• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

avsan nondh

જામનગર ભાજપ શહેરના પૂર્વ મહામંત્રીના પત્નીનું અવસાન

જામનગર: જામનગર ભાજપ શહેરના પૂર્વ મહામંત્રી સુરેન્દ્રભાઇ ગીરધરલાલ વ્યાસના પત્ની, નલીનીબેન (નીતિબેન) (ઉં.75)નું તા.18ના અવસાન થયું છે. તે પરષોત્તમભાઇ, સ્વ. પ્રમોદભાઇ તથા ડો. નરેન્દ્રભાઇના ભાભી, પરેશભાઇ, મેહુલભાઇ, હાર્દિકભાઇ (રવિ)ના કાકી થાય. ઉઠમણું તા.20ના સાંજે 5-30થી 6 ગીતા મંદિર, પારસ સોસાયટી, જામનગર છે.

 

જૂનાગઢ સ્થાય સમિતિ ચેરમેનના પિતાનું અવસાન

જૂનાગઢ : જૂનાગઢ મનપા સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ, લલિતભાઈ અને મહેશભાઈના પિતા કરશનભાઈ ખીમજીભાઈ પરસાણા તે ભીમજીભાઈના ભાઈ, નંદલાલભાઈ અને કેતનભાઈના મોટાબાપુજી, કૃણાલભાઈ અને મિતભાઈના દાદાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4થી 6, ક્યાડાવાડી (હોમ વિભાગ) જોષીપરા, જૂનાગઢ ખાતે રાખેલ છે.

 

મોરબીના પૂર્વ ધારાસભ્યના પુત્રનું અવસાન

મોરબી: મોરબી (મૂળ વાઘપરા)ના પૂર્વ ધારાસભ્ય ગોકળભાઇ પરમારના પુત્ર, રમણીકભાઇ (ઉં.72)તે જગદીશભાઇના ભાઇ, રાહુલભાઇના પિતાનું તા.18ના અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા તારીખ 19ને રવિવારે સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે. સદગતનું બેસણું તા.20ને સોમવારે સાંજે 4થી 6 તેમના નિવાસસ્થાન ધર્મ સૃષ્ટિ સોસાયટી, સનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

 

 

ચક્ષુદાન

રાજકોટ: ચેતનભાઇ હિરજીભાઇ ભાલોડિયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં 309મું ચક્ષુદાન થયેલ છે.

રાજકોટ : પ્રફુલ્લભાઈ નવનીતરાય હાથી (ઉં.78) તે હંસાબેનના પતિ હેમાલી અને નીરવના પિતા, યેશષભાઈના સસરા, રેણઉકાબેન, વંદનાબેન અને અતુલભાઈના ભાઈ, પરમેશ્વરીના કાકા, દેવાંશી અને ધન્યના નાનાનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના સાંજે 4.30થી 5.30 ચંદ્રમૌલેશ્વર મંદિર, ગંગોત્રી ડેરી વાળી શેરી, સાધુ વાસવાણ રોડ રાજકોટ છે.

જામનગર : ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ હંસાબેન ત્રિવેદી (ઉં.69) તે મહેન્દ્રભાઈ હરિવલ્લભભાઈ ત્રિવેદીના પત્ની, યદુનંદનભાઈના ભાભી, હિમાંશઉ, જીતેનના કાકી, ધવલ, નિશીતાબેનના ભાભુ, હિરલબેન નિરજભાઈ ભટ્ટના માતા, સ્વ.િપ્રતમભાઈ મોહનલાલ ઉપાધ્યાયના પુત્રી, નિતીનભાઈ પ્રિતમભાઈ ઉપાધ્યાયના બહેનનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું પિયર પક્ષનું બેસણું તા.20ના 4થી 4.30 પાબારી હોલ તળાવની પાળ ખાતે છે.

પોરબંદર : સવિતાબેન હરીદાસ હાથી (ઉં.91) તે મહેન્દ્રભાઈ, કમલેશભાઈ પીયૂષભાઈ, સોનલબેન નટવરલાલ મદલાણી, ભાવનાબેન અતુલભાઈ લાખાણીના માતુશ્રીનું તા.17ના અવસાન થયું છે.

રાજકોટ : પડધરી નિવાસી હાલ રાજકોટ સ્વ.પ્રભુલાલ રામેશ્વર શુકલના પત્ની ચંદ્રિકાબેન (ઉં.75) તે ભાવેશભાઈ, સંજયભાઈ, ભાવનાબેન ત્રિવેદીના માતુશ્રી, રિશી, પ્રાંચીના દાદીમાં મિત, જાનવીના નાનીમાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4થી 6 ગોપેશ્વર મહાદેવ મંદિર, ટોપ્લેન્ડ રેસીડેન્સીની બાજુમાં, રૈયા ગામ, નોવા સ્કૂલની સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ છે.

