દેવમુરારી મણીરામભાઈ વિઠ્ઠલદાસજીનાં પત્ની કુસુમબેન (ઉ.66) તે રશ્મિનભાઈ, ક્રિષ્નાબેનનાં માતુશ્રી, તે જગદીશભાઈ, કુંદનબેન, રંજનબેનનાં બહેનનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 4થી 6, 1-િગરિરાજ નગર, બ્લોક નં. એ-2, ચિતલ રોડ, અમરેલી છે.
રાજકોટ: મોટી ખીલોરી હાલ રાજકોટ રાજેશભાઈ પીઠવા તે શાંતિલાલ નાનજીભાઈ પીઠવાના પુત્ર, તે કાંતિલાલના ભત્રીજા, તે હરેશભાઈ, સંજયભાઈ, પારસભાઈ, નિલેશભાઈના ભાઈ, તે વિવેક અને જીલના પિતાનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.17ના 4થી 6, રાજકોટ ખાતે, રાણી કોમ્પ્લેક્સ, ગુરુપ્રસાદ ચોક ખાતે છે. રાજેશભાઈના સસરા પક્ષનું બેસણું સાથે છે. મોટી ખીલોરી મુકામે તા.18ના શનિવારે 3-30થી 5-30 છે.
રાજકોટ: ટંકારાવાળા સોની મણીલાલ દેવચંદભાઈ રાણપુરાનાં પત્ની ગૌરીબેન તે યશવંતભાઈ, ચંદ્રિકાબેન, વસંતબેન, કંચનબેનનાં માતુશ્રી, તે ભાવેશ, કમલેશ, ગીતાબેનનાં દાદી, તે રીબડાવાળા સોની રૂગનાથભાઈ ડાહ્યાભાઈ પારેખના દીકરીનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 3-30થી 5, સોની સમાજની વાડી, યુનિટ નં.2, કોઠારિયા નાકા, રાજકોટ છે.
ડેડાણ: અમીતભાઈ ચંદ્રકાંતભાઈ રઘાણી (ઉ.37) મૂળ ભેરાઈ હાલ મુંબઈ તેઓ વડતાલ મંદિરમાં સેવા આપતા હતા. તેઓનું અવસાન થતા શોક છવાયો છે. આ તકે રાજવી મહેશભાઈ કોટીલા, રાજુભાઈ શાત્રી, ઈન્દ્રજીતસિંહ કોટીલા, બ્રહ્મ અગ્રણીઓ, મિત્રો નગરજનોએ તેઓના મોસાળ પક્ષના સભ્યોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી. શ્રદ્ધાંજલિ અર્પી હતી.
રાણાવાવ: લીલાભાઈ ભારાભાઈ કેશવાલા (ઉ.89) તે અરભમભાઈ ભારાભાઈ કેશવાલાના મોટાભાઈ, તે બાલુભાઈ, જેઠાભાઈ અને છગનભાઈના પિતાશ્રીનું તા.15ના અવસાન થયું છે.
રાજકોટ: ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતિના સ્વ.મૂળશંકર નાથાલાલ જાનીના પુત્ર અરૂણભાઈ (ઉ.63) તે પંકજભાઈ (પૂર્વ કર્મચારી-રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.), તે નિલમબેન સી.જોષીના ભાઈ, તે નિધિબેન આશિષભાઈ વ્યાસ, તે અવનીબેનના પિતા, સ્વ.ચંદ્રકાંતભાઈ લક્ષ્મીશંકર જોષીના જમાઈનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4થી 6, ધેલારામજીની વાડી, જયંત કે.જી.મેઇન રોડ, રાજકોટ છે.