• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

દર્દીઓને દવા ખાનગી મેડિકલમાંથી લેવડાવાઈ અને ગોડાઉનમાં દવાનો જથ્થો પલાળી નાખ્યો!

GMSCLના વેર હાઉસની બહાર રખાયેલી લાખો રૂપિયાની દવાઓ અને સર્જિકલ વસ્તુઓને અધિકારીઓની બેદરકારીને કારણે નુકસાન

સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગોમાં સપ્લાય થતો હતો, અધિકારીઓની બેદરકારી સામે તપાસ થશે

રાજકોટ, તા.4 : એક તરફ સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે દવાનો સ્ટોક ન હોવાની સમસ્યાઓ સામે આવે છે અને સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓને બહાર ખાનગી મેડિકલમાંથી દવા લેવડાવવામાં આવે છે ત્યારે બીજી તરફ ચોમાસામાં પડેલાં વરસાદને કારણે સરકારી ગોડાઉનની બહાર રાખેલો દવાનો જથ્થો પલળી જતા ગંભીર બેદરકારી સામે આવી છે. આ દવાની એક્સપાયરી ડેટ-2026 સુધીની હોવાનું જોવા મળી રહ્યું છે. જોકે, આ બાબતે ત્યાંના કોઈ જ સત્તાવાર અધિકારીનું નિવેદન સામે આવ્યું નથી.

રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર ગુજરાત સરકાર હેઠળનું ઋખજઈક (ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન)નું વેરહાઉસ આવેલું છે. જ્યાં ગોડાઉનની બહાર બોક્સમાં રાખેલો લાખો રૂપિયાનો દવાનો જથ્થો પલળી ગયો છે. ચોમાસા પહેલાનો દવાનો જથ્થો ગોડાઉન બહાર રાખવામાં આવ્યો હતો. ગોડાઉન મેનેજરને જાણ હોવા છતાં પણ જથ્થો બહાર રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જુલાઈ 2024માં મેન્યુફેક્ચારિંગ થયેલી દવાઓનો જથ્થો પલળીને નુકસાન પામ્યો હતો, તો એક્સપાયરી ડેટ તપાસવામાં આવી તો તેમાં મોટાભાગની દવાઓ વર્ષ 2025 અને 2026 સુધીની હતી.

ગુજરાત સરકારના ઋખજઈકના વેરહાઉસમાંથી સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગોમાં દવાનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હોય છે. ગોડાઉન હોવા છતાં દવાનો જથ્થો બહાર રાખવામાં આવી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં સરકાર દ્વારા મોકલવામાં આવેલી દવાનો જથ્થો પલળી ગયો અને સાથે જ સર્જીકલ આઇટમને પણ નુકસાન પહોંચ્યું છે. જેમાં કોરોના વખતે વધુ ઉપયોગમાં લેવામાં આવેલી તેવી ઙઙઊ કિટ ખુલ્લામાં રાખવામાં આવતા નુકસાની પહોંચી હોવાનું સામે આવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક