રાજકોટમાં
રિક્ષા-કાર અકસ્માતમાં વાહનમાલિકને વળતર ચૂકવવા કોર્ટે હુકમ કર્યે’તો
અકસ્માત
કલેઈમની રકમ નહીં ચૂકવી જપ્ત મિલકત ટ્રાન્સફર કરી નાખી
રાજકોટ,
તા.4 : રાજકોટમાં થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજતા કોર્ટે વાહનમાલિકને
કલેઈમની રકમનું વળતર ચૂકવવાનો આદેશ કરતા વાહનમાલિક જસદણના પૂર્વ નગરસેવકે જપ્ત કરેલી
મિલકત ટ્રાન્સફર કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો
હતો.
આ અંગેની
વિગત એવી છે કે, રાજકોટમાં ડિસ્ટ્રી.એન્ડ સેસન્સ કોર્ટમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા
અર્ચનાબેન રોબીનભાઈ ઠાકરે જસદણના આટકોટ રોડ પર ગંગાભુવનમાં રહેતા મીઠા પ્રાગજીભાઈ છાયાણી
નામના પૂર્વ નગરસેવક વિરુદ્ધ રૂ.પપ.46 લાખની રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા
પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ બનાવ
અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં રાજકોટમાં દૂધની ડેરી પાસે ર013ની સાલમાં રિક્ષા-કાર
વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને રિક્ષામાં બેઠેલા સુરેશભાઈ કરશનભાઈ ચાઉનું ગંભીર ઈજા
થવાથી મૃત્યુ નીપજ્યું હતું. આથી આ બનાવના પગલે મૃતકના વારસદારોએ અકસ્માત વીમો મેળવવા
માટેથી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને કારનો વીમો ન હોય કોર્ટે રૂ.30.પ8 લાખની રકમ
વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે રૂ.પપ.46 લાખની રકમ ચૂકવવા કાર માલિકને હુકમ કર્યો હતો.
કારમાલિક અને કબજેદારે કોર્ટમાં રકમ જમા નહીં કરાવતા મૃતકના વારસદારોએ વસૂલી માટેથી
કાર માલિક જસદણના પૂર્વ નગરસેવક મીઠા છાયાણીની ખેતીની જમીન અને મકાન સહિતની મિલકત ટાંચમાં
લેવા અરજી કરતા કોર્ટે આ મિલકતો વેચાણ કે ટ્રાન્સફર નહીં કરવા હુકમ કર્યો હતો અને આમ
છતાં મીઠા છાયાણી દ્વારા આ રકમની ચુકવણી નહીં કરવામાં આવતા કોર્ટે મિલકત જપ્તીનો હુકમ
કર્યો હતો અને મિલકતો જપ્ત કરવામાં આવી હોવા છતાં મીઠા છાયાણી દ્વારા આ મિલકતો અન્યના
નામે વેચાણ-ટ્રાન્સફર કરી નાખવામાં આવી હતી અને આ અંગેની જાણ થતા કોર્ટે ગુનો નોંધવાનો
હુકમ કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.