નવી નીતિ અંતર્ગત હોસ્પિટલ ખાતે
300 પથારી ન હોય અથવા હોસ્પિટલનું વિસ્તરણ કરવા ખૂટતી પથારીના બાંધકામ માટે સરકાર કોઈ
વધારાનું અનુદાન ફાળવશે નહીં
અમદાવાદ, તા.1 : રાજ્ય સરકાર
દ્રારા વર્ષ-2016માં રાજ્યની જિલ્લા સ્તરની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરીને જે તે
જિલ્લામાં હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજ ખોલવા અંગેની બ્રાઉન ફીલ્ડ મેડિકલ કોલેજની
નીતિ બનાવવામા આવી હતી. આ નીતિમાં કેટલાક સુધારા કરવામાં આવ્યાં છે. નવી નીતિ અંતર્ગત
રાજ્યમાં નવીન સાત મેડિકલ કોલેજ શરૂ કરાશે. રાજ્યમાં હાલ બનાસકાંઠા-પાલનપુર, અમરેલી,
દાહોદ, ભરૂચ અને તાપી-વ્યારા એમ પાંચ જિલ્લા ખાતે બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ કાર્યરત
છે. બ્રાઉન ફીલ્ડ નીતિમાં સુધારો થવાથી રાજ્યમાં બોટાદ, દેવભૂમિ-દ્રારકા, ગીર સોમનાથ,
ખેડા-નડિયાદ, છોટાઉદેપુર, મહિસાગર-લુણાવાડા અને ડાંગ-આહવા એમ કુલ સાત જિલ્લામાં બ્રાઉન
ફીલ્ડ મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવશે. આ મેડિકલ કોલેજો શરૂ થવાથી રાજ્યની પ્રજાને જિલ્લા
સ્તરે વધુ આરોગ્યપ્રદ સેવાઓ તજજ્ઞ ડોકટરો દ્વારા મળી શકશે, એમ રાજ્યસરકારના પ્રવક્તા
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે, હાલમાં
કાર્યરત બ્રાઉન ફીલ્ડ નીતિમાં પ્રજાલક્ષી મહત્વના સુધારા કરાતા તેમાં સગર્ભાઓને પ્રસુતિ
પછી 20 દિવસ સુધી તથા એક વર્ષ સુધીના બાળકો માટે સંપૂર્ણ ફ્રી સારવાર આપવાની રહેશે
જે માટે જરૂરિયાત મુજબનું એન.આઈ.સી.યુ. બનાવવાનું રહેશે. જ્યારે ડાયાલીસીસની સેવાઓ
માટે ઓછામાં ઓછું 10 પથારીનું યુનિટ બનાવવાનું રહેશે. શાળા આરોગ્ય ક્રાર્યક્રમના રેફરડ
વિદ્યાર્થીઓના કિસ્સામાં હ્રદય, મગજ, કેન્સર અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, કોક્લીયર ઈમ્પ્લાન્ટ
સિવાયની તમામ સારવાર ફ્રી આપવાની રહેશે.
હોસ્પિટલ ખાતેની બ્લડ બેંક બ્રાઉન
ફીલ્ડ મેડીકલ કૉલેજ બનાવ્યા પછી પણ ફરજિયાત ચાલુ રાખવાની રહેશે તથા દર્દીની જરૂરિયાત
અને અગ્રતાને ધ્યાને લઈ તમામને જરૂરીયાત મુજબ નિ:શૂલ્ક બ્લડ પુરૂ પાડવાનુ રહેશે તથા
આજુ બાજુની સરકારી સંસ્થાઓને જરૂરિયાત મુજબ કોઈપણ જાતના ભેદભાવ વગર નિ:શૂલ્ક બ્લડ પુરુ
પાડવાનું રહેશે. સંસ્થા દ્વારા હોસ્પિટલનુ સંચાલન સંભાળ્યાથી ટ્રોમાના દર્દીઓ તથા વાહન
અકસ્માતના દર્દીઓને ફરજિયાતપણે નિ:શૂલ્ક સારવાર આપવાની રહેશે.
બ્રાઉન ફિલ્ડ યોજના અન્વણયે સંસ્થા
દ્વારા હોસ્પિટલનું સંચાલન સંભાળ્યાથી નેશનલ મેડીકલ કમિશનના માપદંડો પ્રમાણે હોસ્પિટલના
વિસ્તરણ કરવા ખૂટતી પથારીનાં બાંધકામ માટે
સરકાર દ્વારા કોઈ વધારાનુ અનુદાન ફાળવવામાં આવશે નહી.રાજ્ય સરકાર તથા ભારત સરકારની
તમામ યોજનાઓનો અમલ કરવાનો રહેશે પરંતુ તે માટે યોજનાકીય ફંડ ફાળવવામાં આવશે નહિ.
જો કે, હોસ્પિટલ પીએમજેએવાય યોજના
હેઠળની આવક જાળવી રાખવા માટે હકદાર રહેશે, જે તે હોસ્પિટલમાં રોગીઓને અપાતી સારવારની
નિદાન ફી અને ઙખઉંઅઢની ફી પેટે થતી આવકની કૂલ રકમ પૈકી ર5(પચ્ચીસ) ટકા રકમ જે-તે હોસ્પિટલના
રોગી કલ્યાણ સમિતિમાં જમા લેવાની રહેશે.