જામનગર : જામનગર નિવાસી રાજ્ય પુરોહિત બ્રાહ્મણ મહેન્દ્રભાઈ ગોપિયાણી (ઉં.61) તે સ્વ.નારણજી દયારામ ગોપિયાણીના મોટા પુત્ર, સ્વ.ગુણવંતીબેન મોહનલાલ જોષી, સ્વ.હર્ષિદાબેન અરવિંદભાઈ કલ્યાણીના નાનાભાઈ, પ્રફુલ્લાબેન નારણજી અને મંજુલાબેન ગીરધરલાલ ભટ્ટ (નાઈરોબી), મીનાબેન કાંતિલાલ ભટ્ટ (નાઈરોબી), સ્વ.હરેશભાઈ નારણજી ગોપિયાણીના મોટાભાઈનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થના સભા (ઉઠમણું) તા.20ના સાંજે 5થી 5.30 રાજય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરી, પંજાબ નેશનલ બેંકવાળી શેરી, રાજગોર ફળી નં.1 જામનગર ખાતે ભાઈઓ બહેનો માટે છે.

રાજકોટ : મૂળ જૂના પીપળિયા હાલ રાજકોટ નિવાસી રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) જીતભાઈ દવે (ઉં.18) તે ધર્મેન્દ્રભાઈ બાલાશંકરભાઈ દવેના પુત્ર, કૌશલભાઈ દવેના નાનાભાઈ, ગણપતભાઈ દવેના ભત્રીજાનું તા.17ના અવસાન થયું છે.

રાજકોટ : ગોસ્વામી કિશોરગીરી રતિગીરી (ઉં.57) તે સ્વ.રતિગીરી જેઠીગીરી ગોસ્વામી (કુવાડવા વાળા)ના પુત્ર, સ્વ.ચંદુગીરીના નાનાભાઈ, સંદીપગીરીના પિતાશ્રી, દીપકગીરી, રવિગીરીના કાકાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4થી 6 રાધાકૃષ્ણ મંદિર એરપોર્ટ દીવાલ સામે ગાંધીગ્રામ રાજકોટ છે.

મોરબી : ચા.મ.મો.બ્રાહ્મણ કુંદનબેન જોષી (ઉં.86)નું તે સ્વ.ખેલશંકર નર્મદાશંકર જોષીના પત્ની, રમેશભાઈ, સ્વ.જયેશભાઈ, વિજયભાઈ, મુકેશભાઈ, દિવ્યેશભાઈ, અંજનાબેન પ્રવિણ કુમાર પંડયાના માતુશ્રી સ્વ.પ્રાણલાલ રામજી ભાઈ દવેના દીકરીનું તા.17ના અવસાન થયું છે. બન્ને પક્ષનું ઉઠમણું બેસણું તા.20ના સાંજે 4.30થી 5.30 ચો.મ.મોઢ બ્રાહ્મણની વાડી સાવસર પ્લોટ 10/11 મોરબી છે.

રાજકોટ : ડોળિયા નિવાસી હાલ રાજકોટ વીનયચંદ્ર છોટાલાલ ગોસલિયા (રીટાયર્ડ પોસ્ટ માસ્ટર) (ઉં.91) તે અતુલભાઈ, આશીતભાઈના પિતાશ્રી, રવિ અતુલભાઈ, હર્ષ આશીતભાઈના દાદા, સ્વ.વીનયચંદ તારાચંદ શાહના બનેવીનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું તા.21ના સવારે 10 કલાકે પ્રાર્થનાસભા 11 કલાકે વીરાણી વાડી કોઠારિયા નાકે રાજકોટ છે.

રાજકોટ : ધ્રોલ નિવાસી વિરલભાઈ કોટેચાના પત્ની જયશ્રીબેન (જલ્પા) વિરલભાઈ કોટેચા (ઉ.43) તે હેતના માતુશ્રી, સ્વ.નવિનચંદ્ર પ્રાગજીભાઈ પુજારાના પુત્રી, હર્ષાબેન દિલીપભાઈ મોદી, અલ્કાબેન ભરતભાઈ પોપટના બહેનનું તા.17ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.20ના સાંજે 5થી 6 હાટકેશ્વર મંદિર, નાગર બોર્ડિંગ, રામકૃષ્ણનગર-14 રાજકોટ છે.

જૂનાગઢ: જગજીવનભાઈ (જગદીશભાઈ) જે. પંચોલી (ઉં.84) તે જાણીતા કલાકાર હરિઓમ પંચોલીના પિતાનું તા.18ના અવસાન થયું છે.

રાજકોટ: દિનેશચંદ્ર ખીમચંદ મહેતા (ઉં.87)તે શ્રીમતી નિલાબેનના પતિ મીનેશભાઈ, નિલેશભાઈ, પ્રિતેશભાઈના પિતાશ્રી, હેતલ, મેઘના, પાયલના સસરા, અર્પિત, ઋષભના દાદા, અમૃતલાલ વૃજપાળ દોશી કાલાવાડ (િશતલા)ના જમાઈ, બા.બ્ર. અર્પિતાજી મ.સ.ના સંસારી પિતાશ્રીનું તા.18ના અવસાન થયું છે.

બોટાદ : દામજીભાઈ કેશવભાઈ રાઠોડ (ઉં.68) તે લવજીભાઈ પરવાળાના સ્વ.લખમણભાઈ, ધીરૂભાઈના ભાઈ, ધર્મેશભાઈ, જોસનાબેન, મીનાબેન, નીતાબેનના પિતાશ્રી, ભૂપતભાઈ (લાઠીદડ)વાળા, મનાભાઈ, પ્રકાશભાઈના બનેવી, જય, માનવના દાદાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના તેમના નિવાસસ્થાન બોટાદ છે.