• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

રાજકોટમાં રિક્ષાચાલકનો મોબાઈલ લઈ મિત્રએ રૂ.31 હજાર ઉપાડી લીધા

રાજકોટ, તા.1 : આજી વસાહાતના 80 ફૂટ રોડ પરના  રામનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા સની પ્રવીણ ચૌહાણ નામના રિક્ષાચાલક યુવાને સદર બજાર હરીચોક ખાડામાં રહેતા મિત્ર સમીશ કાસમ બલોચ નામના શખસે તેનો મોબાઈલ વાત કરવાના બહાને લઈ લીધા બાદ રૂ.31 હજારની રકમ ગુગલપેથી ઉપાડી લઈ ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે સમીર બલોચ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં રિક્ષાચાલક સની ચૌહાણ અને તેનો મિત્ર સમીર બલોચ પાનની દુકાને સોડા પીવા ગયા હતા ત્યારે રૂ.40ની રકમ સનીએ તેના મોબાઈલમાંથી ગુગલ પેથી ચૂકવી હતી ત્યારે સમીર બલોચે ગુગલપેનો પાસવર્ડ જાણી લીધો હતો. બાદમાં બન્ને તેના ઘેર બેઠા હતા ત્યારે એક અજાણી છોકરી આવી હતી અને સમીર પાસે ફોન માગતા સમીરે મિત્ર સનીનો મોબાઈલ વાત કરવાના બહાને લઈ લીધા બાદ સમીર અને યુવતી બન્ને ગાયબ થઈ ગયા હતા અને સનીએ મિત્ર સમીરની માતાને વાત કરી હતી. બાદમાં સમીર ઘેર આવ્યો હતો અને સનીનો મોબાઈલ પરત આપ્યો હતો અને ચાર્જિંગ પૂરું થઈ ગયું હોય ચાર્જિંગ કર્યા બાદ મોબાઈલ ચાલુ કરતા તેના ખાતામાંથી રૂ.31 હજાર ઉપડી ગયા હતા. આ અંગે સમીરને પૂછતાછ તેણે લઈ લીધાનું અને બાદમાં આપી દેવાની વાત કરી હતી પરંતુ બાદમાં નાણા નહીં ચુકવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સમીર બલોચની શોધખોળ શરૂ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક